વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદગાર મુસાફરી

એક વાત કહું......

આપણે ડગલે ને પગલે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુસાફરીનો આનંદ મને-કમને લેતા હોઈએ છીએ.એમાં પણ ટ્રેનની મુસાફરી, એ પણ જાજરમાન જનરલ ડબાની... આજુબાજુ નીત નવીન માણસો, અલક મલકની, ગમતી-અણગમતી દેશ-દુનિયા ને બદલવાની વાતો. 

     આવી જ એક યાદગાર ટ્રેન મુસાફરી વિષે જણાવું. 2004ની  સાલમાં મારે M.E.નો અભ્યાસ વલ્લભ વિદ્યાનગર ખાતે ચાલતો હતો.તેેેના ભાગ રૂપે બીજા વર્ષે field training અને એક subject હતા. મે training પવઇ મુંબઇમાં આવેલ હીરાનંંદાની ડેવલપરને ત્યાં લીધેલ. દર અઠવાડિયે શનિવારે subjectના લેકચર માટે વિદ્યાનગર આવતો.

     એ શુક્રવારનો દિવસ હતો. સાઇટ પરથી નીકળી બોરીવલી સ્ટેશન પર દોઢ વાગ્યે પહોંચી ગયેલો.બજેેટ અને સંજોગો  પ્રમાણે ટીકીટ બુકિંગને કોઈ અવકાશ ન હતો. દર વખતની જેમ કરંટ બુકીંગમાંથી સુપરફાસ્ટની ટીકટ લઇ,ચાર નંંબરના પ્લેટફોર્મ પર આવી પહોંચ્યો. મારી પાસે  બે ઓપ્શન હતા. સુર્યનગરી અને કર્ણાવતી.
     સુર્યનગરીનો સમય 13:57. જયારે કર્ણાવતીનો સમય 14:15. સુર્યનગરીમાં જગ્યા મળવાના ચાન્સ વધારે. પાછુ  જો ઉપરનું પાટીયું મળે તો આણંદ સુુધી સુતા સુતા જવાય. સુર્યનગરીમાં સ્ટોપેજ પણ ઓછા, સીધા  સુરત, અંકલેશ્વર, વડોદરા અને આણંદ. તેથી ઓછો ડિસ્ટર્બન્સ. પરંતુ મીક્ષ પબ્લિક. ગુજરાતીઓ ઓછા હોય. જયારે કર્ણાવતી એટલે ગુજરાત અને ગુજરાતીઓનો મેળાવડો. બધા જ  પ્રાંતના લોકો મળે. પરંતુ બુકિંગ વગર બધા ટગર ટગર જોયા કરે. હા, તમને ઢોકળાં ખાંડવી, થેપલા, સુકીભાજી, સુુુુખડીની સુગંધ જરુરથી આપે,  કયારેક આરોગવા પણ આપે.પરંતુ બેઠક નાની, સ્ટોપેજ વધારે.તેમાં પણ જો જગ્યા ના મળે તો તેેના પછીના ઓપ્શનમાં આણંદથી વિદ્યાનગર પહોચવામાં તકલીફ પડે.(રાત્રે શટલ રીક્ષા ન મળે, બજેટ ખોરવાઈ)
આ બધા વિચારથી  સુર્યનગરીનો ઓપ્શન વધારે વ્યાજબી લાગ્યો.તે દિવસે ગુજરાતી માણસો સ્ટેશન પર વધારે હતા.કર્ણાવતી ફૂલ હશે તેેમ ધારી સુર્યનગરીમાં જવાનુું પાકુ કરી હું જનરલ ડબ્બાના સાઇનબોર્ડથી બે ડબ્બા કાંદીવલી બાજુ ગયો. જેથી ચાલુ  ટ્રેનમાં ચડી,જગ્યા પર સેટ થઇ જવાય. જયારે મે બધા મોરચે એક લક્ષ ફિકસ કર્યુ ત્યાં જાહેરાત થઇ. प्लेटफोर्म नंंबर चार पे आने वाली, गाडी विरार के लिए, ऐक बजके पचपन मिनट की धीमी लोकल हे। ये लोकल सभी सटेेेशन पर रुकेगी।  જાહેરાત થતા સ્ટેશન પર કીડીયારો ઉભરાયો.હુ થોડો પાછળ ખસી ગયો. બે મિનિટમાં ભીડ નોર્મલ થઈ. ફરી મે  મોરચો સંભાળ્યો. ટ્રેન સ્ટેશન પર પહોંચી...... ..મરણિયા થઇ લક્ષ પાર કરી હું ડબાની અંદર પહોંચી ગયો. એક કમ્પાર્ટમેન્ટથી બીજામાં પણ, બધુ જ પેક. પાટીયા પર સૂવાની કલ્પના.............ઓછા સ્ટોપેજ.........બધુ જ  ભસ્મી ભુત.... ........અંદરથી બહાર  નીકળી શકાય તેવી પણ શકયતા રહી નહીં. 
     હજુ આગળ વિચારુ  ત્યાં તો ટ્રેને ચાલતી પકડી હવે તો સીધુ સુરત....... મન મનાવી, જગ્યા શોધવા માટે નજર ફેરવી, એક નીચેની બર્થ પર ચાર માણસો બેઠેલા. તેમને સહેજ હસીને જગ્યા કરવાની વાત કહી. બે લોકો ને પોતાનો ગરાસ માગ્યો હોય તેવું લાગ્યું.આ બધું સામે બેઠેલો એક છોકરો જોયા કરતો હતો અને હસ્યા કરતો હતો. મને તેને  જોઇને ગુસ્સો આવ્યો.પણ પહેલા તો હુ જેેમ તેમ કરીને બેસી ગયો. થોડો વખત કોઇ કંઈ બોલ્યુ નહીં.બધા બારી બહાર જોવામા વ્યસ્ત હતા.
        હવે મારી નજર પેલા છોકરા  પર પડી. તેર વર્ષ આસપાસની ઉંમર હતી. પહેેેરવેેેશ લધરવગર,મૂછનો દોરો હજુ ફુટયો ન હતો, બધુ જોતા સામાન્ય ઘરનો લાગ્યો. હજુ તે આજુુબાજુ જોઇ, બધા લોકો સામે  હસ્યા કરતો હતો. તે મારી સામે જોઈને હસ્યો. મે કોઇ મચક જ ન આપી. તેનાથી  તેને કોઇ અસર ના થઇ. ખબર નહી કેમ પણ મારી નજર  થોડા થોડા  સમયે તેના પર જતી.તે થોડી થોડી વારે મોઢામાં કંંઈક ખાતો. બાકી  આજુબાજુના બધા લોકો અલક મલક ની વાતો કરતા હતા તેમા હું પણ જોડાયો.

     બરાબર પાંચને ચોવીસે સુરત આવ્યુ. ફેેેરીયાઓ નાસ્તો વેચવા આવેલા. પેલા છોકરાએ પણ નાસ્તો ખરીદ્યો અને બધાને ખાવા આગ્રહ કર્યો. મને પણ! મે ના કહી પણ તેણે આગ્રહ ખુબ કર્યો. થોડા સમય પછી તેણે પોતાની કોથળીમાંથી કંઈક કાઢયું. હવે મારી નજર તેના પર સ્થિર  થઇ. તેેેે ગુટકાનું પેેકેટ હતુ.તેણે ખાઇને બીજુ પેકેટ કાઢયું અને મારી સામે ધરી મને આગ્રહથી કહ્યું લો.બે સેકંડ હુ કંઈ બોલી ના શક્યો. પછી ધીરે રહીને ના કહી. મને થયું મારે  આને સમજાવવો જોઈએ.પણ કઇ રીતે? ના કોઇ ઓળખ, ન કોઈ મૈૈત્રી. કંંઈ ઉધું પડે તો? કદાચ બીજાને પણ એ ગમતું ના હોય. જગ્યા પણ માંડ મળી હતી. હજુ આણંદ પહોંચવામાં બીજી ચાર કલાકની મુસાફરી હતી.
     અંકલેશ્વર આવતા ફરી એ જ દ્રશ્ય ...   તેણે ફરીથી નવો નાસ્તો  લીધો... ખાધો .....ગુટખાનું પેકેેટ ખાઇને મારા તરફ ધર્યુ. આ વખતે મારાથી ન રહેવાયું. મે તેને પુુુછયુ વાંચતાં આવડે છે? કહે હા. મે તેના ગુટકાના રેપર પર કાનુની ચેતવણી વંંચાવી. ધણા ગેરલાભ સમજાવ્યાં.......જેને ખબર નથી પડતી તે ખાય.......વગેરે વગેરે........તેણે બધુ શાંતિથી સાંભળ્યું. મને સારું લાગ્યું. એમ જ પંદર મિનિટ જતી રહી.ફરી તેણે કોથળી કાઢી.......મારી સામે જોયુ...... .ગુટકાની પડીકી ખોલી....મારુ મગજ ચકરાવે ચઢી ગયું. મારી  સમજાવટ પછી પણ........પંદર મિનિટ પર પાણી ફરી વળ્યું....

     ત્યાં તો પડીકી ખોલી....બધો જ મસાલો બારીમાંથી બહાર ફેંકી દીધો. ફરી એ જ રીત ...... જેટલા ગુટકા હતા બધાને  આ જ  રીતે તોડી ફેંકી દીધા. મે પુછ્યુ આ તે શુ કર્યુ? તેણે કહ્યું જો હું આખા એમ જ ગુટકા ફેંકી દઉં તો બીજો કોઈ તેને ખાય. મને તો ખબર ન હતી, એટલે ખાતો હતો. પણ બીજા ને? માટે જ ગુટકા તોડી ફેંકી દીધા.જેથી બીજા કોઈ ન ખાય.
     મને તેની સમજણ પર માન થઇ આવ્યુ. હું ખુબ ખુુશ થયો. અને થયુ  ઇશ્ર્વર આપણને નિમિત માત્ર બનાવે છે. બાકી આ જ સમય, સંજોગ, સ્થળ, સમજણ આપણા હાથમાં નથી. વડોદરા આવતા તે ત્યાં ઉતરી ગયો. અને હુ આણંદ.
     ત્યારે મોબાઈલ ન હોવાથી તે પછી કયારેય મળ્યો નથી. પણ એ રુુટ પર જતા અચુક યાદ આવે છે,  એ યાદગાર મુસાફરી અને નવી સમજણ  આપનાર એ યાદગાર મુસાફર........
 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ