વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી સવાર


મારી સવાર



"બેટા, સવાર પાડી ગઈ..."


"અરે સુવા દેને બા, આટલો વહેલા ઊઠીને શું કરીશ." આળસથી પોતાની સોળ ને ફરીથી માથે ઓઢી રમેશ સૂઈ ગયો.


ફરીથી કાને આવાજ આવ્યો "બેટા, મોડું થઈ જશે." 


થોડો જુંજવતો અને ગુસ્સામાં સોળ ને ફગાવી સીધી નજર ઘડિયાળ સામે કરી અને રમેશે ઊંચા અવાજે કહ્યું " હજુ સવાર ના છ વાગ્યા છે, શું અત્યારમાં ઉઠાડે છે બા..." એટલું કહી રમેશે આંખો ચોળી.


ત્યાં સામે તેની પત્ની ઊભી હતી અને તેની સામે જોય રહી હતી. રમેશભાઈ ખાટલા પરથી ઉતર્યા કે તુરંત તેની પત્ની બોલી " બા, આવ્યા હતા ઉઠાડવા?"


સામેથી આવો પ્રશ્ન આવતા જ રમેશની આંખો એકદમ ખુલી ગઈ અને ઓસરીમાં લટકાવેલી બા ની તસ્વીર સામે પડી કે તુરંત દરરોજ સવારની જેમ તસ્વીર પરથી ફૂલનો હાર નીચે પડી ગયો...



Prit'z...????

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ