વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનોખો સંબંધ

શિર્ષક -અનોખો સંબંધ


હું અંદર પ્રવેશી  ચારે તરફ નજર કરી. ત્યાં એક આસન પાથરેલુ  હતું. એક સામાન્ય ઓરડી હતી. આટલી ભીડ ભાડ વાળી જગ્યા એ આટલી ભયાનક શાંત અંધાર ઓરડી કઈ રીતે હોઈ શકે. પણ હવે હું અંદર પ્રવેશી ચુકી હતી.

મેં એક લંગોટ પહેરેલ એક સાધક બાવાને જોયા. તેમના ડાબા હાથમાં  ફરસો હતો અને ખભે ખોપરી ટીંગાડેલી હતી.તેમના  હાથ માં એક સાથે ત્રણ સિગારેટ હતી અને એમણે એ ત્રણેય એક સાથે સળગાવી કશ મારી, ત્યાં જ એમની નજર મારી સામે પડી. એમણે તરત જ સિગારેટ બાજુ માં મૂકી. એમની આંખો કાજલ કરેલી હોય એવી ગાઢ  હતી.

એમનો પહેરવેશ જોઈ મને થોડું un confirtable લાગ્યું. આખા ખડતલ શરીર માં માત્ર એક લંગોટ જ હતી.

એમણે ભારેખમ અવાજે  મને બાવા હિન્દી માં પૂછ્યું  "બચ્ચા શું ચાહિયે", 'યે નાગા બાવા કો કિસ લિયે યાદ કીયા'.

"મેં બેંક સે આઈ હું " મારે વીરેન્દ્રભાઈ નું કામ છે.

એ બોલ્યા, 'વીરેન્દ્ર કો મરે હુએ 25 સાલ હોં ગયાં' યે તો વર્જનાથ બાબા હે.

મેં કહ્યું 'માફ કરના લગતા હે, મેં કહી ઓર જગા આ ગઈ હું'. પર એક confidential letter મેં મુજે ઉનકા સિગ્નેચર ચાહિયે થા ઓર એડ્રેસ યહી થા તો મેં આ ગઈ.

એ બોલ્યા-' 'બચ્ચાં વો મેં હી હું પર અબ મેં વર્જનાથ બાબા બન ગયા હું'.

મને ખુબ આશ્ચાર્ય થયું. મેં એમનું આઈ કાર્ડ માગ્યું.

એ ખડખડાટ હસ્યાં અને કહ્યું 'નાગા  બાવા એક અઘોરી, કા આઈ કાર્ડ'? એક તાંત્રિક કા આઈ કાર્ડ યે હોતા હે.

એમણે ખોપરી તરફ ઈશારો કર્યો.

હવે હું રડવા ની તૈયારી માં હતી. હું એકદમ બીકણ ભાગ્યે જ એમની સામે જોઈ  શકતી હતી.

મને લાગ્યું હું વધુ અહીં ટકી તો હું પોતે જ confidential બની જઈશ.

મને બીક લાગી એ એ જાણી ગયાં હશે.

એટલે એમણે કહ્યું 'બચ્ચા ગભરાઓ મત મેં હી વીરેન્દ્ર હું ઓર સબ દાન મેં દે ચુકા હું'

બેન્ક વાલે કો મેંને જો  લેટર  ભેજા વો સહી હોશ હવાસ મેં ભેજા હે. મેરા સબ દાન કરને કા હે, મેને કિસે કહાં કિતના શેર કરના હે વો બતા દિયા હે.

1.50 કરોડની સંપત્તિ દાન માં આપનાર આ લંગોટ વાળા બાવા ને મને જાણવા ની ઇચ્છા થઇ આવી.

મેં કહ્યું 'બાબા આપ મહાન છો'. મારું ધ્યાન વારેવારે એમની લંગોટ તરફ જતું હતું.

એ બોલ્યા 'બચ્ચા નહિ દેખા હોગા એસા',  ઓર મેં ઇસ વસ્ત્ર મેં સિર્ફ સ્મશાન મેં જતા હું. પર આજ તુમ આ ગઈ. જલ્દી  કામ કહો બચ્ચા મુજે જાના હોગા. ઓર હાં

જાન ના ચાહોગી યે ક્યાં હે?

મને બીક પણ લાગી રહી હતી અને મારે જાણવું પણ હતું.

એ બોલ્યા 'બેઠો.'

હું બીતા બીતા બેસી ગઈ આસાન પર .

એ બોલ્યા - 'આ સર્પ ના ચામડાની લંગોટ છે',

'અમુક જાતની ક્રિયામાં જયારે અગ્નિ તત્વની ઉગ્ર ઉપાસના કરવાની હોય ત્યારે સર્પની લંગોટિ સિદ્ધ કરી ને પહેરવામાં આવે છે. આ લંગોટિ બ્લેક કિંગ કોબ્રા ની ચામડી હોય છે.'

હું બરાબર ની કાંપી રહી હતી, પણ મારી અંદરની જીજ્ઞાશા બધું જાણવાની હતી.

એ આગળ બોલ્યા 'આ લંગોટ બનાવવાની એક તંત્ર ક્રિયા હોય છે, અમ્લ અને ક્ષર ગુણ ધરાવતી વનસ્પતિ ના સ્વરસ માં જીવતા સર્પ ને ડુબાડી ને આઠ દિવસ રાખી મુક્યા બાદ તેની અખંડ ચામડીની ખોળ હડ્ડી અને માંસ ને છોડી જુદી પડી જાય છે ત્યાર બાદ ચામડી ની ખોળને યોગ્ય રીતે ગોઠવી લાલ એરંડા ના પાન ની લૂગદિમાં મુકીને રાખવામાં આવે છે, જેથી તેં ચામડી સુંવાળી, મજબુત અને દોષ રહીત બની જાય છે. અને આના પર તાંત્રિક ક્રિયા કરી એને પહેરી લેવા માં આવે છે.

ઓર નાગા બાવા નાગા નઈ રહેતા.

"અમે બન્ને હસી પડ્યા".

પર તુમ ધબરા ના મત યે લો  યે રક્ષા કરેગા ઓર જીસ પીડા સે ગુજરી હોં સાત પેઢી તક નઈ ડોકાયેગી.

મને એક  પીડા દાયક સર્જરી યાદ આવી ગઈ. એમણે કહ્યું બસ અબ કુછ નઈ છુંએગા તુમે ઓર તુમારે પરીવાર કો.

એમ કહી મને એક રુદ્રાક્ષ આપ્યું.મેં જેવું એ રુદ્રાક્ષ લેવાં હાથ લંબાવ્યો ત્યાં જ મને એક પરિચિત સ્પર્શનો અનુભવ થયો.

અમુક જ સેકન્ડમાં મને એક અજીબ લગાવ થવા લાગ્યો આ બાબા થી.

મેં સામે એમને પેલો લેટર આપ્યો અને એમની સહી કરાવી હું નીકળી ગઈ.

ઘણું મોડું થઇ ગયું હતું. એટલે બધાં પેપર્સ લઇ ઘેર ગઈ.

ઘરે જમતા જમતા મેં મમ્મી ને મેં આખી ઘટનાની જાણ કરી.

એને પરસેવો છૂટી રહ્યો હતો.

મેં કહયું મમ્મી ચિંતા ના કર?મારે ક્યાં રોજ રોજ જવું છે.અને મને એ વીરેન્દ્રસિંહ ના ના  વર્જનાથ બાબા સારાં લાગ્યાં....

આ નામ બોલતાની સાથે જ મારી મમ્મી ને થોડી ગભરામણ થવા લાગી. પપ્પાની  પીડાદાયક mandgiq પછી મમ્મી આવું જ વર્તન કરતી.

અત્યારે મારાં સિવાય એનું હતું પણ કોણ?

હું ઘણી વાર  ઈચ્છતી કે..... એનાં જીવનમાં કોઈક આવી જાય, પપ્પા એક નામાંકિત ડો.હતાં એ  વિશે તો  સાંભળ્યું હતું, પણ  વધું મમ્મીને પૂછવાની હિંમત પણ નથી થતી,

એ મૌન ને હું ક્યારેક સમજી લઈશ એ વિચારે હું  ડાઇનિંગ ટેબલે થી ઉભી થઇ.

મમ્મી હજું ત્યાં જ બેઠી હતી, હું tv જોવા ડ્રોઈંગ રૂમ તરફ ગઈ..

થોડીવારે મેં જોયું કે મારી મમ્મી કોઈ દિવસ નહીં ને આજે કૅમ મારું પર્સ ફેંદી રહી હતી. એણે છાનામાના એ પેપર્સ ના ફોટા પડ્યાં મોબાઈલ માં.

હું ઉભી થઇ એને પૂછવાનું વિચારી જ રહી ત્યાં  મારું ધ્યાન નથી, એમ સમજી મમ્મી બોલી,' બધી વસ્તુ ઠેકાણે રાખતા શીખ'.

કોઈ ડાઇનિંગ ટેબલ પર પર્સ મૂકે, પછી સવારે શોધવાની  માથાકૂટ મારે કરવાની એમ કહી એણે મને પર્સ આપ્યું.

એનું આમ કરવાનું કારણ હું પૂછી ના શકી.

બીજા દિવસે હું રોજની જેમ બેંક પહોંચી.આજે ઉતાવળ માં લંચ બોક્સ ભૂલી ગઈ હતી, સામે જોયું તો મમ્મી મારી કેબીન તરફ આવી રહી હતી, લંચ બોક્સ આપવા.

ઘણું અજીબ લાગ્યું.. હું ખુશ થઈ, મેં કહયું -'આવ મમ્મી અને આવી ભાગદોડ કરવાની ક્યાં જરૂર હતી',  અને ચાલ સાથે જમી લઈએ. એને આનાકાની કરી.

મમ્મી નું વર્તન અજીબ લાગી રહ્યું હતું.

અચાનક મમ્મીના મોબાઈલ માં લોકેશન નો voice આવ્યો.


એણે ફાટફાટ મોબાઈલ સાઈલેંટ કર્યો, અને કહયું' જમી લેજે હું જઉ છું 'અને એ અચાનક કેબિનની બહાર નીકળી ચાલવા લાગી.

મારાં મગજ માં ઘણાં સવાલો ઉદ્દભવવા લાગ્યાં. મમ્મીના મોબાઈલમાં બઁક ના લોકેશન ના બદલે પેલાં બાબા ના લોકેશન........

શું મમ્મી ત્યાં જઈ ને આવી હશે કે હવે જવાની હશે? એણે શું કામ એ બેન્કનાં પેપર્સ ના ફોટા પડ્યાં. મારું મગજ ચકરાવા લાગ્યું. હું લંચ કરવાને બદલે સ્ટાફ ને કહી નીકળી કે હું લંચ બ્રેક માં બહાર જઉ છું સમયે આવી જઈશ.

હું સીધી જ એ બાબા ના એડ્રેસ પર ગઈ, આશ્ચર્ય મમ્મીનું એક્ટિવા ત્યાં જ હતું થોડે દૂર.. હું ધીમા પગલે અઢળક વિચારો સાથે  બીતા બીતા અંદર પ્રવેશી..

એ બન્ને વાર્તાલાપ કરી રહ્યાં હતાં.

"વીરેન્દ્ર એક ભુલની આટલી સજા, ક્યારેય વિચાર્યું હું ક્યાં હોઈશ? કઈ હાલત માં? હું જીવી મરી"...

અને એ દિવસ પછી તમામ સંપર્ક છોડી ચાલ્યો ગ્યો, એકવાર પણ પાછુ વળી ના જોયું.

મેં કહયું હતું અવંતી બધું છોડી આવી જા નહિ તો હું બાવો બની જઈશ.

હું એ બાવાને નીરખી રહી હતી. એની આંખો માં 25વર્ષ જૂની દર્દ પીડાને હું અનુભવી રહી હતી..

મારે જાણવું હતું આ રહસ્ય જો હું વધારે નજીક જઈશ તો બન્ને ચૂપ રહેશે અને મને સત્ય ખબર નહીં પડે.

હું ત્યાં એ પથ્થર પાછળ છુપાઈ ને બેસી ગઈ.

એ બાબા બોલી રહ્યાં હતાં, ' શું વાત કરવી છે અવંતી બોલ તારી દુનિયાદારીથી હું તે સમયે પણ દૂર હતો, અને આજે પણ  દૂર જ છું, મને કોઈ નિયમો, શિષ્ટચાર, રીતભાત ની પડી નહોતી'.

જો છતાં તારી દરેક વાત ને  સલાહ મેં માની જ હતી, પણ એક અંતરાય ઉભો થઇ જાય એ હદે તું  વર્તન કરે જે મારાં  માન્યામાં નહોતું. અને ઘણાં રહસ્યો સંઘરી બેઠો છું, એને સ્મશાન માં જ દફનાયેલા રહેવા દે. '

આટલુ કહી એ ચાલવા લાગ્યાં.

મમ્મી એ કસી ને એમનો હાથ પકડી ઊભાં રાખ્યા.

વીરેન્દ્ર મુસીબત આવે ને તમે ભાંગી પડો એવું વિચારવાનું  દુસાહસ મેં ના કર્યું ના હોત તો સારૂ. હું કેમ મોડી પડી એ વાત નો અફસોસ આજે ય છે.

એ  કમંડલ લઇ કાંઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર ચાલ્યા ગયાં.

મમ્મીએ એમને રોકવાની કોશીશ કરી પર આ વખતે નિષ્ફ્ળ.

                                    ********

હું ઘરે પહોંચી, મમ્મી ઘણી આકુળ વ્યાકુળ હતી.મારી અધૂરી જાણકારી સાથે મને  ચેન નહોતું પડતું. મમ્મી ને પૂછવાની હિંમત નહોતી, પણ મારે બધું જાણી લેવું હતું.

મેં મમ્મીની ગેર હાજરીમાં મેં એનાં કબાટથી માંડી એની દરેક વસ્તુ ફંફોળી નાખી, પણ અસફળ. મારે મમ્મી ને પૂછ્યા વગર જ અનુમાન ના રસ્તે આગળ વધવાનું હતું. મારાં આંતરિક મનમાં પ્રશ્નોતરી નો કાફલો દોટ મૂકી રહ્યો હતો. મારાં મનમાં ઉદ્દભવ પામી રહેલા વિચારનું મૂળ અને અંત માત્ર બાબા જ હતાં.

મારી પાસે સમય ઓછો છે, જો એ  ચાલ્યાં ગયાં તો એમને શોધવા મુશ્કેલ છે અને  હવે તો એ હવેલી જેવું ઘર પણ દાનમાં જવાનું છે.

મારાં મનમાં અવનવી યોજના આકાર લઇ રહી હતી. મારે મારાં નાના ને મળવું કે ફુઈ બા ને... કોણ જાણતું હશે આ રહસ્ય? પણ એક બીક મને રોકી રહી હતી કે આ રાઝ મમ્મી પૂરતું જ હશે તો આ ઉંમરે એની દોષી હું સાબિત થઈશ.

આ સંજોગોમાં જો એક પણ વાત કે શબ્દ અર્થહીન પગલું ભરી બેસાશે તો પરિણામ કંઇક અલગ જ હશે.


અચાનક જ મને આવ્યું કે મમ્મીને ડાયરી લખવાનો છે,

મમ્મીની તિજોરી ખોલી કંઇક  શોધવા લાગી ને મમ્મીની ડાયરી મળી પણ ગઈ..

ને હું વાંચવા અધિરી બની, હૃદય ના વધતા ધબકારા ને શાંત પાડી હું વાંચવા લાગી.. જેમાં મમ્મીએ વીરેન્દ્ર સાથે મળવાથી લઈ છેલ્લી વખત ની મુલાકત સુધી નું વર્ણન કરેલું જેમાં મેં જાણ્યું કે વીરેન્દ્ર એ મમ્મીને તેઓ મળ્યા એના બે દિવસ પછી બધું છોડીને પોતાની  પાસે આવી જવા જણાવેલું પણ મમ્મી સમયસર ના પહોંચી શકી.. ને એની ડાયરી પુરી થઈ ગઈ..

હું અધૂરી  ગુંચવણ અને ચિંતા સાથે  થાકી ને સુઈ ગઈ.


                               *****

સૂર્યોદય થતાં જ હું નીકળી પડી, મારે મારાં કામના સમય પહેલાં ઉકેલ લાવવો જ હતો.

બસ આખા રસ્તે એક જ ચિંતા ઘેરાયેલી હતી કે બાબા ક્યાંક ચાલ્યા ના ગયાં હોય.


હું ગભરાતી ગભરાતી અંદર પ્રવેશી. વાતાવરણમાં કપૂર અને ધૂણી ની સુગંધ હતી. મને મુંઝારો થઇ રહ્યો હતો.

હું બન્ને પાર  મને ખાલી મહેસુસ કરી રહી હતી. હું શું પૂછીશ? કે અવન્તિ સાથે શું સબંધ? અને શું ખાત્રી કે એ મારું  મનોમંથન સમજી જ જશે. હું મારી જાતને વધુ ગુંચવી રહી હતી. મારી માનસિક દશા વ્યગ્ર અને વ્યાકુળ થઇ રહી હતી, ગમે તે ઉપાયે મારે બધું જાણી જ લેવું છે.



એમના હાથમાં કંઇક સાધન સામગ્રી હતી મને જોઈને  એમણે પૂછ્યું 'ક્યુ આના હુઆ બચ્ચાં'?  મારાંથી કશું જ બોલાયું નહિ મેં એમને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા એ મને જોઈ રહ્યા હતા.

મને પણ કંઈક શબ્દ સંભળાયો નહીં કદાચ એમને મને આશીર્વાદ આપ્યા હોય એવું મેં અનુમાન કર્યું.

તેમણે એ સાધન સામગ્રી બેઠક પાસે મૂકી પોતે બેઠક લઇ મને મને બેસવાનો ઈશારો કર્યો.

કોણ જાણે કેમ મને શું થયું પણ મારા મનમાંથી કોઈ ઈચ્છા કોઈ પ્રશ્ન કે કશું એક ઉદગાર પણ નીકળ્યો નહીં. હું  તેમની પાસે જઈને ગોઠણભેર થઈ  તેમના ખોળામાં માથું મૂકીને આંખો મેં બંધ કરી દીધી. હું કોઈક અલગ જ આનંદિત દુનિયામાં જઈ પહોંચી હતી.


એમણે મારી સામે જોયું.. ને એક સ્મિત આપ્યું.. મને થોડી રાહત લાગી હું થોડી સ્વસ્થ થઈ એટલે મેં એમને કહ્યું કે

બાબા આપે જ તે દિવસે કહયું હતું કે જાઓ નિશ્ચિત રહો, કોઈ મુશ્કેલી નજદીક નહિ આયેગી. મારી મદદ કરો ખુબ મૂંઝવણમાં છું.

અને મારાં થી બોલાઈ ગયું, બાબા હું અનાયાસે અહીં આવી ચડી અને મારી મમ્મી  અવંતી પણ....

બાબા મારી મમ્મી તો એ દિવસે  નક્કી કરેલા સ્થળે આવેલી પણ તમે જ એની રાહ ના જોઈ શક્યા.

તેઓ બોલ્યા  બચ્ચા સબ કુદરત  કી મરજી. તુમ  મિલના ચાહોગી વીરેન્દ્રકો, તો સુનો યે વ્રજનાથ કી જુબાની વીરેન્દ્ર કી કહાની, ફિર ન્યાય કરના મેરે બચ્ચાં .

એમને સાંભળવા હું વ્યાકુળ હતી.

તેઓ બોલ્યા  એ દિવસે   અવંતીને  મળવાની  આતુરતા ખુબ હતી. અમે બન્ને આ જગ્યા, આ શહેર છોડી પ્રેમની દુનિયા વસાવવા ચાલ્યા જવાનાં હતાં.

પરંતુ  મને જરા ચક્કર જેવું આવતા મારાં  દોસ્ત મને હોસ્પિટલ ગયા.જેમાં અવનવા ટેસ્ટ દ્વારા મને  બ્લડકેન્સર છે એવું  નિદાન સામે આવ્યું, ને એય બીજા સ્ટેજ નું..મેં  કોઈ પણ વિકાર નહિ દેખાયા હોવાની દલીલ કરી જેની સામે ડોક્ટરે અમુક લોકોને લાસ્ટ સ્ટેજ સુધી ખબર નથી પડતી એમ કહી દવા શરૂ કરવા કહ્યું...

કેટલીયે ગડમથલ ચાલતી'તી મન માં ને આખરે મગજ જીત્યું ને મેં મક્કમ  પણે અવંતીને   મળવા જવાનું માંડી વાળ્યું..

અને હું બોલી પડી, અને 'મારી મમ્મી ને લાગ્યું એ મોડી પડી છે'.

હે ભગવાન આવી કેવી પરીક્ષા.

અચાનક જ અમને સાંભળી રહેલી  મમ્મી સામે આવી અને બોલી, -ને' હું  પાછી વળી ગઈ   મોડી પહોંચવા ના અપરાધ ભાવે, ને બીજા દિવસે જે લગ્ન માટે માંગુ આવ્યું એ સ્વીકારી લીધું. શહેર ના નામાંકિત ડોકટર  અસ્મિત સાથે'.

ને  હું પરણીને આવ્યા પછી બીજા મહિને જ ગર્ભવતી હતી જેની જાણ થતાં જ હું થોડી ગભરાઈ પણ  અસ્મિતે મને  સંભાળી લીધી, ને  તમારી આ સાક્ષી નો  જન્મ થયો..

મને કેમ આમને જોઈ પોતાના પણું જેવું અનુભવાઈ રહ્યું હતું એ  ખબર પડી.

આંખ માં આંસુ સાથે  બાબા બોલ્યા  અને મને એક અઠવાડિયા પછી  ખબર પડી કે મારી સાથે દગો થયો છે, મારાં  રિપોટર્સ બદલાઈ ગયેલા, મને માત્ર તાવ ને અશક્તિ આવેલી,પણ  ફાઇલ પર ના ડો.ના નામ પર  ધ્યાન ગયું ને ડોક્ટર  અસ્મિત નું નામ વાંચી હું સઘળું પામી ગયો.

અવંતી તને મળવા હું આવ્યો, પણ તને  ખુશ જોઈ ને  ત્યાંથી પાછા વળી ગ્યો.

મને જીવન માંથી રસ ઉડી ગયો..અને ચાલી નીકળ્યો બધું છોડી ને.......

એમની વાત સાંભળી હું અને મમ્મી સ્તબ્ધ હતા, કારણ એ બોલ્યા 'અમુક મહિના પછી મારાં  સાધકો દ્વારા જાણ થઇ કે

ડો. અસ્મિત મને શોધતા આવ્યાં હતાં પણ મુલાકાત ના થઇ એટલે એક લેટર આપી ચાલ્યાં ગયાં. જેમાં લખ્યું હતું

કે  અવંતીને ડો. એકતરફા પ્રેમ કરતા હોવાનો, અને અવંતી ને મેળવવા માટે એમણે કરેલા અપરાધ નો એકરાર કરેલો ને એ અપરાધ ના પ્રાયશ્ચિત રૂપે એમણે સાક્ષીનો હૃદય પૂર્વક સ્વીકાર કરેલો, અને બન્ને ને  આજીવન ખુશ રાખવાનો પ્રયત્ન કર્યા નું લખવા સાથે એમણે મારી માફી માંગેલી, અને સાક્ષી ને  સાચા પિતા થી આજીવન દૂર રાખવાની...  હું અવાચક બની રહી.. આ બંને ના પ્રેમ ને જાણીને...

દીકરા ધ્યાનથી પેલા પેપર વાંચી લેજે એ દાન માં અમુક રકમ મારાં પ્રિય એવાં તમે બન્ને પાત્ર ના નામે હશે.....

આ જગ્યા છોડી  ચાલી જવાનો મારો સમય ફરી આવી ગયો છે.એ ભારે હૈયે બોલ્યા.

એક મજબૂત ખડતલ શરીર સાથે ભયાનક લાગતો આ અઘોરી મને એકદમ પ્રેમાળ લાગ્યો, હું દોડી ને એમને વળગી પડી, સાથે મારી મમ્મી પણ એ કહેવા....  કે હવે

.....આ વળગણ અપનાવી લો........


પારુલ અમીત "પંખુડી"☘️🍁















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ