વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રેડલાઈટ એરિયા ની એક સ્ત્રી ની વ્યથા

"હા...હું છું વેશ્યા....પણ મને કોણ મોકલનાર અહીં..???"

       હું તો જન્મી ત્યારે જ મા બાપ...કે પછી મા એકલી એ....કોને ખબર...કચરા ના ડબ્બા માં નાખી દીધી હતી.... એતો ભલું થજો એ વડીલ નું જેને મને ત્યાં થી લાવી અનાથ આશ્રમ માં મુકી ગયા... પણ જો વો...હવે મોટી થઇ...ભરાવદાર શરીર ને ગોરો રંગ.... અનાથ આશ્રમ ના બેને મને ભણાવી ને નોકરી પણ અપાવી.....મારુ નામ રાજવી.

હું નિત્ય સમયે નોકરી જતી.. કામ પણ ખૂબ નિષ્ઠા થી કરતી. બધાં જ મારા કામ થી ખુબ ખુશ હતા...

હું પણ ખુશ હતી... જિંદગી જીવાતી હતી..બધું જ સારું ચાલતું હતું.

અચાનક એક દિવસ.....
                  અમારી ઓફીસ માં એક છોકરો આવ્યો... એનું નામ રાજ ...ખુબ જ દેખાવડો..ને બધા સાથે હળીમળી ને રેહનારો..અમારે ક્યારેક જ વાત થતી.. એ પણ કામ માટે ...

સમય વિતતો ગયો... અમે નજીક આવવા લાગ્યા...મને એની સાથે સમય વિતાવવો ખૂબ ગમતું.. ને એ પણ મારી સાથે સમય પસાર કરતો..

એક દિવસ એને મને પ્રપોઝ કયુઁ..હું ખૂબ ખૂબ ખુશ થઈ ગઇ.
ને મે હા પાડી. મે એને મારી બધી જ વાત કરી કે હું અનાથ છું.. તો એ ખૂબ ખુશ થયો... ને હસ્યો.મને ના સમજાયું એનું એ હાસ્ય ....પણ હવે સમજાય છે...

એ મને એક દિવસ એક જગ્યા પર લઈ ગયો... મને લાગ્યું એનું ઘર હશે... એને કોઈ સ્ત્રી ને બોલાવી. મને બતાવી... પછી મને પાછો મુકી ગયો.. અમારૂ મળવા નુ ચાલુ જ હતું.
એક દિવસ એને મને ભાગી ને લગ્ન કરવા કહ્યું ..હું તો આનંદ માં આવી ગઇ... મારા લગ્ન એક સારા ને સંસ્કારી છોકરા સાથે થશે એમ વિચારી..

અમે નક્કી કરેલા સમયે... નોકરી પર થી સીધા નિકળી ગયા...

૨દિવસ હોટલમાં રહ્યા. મજા કરી.પછી ફરી પાછા પહેલા આવ્યા હતા એ ઘરે આવ્યા.......

     પણ....આ વખતે... હું રાજ સાથે રહેવા મારૂ બધું છોડી આવી હતી. પણ આ વખતે રાજ મને મૂકી ને પાછો જવાનો હતો... તેણે મને કહ્યું... હું તને પાછો લેવા આવીશ ....૩જ દિવસ માં નવું ઘર શોધી.... એણે કહ્યું આ મારી તાઈ છે એ મને સાચવશે...હું પણ માની ગઇ કેમકે મને વિશ્વાસ હતો રાજ પર.હું લગ્ન ના સપના જોતી હરખથી રહેવા માની ગઇ.

સાંજ પડી.... ઘર ની બહાર રોશની થઈ... બધાં ની અવરજવર વધી હોય એવું લાગ્યું.... હું બહાર જોવા ગઇ.... પણ આ શું??!!!!

હું આ જોઇ ને સ્તબ્ધ થઈ ગઇ.. તરત મેં રાજ ને ફોન કર્યો .પણ રાજ નો ફોન લાગ્યો નહીં.. મેં ઘણી વાર કોશિશ કરી પણ નિષ્ફળ નીવડી.. હું ખૂબ રડી પછી ત્યાથી ભાગી જવાનું નક્કી કર્યું. મધરાતે હું ત્યાં થી નિકળવાનો પ્રયાસ કર્યો પણ મને તાઇએ પકડી લીધી... હવે તે મારી પાસે બધા ખરાબ કામ કરવા માટે ફરજ પાડી ...હું ના પાડતી તો મારી પાસે મારઝૂડ કરતાં મને જમવા ન આપતા... આખરે હું થાકી ને બધું જ કરવા લાગી.. હું ભાગી ને જાત પણ ક્યાં... જે અનાથ આશ્રમ માં મે મારુ જીવન જીવ્યુ એ પણ હવે મે છોડી દીધું હતું... મારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો...

મને મારા પ્રેમે જ વેશ્યાવૃત્તિ માં ધકેલી દીધી ...હવે મને કોઇ ના પર વિશ્વાસ નથી રહ્યો... જન્મી ત્યારે મા-બાપે છોડી.... ને જેને મારુ સવઁસ્વ સોપ્યુ એણે પણ છોડી....

હવે આ બધાં માં મારો શું વાંક હતો!!!????

                  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ