વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્પેસ

નાનપણમાં સ્પેસ એટલે બ્રહ્માંડ, મોટપણે શબ્દો વચ્ચે છોડાતી જગ્યા અને પરણ્યા પછી છેક જાણવાં મળ્યું કે એ તો વ્યક્તિનો પોતીકો સમય !


જે માબાપે, શિક્ષકોએ, મિત્રોએ ન શીખવ્યું એ સ્પાઉસ શીખવે ! સમઝાયું નહીં પણ લાગે છે કે સ્પેસ એટલે એકબીજાથી દૂર રહેવાનો અથવા ચોરીછૂપીથી લેવાયેલો આનંદ, હકીકતમાં કેટલો વ્યાજબી? પરણ્યાં પહેલા જોડે રહેવામાં જે આનંદ મળતો, એ પરણ્યાં પછી..? આ જમાનામાં લોકો છૂટછાટ લઈ જ લે છે, કોઈને પૂછવામાં સમય પણ વેડફતાં નથી, એ પછી બાજુમાં બેસીને પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય કે ગોવાની સોલો ટ્રીપમાં બિઝી. બસ, સ્પેસ એટલે જાણે એક છટકબારી જ જોઈ લો.


એ 'સ્પેસ'માં લોકો જો પોતાની ઇન્દ્રિયો પર કાબુ, સ્વને ઓળખવું અને જીવનમાં સ્વનો વિકાસ કે દુર્ગુણોનો નાશ, શરીર અને આત્મા વચ્ચે ખૂટતી કડી પર વિચાર કે પરમાત્મા સાથે સંપર્ક કરવામાં.. ખેર, આવી વાતો કોણ સાંભળવાનું ? ઝઘડાનું મૂળ બનવું કે અમલ કરવો અને અમલ કરવો તો ક્યાં? વિચારો..અને નિર્ણય ? એ તો સ્પાઉસ જ કરશે ને!

***

સ્પેસ એટલે મર્યાદિત આચ્છાદિત સમય તો નહીં ને? એ પછી ભલેને ફાજલ કે દુર્ગુણસભર હોય, કે પછી ઝૂંટવીને લીધેલો સમય. પ્રેમ કરવા સ્પેસ જોઈએ તો સમજો કે એ પ્રેમ જ નકામો. 'સાચા પ્રેમ'માં સ્પેસ નહીં અને 'સ્પેસમાં પ્રેમ' સાચો નહીં. સ્પેસ એટલે છટકબારીનું સમાનાર્થી થયું ને ! 

લોકડાઉનનાં ફાજલ પડેલાં સમયનો સદુપયોગ કરવા એક લેટેસ્ટ મૂવી જોતાં આવેલો વિચાર અહીં રજૂ કર્યો છે.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ