વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાળ-ઉલઝન

બાળ-ઉલઝન  (બાળ કાવ્ય)

**********************

"મોમ, આ કોલોના છું છે? કે'ને.

ચાલને, આપણે 'કોલોના' 'કોલોના' લમીએ?"


"ના, મારાં વ્હાલુડાં! નથી રમવું 'કોરોના' 'કોરોના',

આપણે એનાથી દૂર રહીએ."


"મા, પાપાને તો 'કલીના' બૌ ગમે તો એની બેન કેમ નઈ?

ચું ચે 'કોલોના'? ને કેમ એનાથી દૂલ લહીએ?"


"બિટ્ટુ, 'કોરોના' તો છે એક બાઉ,

એ મા-પાપાથી દૂર કરી દે, તો એનાથી દૂર રહીએ.


વારંવાર સાબુથી હાથ ધોઈએ અને

હાથથી મોં ને આંખને એમ જ ના અડીએ.


ઘરની બહાર ફરવા જઈએ નહીં અને

પિત્ઝા-બર્ગર વગેરે બહારનું ન ખાઈએ."


"એં... એં... એં...

મમ્મા! એને કાઢી મૂક ને,

માલે બા'લ લમ્મા જવું ચે, એને ભાગી જવા કઈએ?"


"હા, બચ્ચા! બધાં ઘરમાં જ રહે

ને કહ્યું માને તો જરૂર એને ભગાવીએ.


આવ, તારા મીઠા અવાજમાં એક વીડિયો બનાવીએ

ને એને વાઈરલ કરીને સૌને સમજાવીએ."


"બધાં ઘલમાં લેજો ને લુમાલ વાપલજો.

કોઈ બા'લ નઈ જતાં ને ગલમ પાની પીજો.


જલદી 'કોલોના' ને માલી દઈએ તો

પેલ્લાંની જેમ ધમાલ- મત્તી કલીએ.


ભાગ 'કોલોના' ભાગ, ભાગ 'કોલોના' ભાગ.

લવિવાલે લાતે નવ વાગે લાઈટ જલાવીએ."


"બસ, હવે તારી આ વાત મીડિયા પર મૂકીએ

ને બેટા, સૌ સમજે એવી પ્રાર્થના કરીએ."


એકતા બતાવીને સૂચનોને અનુસરીએ,

તો બાળ-ગોપાળ સંગ 'નૂતન' જીવન પામીએ.


:- નૂતન તુષાર કોઠારી 'નીલ'

- વાપી

તા.: ૦૪/૦૪/૨૦૨૦

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ