વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારું બાળપણ


બાળપણની એક યાદ

" શું આખો દિવસ વાંચવાનું અને લખવાનુ. બહાર જવાનું જ નહી મારે." કાનીયો બોલ્યો.

ગુસ્સામાં રમેશભાઈએ કીધું " મારે પહેલો નંબર જોઈએ..."

કાનીયો નારાજ થઈને ફરીથી વાંચવા બેસી ગયો. અને ધીરેથી પૂછ્યું " શું પાપા તમારો પણ પહેલો નંબર આવતો?"

રમેશભાઈએ તેના પિતાની સામે જોયું અને પાંચમી ચોપડી ભણતો રમેશ સામે આવી ગયો.

રમેશ ઘરેથી ભણવા નવી લીધેલી પેટી લઈને નીકળી જતો અને રસ્તામાં મનીયો થેલી લઈને મળ્યો કે કીધું " શું ભણવા જાય હાલો ને બીજે ક્યાંક જાય."

તે ત્રણ ચાર મિત્રોની ટુકડી હતી. તેમાંથી એક કીધું કે "ક્યાં જશું મનીયા?"

"અરે આપણે તો ખજાનો છે ગામમાં ત્યાં જ જવાનું હોય ફિંદવા."

"હાલો હાલો" કરતા બધા મિત્રો ત્યાં દોડી ગયા અને ખજાનો ફિંદવા લાગ્યા. ત્યાં જ રમેશ બોલ્યો કે " અરે મને જોરદાર મળ્યું."

"શું મળ્યું?" મનિયા એ કીધું.

જવાબમાં રમેશ બોલ્યો  કે " આખી ભરેલી બાકસ(દીવાસળી નું બોક્સ) મળી છે. એ પણ લવિંગ્યા વાળી."

ત્યાં જ એક બોલ્યો કે " રમેશ તારા બાપુ આવે છે." તુરંત બધા ગભરાઈને ઉકેળા પાછળ સંતાઈ ગયા.

"શું પાપા તમારો આવતો પહેલો નંબર?" કાનીયા એ ફરીથી પૂછ્યું...

Prit'z...????

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ