વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પામીને રહ્યો

આઘાત આવે તો પછી નારાજ થાવું શું વળી?

નારાજગીમાં સફળતાનો ક્યાસ કાઢીને રહ્યો.


ખરડુસને ખંધા હતા,જે સમજતા ના પ્રેમને,

મારી કસોટી પણ કરી,હું પ્રેમને પામીને રહ્યો.


ઐશ્વર્ય તારુ એટલુ તારા વડે દીપી રહ્યો,

અંધારને છોડી હવે ઉજાશ પામીને રહ્યો.


છે મોજ મારી એટલી કે રાત કાળી ઉજળી,

આશા અને તૃષ્ણા વચાળે રાત ગાળીને રહ્યો.


સર્જન તમારા પ્રેમનું કેવું થયુ છે "સુર્યદિપ",

વ્હાલા હતા મારા દિલે એને જ પામીને રહ્યો.


"સુર્યદિપ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ