વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નો સ્મોકિંગ

બીડી કહે હું ગરીબની,

સિગરેટ કહે હું અમીરની.

પણ બેઉ એક થઈને સઘળી પત્તર ફાડી,

ગુટખા મસાલા મોઢું ભરીને અને મોઢામાં દબાવીને ખાધી.

વગર પૈસે ઉધારી રાખી,

ગલ્લે જઈ નામે  માંગી.

ઘડી ઘડીની તલપ પાકી.

ત્યારે ત્યારે ધરાધર મારી ફાકી.

ન  શિકલ જોઈ ન તન સંભાળ્યું.

બસ પર્યાપ્ત , અતિશય ફૂંકે રાખી.

માંદગીનો ઠાંસો ને શ્વાસમાં હાંફતો,

જાણે લાચારીનો ખાટલો.

આ એ જ જેણે હોંશેહોંશે ધુમ્રપાનની બડાશ મારી.

કશ દમ ને ડાબડીમાં,

જીંદગી કેવી જધામણી !

વ્યશની મોજમાં તો,

મસ્ત મજાની જીવની રૂંધાણી.

વધ્યાં છે એ સૌ મૂકી દેજો,

જે ગયા છે એમના સગાને પૂછી લે જો.

હયાતી અને એમની ના હયાતીમાં શું વિતી છે?

એ એકવાર સમજી ને જાણી લે જો.

બાકી પડીકી , પાકિટમાં,

અમથું થોડું, કઈ નો સ્મોકિંગનું હાડપિંજર માર્યું છે..


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ