વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અગવડ છે

"અગવડ છે"



રસ્તે રજળતા મજૂરને રાશનની અગવડ છે 

બંગલે સુતા શાહુકારને પાચનની અગવડ છે 



ધર્યા સૂકામેવા અને ધરી શોભતી શરાબ 

ભોંઠા પડ્યા મહેમાન જ્યાં ચાની અગવડ છે 



હશે વહેવાર અને વિકાસ પણ તમ વિસ્તારે 

દુભાય દીકરી રસ્તે ત્યાં સુશાશનની અગવડ છે 



કમાયા નેતા, કમાયા શેઠિયા, કમાયા અધિકારીઓ 

પરસેવે ન્હાતા ખેડૂતને બસ ડહાપણની અગવડ છે 



જીવી લીધું, બની ફકત એકનું જ અમે 'શોખીન'

પસ્તાયા તેઓ જેને યાદોનાં થાપણની અગવડ છે 



-વરૂણ આહીર (શોખીન)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ