વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુજરાતના કોરોના વોરિયર્સ

             ગુજરાતના  કોરોના વોરિયર્સ


ગુજરાત મન વેગે વિકસે છે 

સરદાર ની પ્રતિમા મેરુ પર્વતને ખીજવે છે 

જગત જમાદાર દામોદર નંદન ને નમન કરે છે

વિશ્વ વિશાલ સ્ટેડિયમ નું જય ઘોષ દરેક ખૂણામાં શનન કરે છે


દશે દિશાએ , દરેક દિવસ જાણે દિવાળી હતી 

કોને ખબર આ જલ્દી રામ થવાની હતી

અમંગલ અમાવસ ની રાત અંધારી હતી

કોને ખબર આ પુરા વિશ્વને જકડી લેનારી હતી 

  

પુત્રી વિશેષ ગુજરાતનું કલરવ ક્યાંક ખોવાઈ જશે 

કોને ખબર હતી નટખટ અમદાવાદ પણ ઘરમાં પુરાઈ જશે 


મહામારી સંક્રમણ ચુપકેથી આવ્યું 

પગ પસારવા પણ મા ભારતી ને પગે એ લાગ્યું

કેરાલામાં પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો 

દરેકના દિલમાં ભયાનક ‌ ડર જાગ્યો


પરંતુ પ્રશાસન સંપૂર્ણ સજાગ હતી 

અદ્રશ્ય દુશ્મનની જો લલકાર હતી 

નાયક એ નોકા સંભાળી લીધી 

દેશ એ એકતાની હુંકાર લગાવી દીધી 

 

 સર્વ જ્ઞાનીઓનો એક મત વિચાર છે 

સામાજિક દુરી જ રામબાણ ઇલાજ છે 



છતાં બલીષ્ટ અંધારું બેવડું થયું 

પુરા ભારતવર્ષ ને ઘેરતુ ગયું 

ભારતની જમણી ભુજા જગન તિમર થી ઘેરાઈ ગઈ ‌

ગગનમાં મુક્ત વિહરતી હવા એકાએક સોસાઇ ગઈ

      

 હે ભાજન …

વીરોની ધરી પર ખોટો ગયો 

તારી ધમની નો સમય હવે પૂરો થયો 

યોદ્ધાઓ નીકળ્યા છે અસ્ત્ર લઈ 

દેશભક્તિનું બ્રહ્માસ્ત્ર લઈ 


ડોક્ટર્સ ને દેવતાઓમાં ફર્ક ક્યાં ?

આ ગુર્જર જ્ઞાનીઓના ચરણ ક્યાં ?

દેખ કાર્ય સમર્પણની મૂર્તિ છે

તારા વિધ્વંશની શક્તિ આમા પૂરતી છે 


ગુજ્જર બંકા બહાદુર બેઠા તૈનાત છે 

કાયદાનું પાલન કરાવવા માટે સૌ તેમના કૃતાર્થ છે

સકલ પ્રજા ઠંડા એકાંતવાસમાં છે 

ત્યાં પોલીસ જવાન રણભૂમિના હુંકાર મા છે


પ્રશાસન ચિત્તાની જેમ દોડે છે 

નાયક ખુદ ફોન કરી 'કેમ છો' બોલે છે 

પુષ્પવર્ષા થી નવડાવે છે 

દેખો નાયક દેવોને વધાવે છે 

                                      ભગીરથ વીરોનાં પ્રયાસ થી 

                                       તું થાકીશ અમારાં પ્રહાર થી 

                                      પ્રયાસથી, પરમાર્થ થી, પ્રહાર થી

                                      ગુજરાતી લડે છે વિશ્વાસ થી  


સત કોટી નમન એ વીરોને 

ડોક્ટર્સ, પોલીસ, પ્રશાસન અને મેડિકલ ટીમ ઓ ને

સત કોટી નમન સામાજિક સંસ્થાને 

સત કોટી નમન સદાવ્રત સેવાને


સત‌ કોટી નમન મીડિયા કર્મીને                                           દેશ ની આ દોડતી ધમની ને 

સત‌ કોટી નમન સાજા થઇ આયાને

સત‌ કોટી નમન માં ભારતી ના સર્વ વીર જાયા ને


ડગમગ ડગમગ તારો દંભ ડોલે 

કોરોના યોદ્ધાઓ ક્રોધિત થઈને બોલે 

હાહાકાર, હિજરત‌, ભયભીતીની વારી તારી છે 

આવરદા તારી સમાપ્ત થવા આવી છે 


ઇસ્ત્રી બંધ ખાખી ધારણ કરી 

ગળે કાળો સ્ટેથોસ્કોપ ધરી 

 વૈકુંઠથી ઉતર્યા છે ગોવિંદ 

ભાગ ભાગ ભાગ હવે નહિ બચે તારો પ્રાણ કોવીડ 

_‌ રાજવીરસિંહ રાત 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ