વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સેક્સી સત્યમ

"સેકસી સત્યમ"



ટાઇટલ જોઈને કદાચ તમે માની બેઠા હશો કે સ્ટોરી કોઈ સુપર હેન્ડસમ લાગતા યુવાનની હોવી જોઈએ અને કદાચ ટાઇટલના લીધેજ તમે નીચેનાં પ્રમાણમાં નાના પણ રસપ્રદ હશે શબ્દો 'સેકસી' ટાઇટલ છે એટલે વાંચવા ખેંચાયા. સાચુ ને?



દેખાવે શ્યામવર્ણો, સત્યમ જયારે પોતાના બળદના ગળા પર ધોંસરી ચડાવતો અને હાથમાં દોરડું લઈ બળદના પૂછડાં વામળતો ખેતર જવાની કાચી કેડીએ ચડતો ત્યારે તેનો ઠાઠ રાજા જેવો હતો અને તે હતો પણ મનનો રાજા. ટૂંકી જમીન ધરાવતો પણ પોતાના પરસેવા થકી સીંચીને લીલીછમ રાખતો અને પોતાના ઘર-પરિવારનું ગુજરાન કરતો જ સાથે ગામના દુબળા નબળા વૃદ્વનાં પેટ પણ ભરતો. 



સત્યમનો એકજ નિત્યક્રમ પાસે રહેલી જમીનને માઁ ની જેમ સાચવવી અને તે જે ખવરાવે તે રાજી ખુશીથી ખાવુ. આખો દિવસ કામ કરી સાંજે જમવા બેસવાનું અને બાજુમાં રેડિયો મૂકીને સમાચાર સાંભળવાના અને ગર્વ કરવાનો 'વાહ મારા દેશના સૈનિકો સલામ છે બાપ તમને, વાહ મારા દેશના શિક્ષકો અધ્યાપકો, વાહ મારા દેશના ડોકટરો…'  ક્યારેક બાજુમાં પીરસવા બેઠેલી પત્નિ ચિડાઈ બોલી જતી કે " વાહ મારા દેશના ખેડૂતો બોલો એવું કેમ સમાચારમાં કંઈ નથી આવતું?" સત્યમ હસતા મોઢે જવાબ આપતો કે આ બધા શુરવીરો તજજ્ઞો આપણું જ ધાન્ય ખાઈને સેવા કરે છે ને, આપણી પણ કદર જરૂર થશે!" અને થાય જ છેને જો ખેડૂતો માટે સરકાર કેટલા રાહત પેકેજ જાહેર કરે છે! 



સત્યમની પત્નિ ગુસ્સામાં કહેતી કે 'તમારા ગજવામાં તો ક્યારેય રાહત આવતી નથી જોઈ મે'



'અરે આપણે જરૂરિયામંદ હોઈશું ત્યારે આપણને પણ મળશે આપણને સારુ ખાવા મળે છે નિરાંતની ઊંઘ આવે છે એટલે સંતોષ' સત્યમ ઓડકાર ખાતો મુંછો પર પાણી વાળો હાથ ફેરવીને થાળીને નમન કરી ઉભો થતા બોલતો.



ઉપરા-ઉપરી બે વર્ષનો દુષ્કાળ, ઘરમાં એક સમયનાં ભોજનમાં  ગુજરાન કરતો પરિવાર, રોગો ની મહામારી, ભૂખથી પીડાતા ખાલી હાથે ઘરેથી પાછા જતા દરિદ્રો અને મદદ માટે સરકારી કચેરીઓનાં ધક્કા કોઈ પણ ખુદ્દાર માણસને મૃત કરી દે છે સાહેબ. હરિયાળી માતાનાં ખોળો ખૂંદતો લાલ ઉજડતા કંઈ રીતે જોઈ શકે? સત્યમ દેખાવથી નહીં પણ તેના કામથી સેક્સી હતો તેના સેવાભાવથી સેક્સી હતો. તે ઉજડ જમીનની મધ્યમાં બિહામણા લાગતા ચાડિયાનાં ટેકે આંખો માંથી સુકાયેલા આંસુ અને તેના ઉપર ઊડતી માંખો, જમીનના ટેકે ખરડાયેલા હાથની દેખાતી નસો પર ચડતી કીડીઓ અને બાજુ પડેલ ખાલી જંતુનાશકનું ડબલું સત્યમનાં અંતને વધુ ભયાનક અને દર્દ થી ખરડાયેલા બનાવતું હતું. 



સત્યમ એક નહોતો, આવા હજારો ખેડૂતો બોજા નીચે, શરમ નીચે, ખુદારી નીચે દબાઈને પોતાને મોતને હવાલે કરી દે છે પણ તેને શહીદ પણ નથી ગણાવાતા કે તેના પરિવારને કોઈ મદદ પણ નથી કરાતી. તેમના નામના ગીતો નથી બનતા કે તેમના પર ફિલ્મો નથી બનતી. માત્ર બને છે તો કાગળ પરના રાહત પેકેજો અને ક્યારેક છાપાનાં કોઈક નાના ખૂણે સેક્સી સત્યમ નામના ખેડૂતે કરેલ આત્મહત્યા જેવાં સમાચારો. 



કદાચ અત્યારે ડિજિટલ યુગમાં બધા જ ઇન્ટરનેટ વાપરતા હશે જ. ક્યારેક સર્ચ કરજો દર વર્ષે ભારતમાં કેટલા ખેડૂતો આત્મહત્યા કરે છે માત્ર સરકારી આંકડા મુજબ. જેટલા રાહત પેકેજ જાહેર થાય તેનો ટોટલ કરજો અને પછી ગામના કોઈક નબળા ખેડૂતને પૂછજો ભાઈ કોઈ રાહત મળી તમને મદદ સ્વરૂપે સરકાર તરફથી? કોઈ વાર માર્કેટિંગ યાર્ડમાં ચાલતી ખેડૂતોનાં અનાજ, શાકભાજી, ફળોની હરાજી જોવા જાજો કે કેવા નજીવા ભાવ ચૂકવીને ખેડૂતો પાસેથી મેળવેલું,  કરિયાના વાળા અને મોલ વાળા તમને કેવા ભાવોમાં પધરાવે છે! બસ ક્યારેક કોશિશ કરજો એટલે ખેડૂતની દયનિય હાલત સમજવામાં કદાચ આસાની રહેશે.



સરહદની રક્ષા કરતા સૈનિકને જોઈને જેમ રુંવાડા ઉભા થઈ જાય અને સલામ ઠોકવાનું મન થાય એવીજ લાગણી ખેડૂત માટે નહીં આવે ત્યાં સુધી આત્મનિર્ભર શબ્દ ખેડૂત માટે આત્મહત્યા સમાન જ છે. કિસાન રાહત ફંડ પણ ઉભુ કરતા આપણા ફિલ્મી સિતારાઓને કેમ નથી જોઈ શકતાં આપડે? 


સવાલો ઘણા છે! પણ જ્યાં સુધી હું ખુદથી નહીં બદલાવ જ્યાં સુધી હું પોતે ખેડૂતને મદદ કરવા નહીં પ્રેરાવ, ખેડૂતના હક માટે બોલવા નહીં ઉભો થાવ ત્યાં સુધી બીજાની આશા રાખવી પણ મૂર્ખતા છે. 



મારા માટે દેશ ખાતર અનાજ પકવતો મહેનત કરતો મજૂરી કરતો હર એક ખેડૂત ઈશ્વર તુલ્ય છે અને હા તેમ કરતા ખપી જતો હર એક ખેડૂત મારા માટે શહીદ છે. 



જય હો કિસાન ….અમર રહો કિસાન ….



-વરૂણ આહીર (શોખીન) 





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ