વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નદીની ગાથા

એક ઝરણું નાનું સુ

મેરૂતળે થી ઉદ્ભવીને

નવી દુનિયા

પામવાને

ખળખળ વહી રહ્યું..!!


પોતાના ઉદ્ગમસ્થાન ને

છોડીને..


સારા નરસા બધાં

અનુભવોને

સંજોઈને

ઝરણું

બની ગયું હવે

એક વિશાળ

નદી..


છે એક ધીર ગંભીરતા

એનામાં..

અસ્તિત્વ પોતાનું

ભુલાવી

નીકળી પડી

દિવાકર ને પામવા...


શું આ પ્રેમ છે 

કે 

વિનાશ પોતાની 

પિછાણ નો?


લાગે 

નદી અને નારી ગાથા

એકસમાન!!


જન્મસ્થાન છોડીને

પારકાને પોતાના

કરવા 

બંને 

ગુમાવે પોતાનું

નામઠામ ને

સ્વમાન.....


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ