વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી જરૂર પડી છે. ...

કૃષ્ણ  હવે તારી જરૂર પડી છે. .......
રસ્તાઓની  મહેફિલ  થોડી ઓછી  પડી છે, 
થઈ રહી છે હાલ ' video call ' પર વાત,  
ત્યારે લાગણીઓની સંવેદના ઓછી પડી છે. 
કૃષ્ણ હવે તારી જરૂર પડી છે. ....

રંગીન  દુનિયામાં શાંતિની ઓછપ પડી છે, 
સુખની બે પળોમાં પણ તિરાડ પડી છે,  
થઈ રહી છે હાલ ' voice call ' પર વાત, 
ત્યારે સ્મિત પર તો જાણે કોઈની નજર પડી છે. 
કૃષ્ણ હવે તારી જરૂર પડી છે. ....

' Lock ' થયેલા સમય પર રણની રેત પડી છે ,
 મારા વિચારો પર તો મંદીની લહેર પડી છે, 
થઈ રહ્યા છે હાલ ' WhatsApp ' પર ' video ' shear, 
ત્યારે એક ક્ષણની મુસ્કાન પણ રિસાઈ પડી છે .
કૃષ્ણ હવે તારી જરૂર પડી છે. ....

                                                - કૃપા દીપક સોની 
                                                  ( માંડવી -કરછ )

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ