વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધરમ કરતાં ધાડ પડી

એક સાંજે ટુ વ્હીલરના આગળનાં ખાનામાં દેવચકલીએ માળો કરેલ જોયો. હતાં દસ બાર સાઠકડાં જ. જેને મેં કાઢી લીધાં, કારણ એ સુરક્ષિત જગ્યા ન કહેવાય બચ્ચાં માટે. અને વિચાર્યું ખાનું ખાલી જોઈને ફરી આવવાની હિંમત ન કરે તો સારું.
  બીજે દિવસે ધ્યાન ન ગયું એ તરફ. અને ત્રીજે દિવસે તો ત્યાંજ માળો ઈંડા સાથે તૈયાર થઈ ગયેલ જોયો અને યાદ આવ્યું કે ચાર દિવસ પહેલા કાળી બિલાડી એના બે બચ્ચાં લઈને એ જ ટુ વ્હીલરના છાંયે બેઠેલી.
        ઈંડા કોઈનો ખોરાક ન બની પંખીમાં રૂપાંતરે એ ઈચ્છા એ મારામાં આત્મીયતા જગાડી. મેં એક પ્લાસ્ટિકના વાડકામાં ઘાસ ભર્યું, થોડી ભીની માટી વજન પૂરતી ભરી, અને છેડે દોરીઓ બાંધીને એજ માળો વાડકામાં મૂકી દીધો. ખુશી અને નવાઈની વાત એ કે દેવચકલીને માળો અજુગતો ન લાગ્યો અને અપનાવ્યો પણ ખરો. પણ વાડકો હજુ એ ટુ વ્હીલરની સીટ પર જ હતો. એને લટકાવવાનો તો બાકી હતો. બપોરે જમીને એ કામ પતાવવાનું વિચારેલું ત્યાં સુધી એ માળામાં સેટ થઈ શકે. પણ બિલાડી ત્યાં આવી પહોંચી. ને મેં એ માળો લટકાવી દીધો છજા ઉપર એની જગ્યાથી ચાર ફૂટ ઉપર જ. દુઃખની વાત એ કે ત્યાં પારકાં તો શું એ માળાનાં માલિકી ધરાવનાર પણ શોધી ન શક્યા કે ન આવ્યાં !

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ