“હૃદયની વેદના
“હૃદયની વેદના"
વિતેલી આ વેદનાની શુ વાત કરૂ ?
થયાં છે શા હાલ કે શુ વાત કરૂ ?
રાખ્યા હૃદયમા ખૂબ ઊંડે સુધી,
થયાં એ જ હૃદયથી દુર શુ વાત કરૂ ?
થાય ઘડીક મેળાપ ને થાય કે લાવ ને વાત કરૂ ,
પણ આવે અવાજ હૃદય માંથી કે શુ વાત કરૂ ?
કરવી છે વાત, સવાલો છે ઘણા,
પણ આવે જ્યારે એ સામે ત્યારે કેવા શબ્દોથી શરૂઆત કરૂ ?
વિતેલી આ વેદનાની શુ વાત કરૂ ?
થયાં છે શા હાલ કે શુ વાત કરૂ ?
ભરત રાઠોડ