વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખબર એ પડતી નથી

તુ ગમે છે કે તારી વાતો ખબર એ પડતી નથી,

વાતો કરવી ગમે છે કે ઝઘડા ખબર એ પડતી નથી,

રિસાવું છું એટલે તું મનાવે છે કે તું મનાવે એટલે,

રિસાઉ છું ખબર એ પડતી નથી,

તારા માટે ગુસ્સો વધુ છે કે પ્રેમ ખબર એ પડતી નથી ,

તને ચાહું છું કે મારો માનું છું ખબર એ પડતી નથી,

તું આદત છે મારી કે ચાહત છે ખબર એ પડતી નથી,

તને જોવું ગમે છે કે તારો અવાજ ગમે છે ખબર એ પડતી નથી,

તું મને પ્રેમ વધુ કરે છે કે કાળજી વધુ રાખે છે ખબર એ પડતી નથી,

આપણી મિત્રતા વધુ છે કે પ્રેમ ખબર એ પડતી નથી,

તને અનુભવું છું કે ચાહું છું ખબર એ પડતી નથી,

મારા વિચારોમાં છે તું કે સપનાઓમા ખબર એ પડતી નથી,

તારી જીદ છું કે આદત ખબર એ પડતી નથી,

તું જેટલા વખાણ કરે છે એટલી જ સુંદર છું કે નહીં ખબર એ પડતી નથી,

તને હું ગમું છું કે મારી આદત છે તને ખબર એ પડતી નથી,

ખબર માત્ર એટલી જ છે જે પણ છે આ ,મને કંઈ નડતું નથી બસ ગમે છે. 💞






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ