વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આભાસ

રોજીંદા નિત્યક્રમની સવારની એ બસની મુસાફરીમાં,
રસ્તાની જીવંત વાતો સાથે રોજ નવા ચહેરાની ઓળખાણમાં,
આભાસ છે તારો, પણ તું કેમ સાથે નથી?

બપોરના બોરિંગ લેક્ચારમાંથી મારેલા બંકની મજામાં,
ટોળે વળી કરતા અવનવા નાસ્તાની મહેફિલમાં,
આભાસ છે તારો, પણ તું કેમ સાથે નથી ?

બાળકોના કલશોર સાથે સાંજની બચીચાની લટારમાં,
મોબાઈલની રમતોને મોટાની દુનિયાદારીની સમજમાં,
આભાસ છે તારો, પણ તું કેમ સાથે નથી ?

રાતમાં સુમસામ રોડ પર લોન્ગ ડ્રાઈવમાં ગીતોની લાગણીમાં,
રાત્રે ઊંઘવાની તૈયારીમાં ને શમણાની સફરમાં,
આભાસ છે તારો, પણ તું કેમ સાથે નથી ?

નાની અમથી વાત હતી, ક્યાં પહોંચી છે જો,
સમય વહેતાં થયેલા ભૂલ અહેસાસમાં ,
આભાસ છે તારો, પણ તું કેમ સાથે નથી ? 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ