વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિયતિ ના લેખ

માહી મોલમાં ખરીદી કરી ને સેતુ ને લઈ ને મોલની બાજુ માં આવેલાં બગીચામાં રમવા લઈ ને ગઇ. સેતુ માહી નો એક નો એક દિકરો હતો. માહી સેતુ ને રમાડતી હતી ત્યારે તે થાકી ને બગીચાના એક બાંકડે બેઠી.ત્યાં બાજુ માં કોઈ બેઠું હતું એમને જોઈ ને માહીને થયું કે તે એ વ્યક્તિ ને ઓળખે છે .તેણે યાદ કરવાની ઘણી કોશિશ કરી પણ તેને યાદ ન આવ્યું. એટલામાં એ વ્યક્તિ નાં મોબાઈલ માં કોઈ નો ફોન આવે છે ને એ વ્યક્તિ ફોન રિસિવ કરી વાત કરે છે .
જેવો એ વ્યક્તિ બોલે છે તરત જ માહી તે વ્યક્તિ ને એક નજરે જોવા લાગે છે .તેને લાગે છે કે આ તે જ વ્યક્તિ છે પણ માહી કશું બોલતી નથી .

      પેલા વ્યક્તિ ને ફોન પતે એટલે તે વ્યક્તિ માહી ને જોઈ ને " હાય " કહે છે.પણ માહી જવાબ આપ્યા વગર જ બીજી બાજુ ફરી ને સેતુ ને રમાડવા લાગે છે. પેલો વ્યક્તિ માહી આગળ આવી ફરી માહી ને " હાય  માહી " કહી બોલાવે છે.ત્યારે માહી એ વ્યક્તિ ને પૂછે છે કે , " તમે મને કંઈ રીતે ઓળખો છો,તમને મારું નામ ક્યાથી ખબર ? "

ત્યારે એ વ્યક્તિ પોતાના વિશે જણાવતાં કહે છે કે ,
" હું અવિનાશ છું , માહી ."

માહી બોલી , " અવિ , તું !!"

અવિનાશ એ કહ્યું , " હા હું જ. "

માહી ખુશ થતાં કહ્યું , " તને કેમ ભૂલાય ? પણ ઘણાં સમય પછી જોયો તને ને તારો આખો દેખાવ જ બદલાઈ ગયો છે, હું તને ઓળખી જ ના શકી પણ તારો અવાજ સાંભળી મને લાગ્યું કે હું તમને ઓળખું છું , હું યાદ જ કરતી હતી ને તે મને બોલાવી."

અવિનાશ એ હસતાં હસતાં કહ્યું , " હા મને લાગ્યું તે બીજી બાજુ જોયું તો તે મને નથી જ ઓળખ્યો ,એટલે જ મે તને સામે થી બોલાવી."

માહી એ કહ્યું , " હા અવિ , મેં તને નહોતો જ ઓળખ્યો.બહુ જ લાબાં સમય પછી તને જોયો ને એ પણ એકદમ નવા જ લુક માં. ક્યાં થી ઓળખું ?"

કેવું ચાલે છે જીવન ? માહી થી પૂછાઈ જ ગયું.

અવિ બોલ્યા , " એવું જ જેવું હતું ,બસ હવે એવી મોજમસ્તી નથી કે નથી એવી મિત્ર કે જે મને સમજી શકે."

માહી થોડી મૂંઝાઈ ને બોલી , " કેમ આવું બોલે છે અવિ ? તારી જિંદગી તો હંમેશાં થી ખૂબ જ સરસ ને અદભુત હતી ? તો હવે શું થયું ?

અવિ કંઈ ના બોલ્યો.

માહી એ સેતુ ને પોતાની બાજુ માં બેસાડી એનો મોબાઈલ રમવા આપ્યો જેથી તે એકબાજું બેસી ને રમે જેથી અવિ સાથે વાત કરવામાં ખલેલ ના પડે. આમ તો માહી ક્યારેય સેતુ ને મોબાઈલ રમવા ના આપે પણ આજે એણે મોબાઈલ આપ્યો તો સેતુ પણ બે ઘડી એની મમ્મા ને જોઈ રહ્યો પછી મોબાઈલ રમવા લાગ્યો.

માહી એ ફરી અવિ સામે જોયું ને કહ્યું , " મેં કંઈક પૂછ્યું અવિ ." " જવાબ આપ મને ."

અવિ માહી સામે કંઈ બોલ્યા વગર જ બેસી રહે છે.

હવે માહી થી કંટ્રોલ નથી થતો તે અવિ ને બંને હાથ થી પકડી અવિ ના બંને ખભા પકડી ને કહે છે ," જવાબ આપ અવિ."

ને અવિ એટલું જ કહે છે કે , " મેં હજુ સુધી લગ્ન નથી કર્યા માહી . "

માહી પૂછે છે , " એવું કેમ અવિ ? " " તે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા ? "

ત્યારે અવિ માહી ને કહે છે , " જે મને ગમતી હતી એણે લગ્ન કરી લીધા માહી. મને બીજી કોઈ છોકરી નથી ગમી એના પછી. મારા મમ્મી પપ્પા એ ઘણી છોકરી ઓ બતાવી પણ મન માન્યું જ નહીં ."

માહી એ અવિ ને પૂછ્યું , " એ ખુશનસીબ કોણ હતી ?  અવિ જેને તું આટલો બધો પ્રેમ કરે છે ને , એણે તારા પ્રેમ ની કદર ના કરી. "

અવિ એ કહ્યું , " એ જે પણ છે એને હું આજે પણ એટલો જ પ્રેમ કરું છું , માહી . " " ને એ આજે પણ મારા દિલ ને મન પર રાજ કરે છે , ભલે એણે બીજે લગ્ન કર્યા પણ હું આજે પણ એને એટલો જ પ્રેમ કરું છું, માહી."

માહી નિસાસો નાખતાં બોલતી હોય એમ અવિ ને પૂછ્યું , " કોણ છે એ ખુશનસીબ છોકરી , અવિ . મને તો કહે."

પરંતુ અવિ ના પાડે છે ને કહે છે , " માહી હવે એ છોકરી પરણિત છે. હું એને કોઈ ની આગળ આમ બદનામ ના કરી શકું. જાણું છું તું મારી બહુજ ખાસ મિત્ર છે જેને કોલેજમાં મારી બધી જ વાતો કહેતો પણ માહી અત્યાર ની વાત અલગ છે."

" અવિ..મને તો કહી શકે છે, તું જાણે છે હું કોઈ ને પણ નહીં કહું." ....માહી.

" ના માહી હું એના વિશે તને ના કહી શકું. મને માફ કરજે . પહેલી વાર તને નથી કહી શકું એમ. " અવિ.

" તું તો મને કહે માહી , તારા લગ્ન કંઈ રીતે થયાં. " અવિ.

" અવિ, મારા લગ્ન મારા પરિવાર ની મરજી થી થયાં."
માહી.

" અવિ , શું કહું તને ,કોલેજ પત્યા પછી મને સારી કંપની માં નોકરી લાગી ગઇ. હું જે કંપનીમાં કામ કરતી હતી એ કંપની ના માલિક મારા કામ થી ને મારા માં રહેલી કામ ની ને કંપની પ્રત્યે ની ઈમાનદારી થી ખૂબ ખુબ ખુશ હતાં એમણે એક વખત મારું સરનામું માગ્યું ને કહ્યું , મારા માટે એક સુંદર ભેટ છે કંપની તરફ થી ને એ ઘરે પહોંચાડવાની છે."

" હમમ ".. અવિ.

" મેં એમને મારા ઘર નું સરનામું આપ્યું ને મારા કામ માં પરોવાઈ ગઇ." " એ સાંજે હું ઘરે ગઇ તો મારા ઘરે પહેલે થી જ કંપનીના માલિક ને એમના માતા પિતા આવેલાં હતાં. એમને મારી સાથે લગ્ન કરવા હતાં. મારા માતાપિતા ને એમનો પ્રસ્તાવ ગમ્યો ,બધું જ સારું હતું એટલે એમણે મારા લગ્ન એમની સાથે નક્કી કરી દીધાં."....માહી.

" તને તારા માલિક ગમતાં હતાં માહી? "...અવિ

" ના , પણ માતા પિતા ના નિર્ણય ને માન આપવા મે લગ્ન માટે હા પાડી દીધી. "....માહી.

" તે કોઈ ને ફક્ત એટલે જ હા પાડી કેમ કે તારા માતા પિતા ઈચ્છતા હતા? "...અવિ.

" હા અવિ , મેં એટલે જ હા પાડી હતી."...માહી.

" માહી , એક વાત પૂછી શકું ? " ....અવિ.

" હા બોલને અવિ."....માહી.

" તને કોઈ ની સાથે પ્રેમ નહોતો થયો ? "...અવિ.

" થયો હતો અવિ, એને મેં કેટલીય વાર કહેવાનો પ્રયન્ત કર્યો હતો ,પણ એ ક્યારેય ના સમજ્યો. ને સમય વિતી ગયો. પછી એ એના રસ્તે આગળ વધી ગયો ને હું મારા રસ્તે આગળ વધી ગઇ."...માહી.

" જાણી શકું એ અણસમજ કોણ છે જે તારા પ્રેમ ને ઓળખી ના શક્યો ?"....અવિ.

" અવિનાશ ".....માહી.

" શું ??!!!"...અવિ.

" કંઈ નહીં અવિ...એતો એમ કહેતી હતી કે હવે સમય થઈ રહ્યો છે મારે ઘરે જવું જોઈએ. "..માહી.

" માહી ,તું આમ વાત અધૂરી મૂકી ને ના જા. મહેરબાની કરી ને કહે કે હું જે વિચારું છું એ સાચું છે.".....અવિ.

" અવિ , હવે મારે ઘરે જવું જોઈએ."" સેતુ પણ ભૂખ્યો થયો હશે."...માહી.

" હા માહી તું જા પણ મને જણાવી ને જા...એ વ્યક્તિ હું જ હતો ? "...અવિ.

" અવિ , તું જાણી ને શું કરીશ ?"
" તને તો કોલેજ મિત્ર તરીકે હું ગમતી હતી ,હું જ પાગલ હતી તારી પાછળ, આખી કોલેજ ને ખબર હતી કે માહી અવિ ને પ્રેમ કરે છે બસ એક તને જ નહતી ખબર. "...માહી.

" ઓઓઓ....માહી..આ શું કર્યું તે ?"
" તારે એકવાર મને કહેવું તો હતું ? "
" હું પણ તો...."...અવિ બોલતાં બોલતાં અટકી જાય છે. ને માહી ને બાય કહી ચાલવા લાગે છે.

" અવિ...પૂરું કર તારી અધૂરી વાત.... હું પણ તો..શું અવિ ?"....માહી.

" માહી એ જ જે તે કહ્યું.. હું પણ તને પ્રેમ કરતો હતો પણ સારી મિત્ર ના ખોવી પડે એ ડર થી મેં તને ક્યારેય કહ્યું નહીં..." ને અવિ અફસોસ વ્યકત. કરે છે.

" અવિ મેં તને કેટલીયે વાર કહેવા પ્રયન્ત કર્યો પણ તે બધું જ મજાક માં લીધું." માહી રડવા લાગે છે.

" અવિ એના પછી પણ મેં ૧ વર્ષ તારી રાહ જોઈ પણ કોલેજ પત્યા પછી તો તું જાણે ગાયબ જ થઈ ગયો.. તારો ફોન નંબર પણ બદલાઈ ગયો હતો. મેં કેટલીય વાર તારા નંબર પર ફોન કરવાનો પ્રયન્ત કર્યો પણ ના લાગ્યો ને પછી હું મારી જિંદગીમાં આગળ વધી ને માતા પિતા ના કહ્યા પ્રમાણે રાહુલ જોડે લગ્ન કરી લીધા."....માહી.

" માહી ,હવે આગળ વધી જ ગઇ છે તો પાછી ના પડતી મને મળી...આગળ જ વધજે."

" સમજજે હું તને ક્યારેય મળ્યો જ નથી ." એટલું કહી અવિ ત્યાંથી જતો રહે છે " ને પાછળ ફરી એકવાર પણ જોતો નથી..

માહી અવિ ને જતાં જોઈ રહે છે ને અફસોસ કરે છે એકવાર કહ્યું હોત અવિ તો આજે આપણે સાથે હોત.ને પછી સેતુ ને લઈ ઘરે જવા નિકળી જાય છે.

ફરી એકવાર માહી ને અવિ પોતપોતાના રસ્તે આગળ વધી જાય છે.

સાચે જ નિયતી ના લેખ કોઈ નથી બદલી શકતું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ