વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માં


એક બાળક આંગણે રમતું હતુ.

રોજ મા ને શોધવા મથતું હતું.


માં મને છે ભુખ જાગોને તમે,

માં કહીને એમ કરગરતું હતું.


લોક આવીને પછી ટોળે વળ્યા,

એમનું મન પણ અહીં રડતું હતું.


ક્યાં ખબર એને હવે કે મા નથી,

ઊંઘતી જાણી ઘણું અડતું હતું.


ન્યાય કેવો હે ખુદા ! તારા ઘરે,

આજ એનું પણ હદય કળતું હતુ.


રોજ શોધે છે તને મા "સુર્યદિપ",

પણ ખુદા સામે કશું વળતું નથી.


ચવેલીયા સંદિપ પી "સુર્યદિપ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ