વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાંચનો સિક્કો

તે મારા કોલેજના દિવસો હતા. બી.કોમ સેમ વન. કોલેજે સાથે સાથે હું એક દુકાનમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો. એવું ન હતું કે ઘરની પરિસ્થિતિ ખરાબ હતી , બસ અમારી પાસે વધારાના પૈસા નતા . જે હું નવા કપડા ખરીદવામાં , દોસ્તારોની બર્થ ડે પાર્ટી અને એમાં મોઢે લગાવવાની , ખાવાની કેક , કેન્ટીન ના નાસ્તા અને મુવી જોવા , જેવા નાહક ખર્ચા કરી શકું.મેં દુકાને નોકરી કરી જેથી હું આ મોજા શોખના ખર્ચા નીકાળી શકું.

સવારે કોલેજ જતો , કોલેજથી જલ્દી જલ્દી ઘરે આવી જમી દુકાને જતો રહેતો. દુકાનમાં પ્લાસ્ટિકના નળ થી લઈ લોખંડની ખીલી , સ્ક્રુ બધું મળતું , પરંતુ વેચાતું ભાગ્યેજ. હકીકતમાં દુકાનના માલિક હર્ષદભાઈ ને જમીનોના ખરીદ - વેચાણમાં વધારે રસ હતો. હર્ષદભાઈ ની ઉંમર 45-50 ની આસપાસ હશે.તેમને શેઠ કહેવું મને નતું ગમતું અને પોતાને કાકા સાંભળવું તેમને નતુ ગમતું એટલે હું તેમને હર્ષદભાઈ કહેતો. તેઓ જમીન બતાવવા જતા ત્યારે હું એકલો દુકાનમાં બેસતો પછી તેઓ આવતા પોતાના બીજા દલાલ મિત્રો સાથે બેઠક કરતા.હું બસ બેઠો રહેતો. તેમની વાતો સાંભળતો, નીરસ વાતો. મારું કામ બસ મહેમાનોને પાણી પાવાનુ , દુકાન સાફ રાખવાનું, અને વસ્તુઓ વેચવાનું જ હતું . આમ ને આમ મારા કોલેજના પહેલા 6 મહિના વીતી ગયા.

એ દિવસ મને યાદ છે.હર્ષદભાઈ કોઈને જમીન બતાવવા બહાર ગયા હતા. હું દુકાન પર એકલો હતો. ત્યાં મારા ફોન ઉપર મારા દોસ્તાર નો મેસેજ આવ્યો.
'રીઝલ્ટ જોયું!??..'
મારા દિલની ધડકનો એકા- એક વધી ગાઇ. રીઝલ્ટ આવી ગયું?? મેં જલ્દી થી એચ.એન.જી.યુની વેબ સાઇટ ખોલી. મેં યાદ કરી મારો સીટ નંબર નાખ્યો. તરત જ રીઝલ્ટ ખુલ્યું. રાજપૂત રાજવીરસિહ.. SGPA ૪.૯ હું માડ માડ પાસ થયો હતો. મેં મારા આજુ બાજુ વાડાના અને મારા દોસ્તરો ના સીટ નંબર નાખ્યા. મારા પાછળ જે હતો, જેના મોઢાં પર થી માખ પણ નતી ઉડતી એને પણ મારા કરતા વધારે ૬.૧ હતા. મોટાભાગના મારા દોસ્તરોને ૭ ઉપર હતા.કોઈ ને ૭.૫ હતા તો કોઈ ને ૭.૧ તો કોઈ ને ૮ .અમારા ગ્રૂપની એક છોકરીને તો ૯.૧ આવ્યા હતા. સૌથી ઓછા મારે જ હતા. દુકાનના કારણે ક્યા વંચાતું જ હતું. મેં ઉપર જોયું. કેમ ભગવાન મારી સાથે જ કેમ આવું થાય છે.

મેં મારા ઓછા રીઝલ્ટનું કારણ ભગવાન અને મારા નસીબ ઉપર ઢોળી દીધું. મારી સાથે જ કેમ આવું થાય છે. મારા દોસ્તરો જેમની પાસે ગાડી છે.. પૈસા છે.. આરામની જીદગી છે.. નાના થી લાઈ નાહક ખર્ચ માટે જેમને પોકીટ મની મળે છે.. મારી જીદગી કેમ એવી નથી.. કાશ હું એમના ઘરે પેદા થયો હોત... આવા ખરાબ નસીબ મારા જ કેમ?? હું જ હમેશા કેમ આમ દુખી રહું છું. બધી વસ્તુઓ મેળવવા માટે મારે જ કેમ હેરાન થવું પડે છે. ભગવાન તું છે બી કે નાઈ??

મેં ભગવાન ના અસ્તિત્વ ઉપર જ સવાલો ઉઠાવવા શરૂ કર્યું. મગજમાં આવા વિચારોનું વાવાજોડું ચાલતું જ હતું ત્યાં દુકાન પર કોઈ આવ્યું.તે એક અતિ વૃદ્વ મહિલા હતી. કમરથી વડી ગયેલી, ભીની માટી જેવી શ્યામ.. ચહેરો પૂરો કરચલીઓવાળો, તેમના એક હાથનું કાંડુ નતું. જાણે ઓગળી ગયું હોય. તેમણે પોતાનો સાજો હાથ ઊંચો કરી 'કઇ આપો' એમ ઇશારો કર્યો. હું ગુસ્સામાં હતો અને ના મારી પાસે કઇ પૈસા હતા. "આગળ જાઓ" મેં થોડું ચિડાઈ કાહ્યું તેઓ ચુપ ચાપ આગળ વધી ગયા.

ભગવાન સાથે ના બધાં સબંધો તોડી.થોડાક ક્ષણ મોન પછી હું શાંત થયો. હું પાણી પીવ ઊભો થયો ત્યાં પાણીના જગ પાસે પાંચનો સિક્કો પડીયો હતો. મેં નીચે થી સિક્કો ઉપડિયો વિચાર્યું કે આ સિક્કો પેલા માગવાવાળા બા ને આપી દાઉ. હું બહાર આવ્યો. તે બા બાજુની દુકાનમાં માંગતા હતા મેં વિચાર્યું કે તેઓ ફરીને આ બાજુથી જાય ત્યારે એમની આપીશ એટલે હું દુકાન ના દરવાજા પાસે જ ઊભો રહ્યો .તેમને દેખતો. બે-ત્રણ દુકાનમા થી જ તેમણે પૈસા મળ્યા. ખૂણા ની છેલ્લી દુકાને માંગી તેઓ પાછા વળ્યા. અમારી દુકાન સામે જ રોડની પેલી બાજુ એક શિવજીનું મંદિર હતું.પેલા બા સીધા એ મંદિર તરફ વળ્યા.મંદિર બહાર ઉભા રહ્યા બે હાથ જોડી સંપૂર્ણ શ્રદ્ધાથી તેમને પ્રણામ કર્યું હું તેમને જોતો જ રહ્યો. ભગવાને તેમને શું આપ્યું હતું. કંઈ નહીં. તેઓ મારી જેમ ગુસ્સે થવાને બદલે નમન કર્યું. તેમને લાગ્યું હશે કે તેમના કરતાં પણ ઘણાને જિંદગી કઠિન છે ભગવાને જેટલું પણ આપ્યું એના માટે તેમને શ્રદ્ધાથી નમન કર્યું. કઇ ન હોવા છતાં આટલો સંતોષ.. જેટલું પણ મળ્યું તેના માટે જો તે પોતાની જાતને નસીબદાર માનતા હોય તો હું તો કેટલું નસીબદાર કહેવાઉ. હાથ ,પગ ,મમ્મી પપ્પા ભગવાને બધું જ બરોબર આપ્યું છે. જે આપ્યું તેના બદલે કૃતાર્થ થવાને બદલે જે નથી આપ્યું હું તેની ફરિયાદ કરતો હતો.

એકાએક મારામાં સકારાત્મક પરિવર્તન આવી ગયો હતો. પેલા બા તો બીજા રસ્તા થી જતા રહ્યા. હું દરવાજે ઊભો રહી ગયો હાથ માં પાંચનો સિક્કો લઈ. તે ક્ષણે મેં નક્કી કરી દીધું કે જે નથી એની પાછળ દોડવાનું, ફરિયાદ કરવાનું બંધ. જે છે એનો આનંદ માણવાનું શરૂ કરીશ. ભગવાને જે આપ્યું છે તેના માટે તેમનો કૃતાર્થ રહીશ. મેં પાંચનો સિક્કો ખિસ્સામાં મૂકી દીધો. હર્ષદભાઈ સાંજે જ્યારે દુકાને આવ્યા ત્યારે મેં કહી દીધું કે કાલથી હું દુકાને નહીં આવું.અમે પગાર નો હિસાબ કર્યો.

મેં પોતાના ખર્ચાઓ ઉપર નિયંત્રણ કર્યું. જરૂરી વસ્તુઓ માટે મમ્મી પપ્પા પાસેથી નાનમ રાખ્યા વિના પૈસા માગી લેતો .શાંતિથી મેં પોતાના ભણવા ઉપર ધ્યાન આપ્યું તે સત્યનો સાક્ષાત્કાર , તે ક્ષણ મારા જીવન માટે ઘણો મહત્ત્વનો હતો. જો તે ક્ષણ ના હોત તો મેં કદી પોતાનું બી.કોમ ,એમ.કોમ સારા માર્ક્સ સાથે પાસ ના કરી શક્યો હોત.

તે પાંચ નો સિક્કો મેં હજી સાચવી રાખ્યો છે. પાકીટ માં નથી રાખતો ભૂલથી કદાચ વપરાઈ જાય તો એટલે એક નાનકડી પેટી માં તે પાંચના સિક્કા ને સાચવીને મુક્યો છે. જે હંમેશા આ જીવનના સત્યનું યાદ અપાવતું રહે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ