વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આપણા પંખીઓ

મોરલો ગમે,મને પોપટ ગમે,

પંખીઓની જાત મને બહું રે ગમે...


ચકલી,કાબર,ટીટોડીને તેતર,

ફળિયામાં આવી ગોળ ફરે કબૂતર.

હે.. ઢેલડી ગમે,મને બતક ગમે,

પંખીઓની જાત મને બહું રે ગમે...


બાજ,ગીધ,મેનાને હંસ,

કોયલનો કેવો મીઠો છે કંઠ.

હે..સારસ ગમે મને શાહમૃગ ગમે,

પંખીઓની જાત મને બહું રે ગમે...


મરઘો,મરઘી,સમડીને કાગડો,

પાણીમાં કેવો તરે છે બગલો.

હે..લક્કડખોદ ગમે,મને ગરુડજી ગમે,

પંખીઓની જાત મને બહું રે ગમે...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ