વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના



ઘાવ ન્હોતો ને છતાં માણસ ઘવાયો હતો,

આ હવામાં એકધારો પટ છવાયો હતો.


ઢોર પંખીને પશું આઝાદ જેવા હતા,

ઘેર ખાલી કેદમાં માણસ જણાયો હતો.


હાથ અડવાથી બધે ફેલાય છે એટલે,

લોક-ડાઉન આખરે માણસ કરાયો હતો.


દોષ એનો કયાં હતો તો પણ મરાયો હતો,

રોગ એમાં એક કોરોના જણાયો હતો.


શ્વાસનો વિશ્વાસ કયાંથી લાવવો "સુર્યદિપ",

શ્વાસ પોતે પણ અહિં રોષે ભરાયો હતો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ