વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શાલિની ૩

એરપોર્ટ પરથી જ તો છૂટા પડવાનું હતું એક ને દિલ્હી અને એક ને ચેન્નાઇ જવાનું હતું. બંનેનાં છૂટા પડવાની નોંધ ટૂરનાં સહુ કોઈએ લીધી હતી. હવે એ બંને કોઈ ફિલ્મનાં હીરો હીરોઇન તો હતાં નહીં, કે કોઈ ગીત ગાઈને છૂટા પડે. પણ પરિસ્થિતિ- સંજોગોને સ્વીકારી તે બંને એ પોતપોતાની જિંદગીને વળાંક આપવાનો હતો. સહુ કોઈ તે બંને માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં, કે તે રાધા-કૃષ્ણ નહીં પરંતુ લક્ષ્મી-નારાયણની જોડી બને. 

આ બાજુ વેકેશન પૂરું થવાને થોડા દિવસો બાકી હતાં. પરંતુ પોતાનાં માબાપને ઘરે ના પહોંચતા શાલિની એનાં ઘરે પહોંચી. રામ ને કોઈ રીતે ભૂલી શકવાની ન હતી એ એને ખબર જ હતી. રામનાં રટણ સાથે આંખમાંની ગંગા જમના ચાલું જ હતી. અને બીજી બાજુ જે દિવસે રામ ચેન્નાઈ ઉતર્યો એજ દિવસે એનો મિત્ર તેને લઈ જવા આવેલો. રામનાં ભાઈની નોકરી છૂટી ગઈ હોવાથી તે ડિપ્રેશનમાં આવી ગયેલો. ફરી એજ ઘરમાં પહોંચવાનું હતું જ્યાં તેને જવાનું બિલકુલ મન ન હતું. મિત્રનાં કહેવાથી ઘરે તો આવી ગયો. ને હાલત જોઈને અઠવાડિયું જોડે રહેવાનું નક્કી કર્યું. અને એ દિવસ યાદ આવ્યો જ્યારે રામે નોકરી છોડી હતી. એજ દિવસે ભાઈએ એનું ભણતર છોડેલું. હાલની વાત, બંને ભાઈઓ નોકરી વગરનાં, માં બાપ જોડે હોવા છતાં પણ એકબીજાના વિરોધી. ઘરમાં પરિસ્થિતિ એક સાંધતાં તેર તૂટે એવી હતી. ભગવાન પર ભરોસો હોવાં છતાં ય ઉઠવા માંડે તેવું વાતાવરણ હતું.  


રાતોની રાતો રામને ઊંઘ ન આવી. એક પરોઢે કાગળ લખવાનું ચાલું કર્યું. એડ્રેસ તો મોઢે હતું, અરે શાલિનીનું જ તો. બેબાકળો જીવ કરે તો શું કરે.. જ્યારે કોઈ નિર્ણય ના લઈ શકાય ત્યારે દિલથી નિકટ જે હોય એ જ યાદ આવે ને, અને તાજાં પ્રેમનું તો પૂછવું જ શું ! હા, પ્રેમ તો ના કહેવાય. પણ ભલભલા ‘લાગણી’ આગળ પાણી પાણી થઈ જાય. રામ અલગ હતો. તે પ્રેમનાં નામથી જ દૂર ભાગે. ખરેખર તો, તેનાં માબાપનાં પ્રેમલગ્ન હતાં, તેમને જોતાં તેને પ્રેમલગ્ન પરથી વિશ્વાસ ઊઠી ગયેલો. પ્રેમલગ્ન તો ઠીક, પ્રેમ નામથી જ નફરત થઈ ગયેલી. પણ, જે લાગણી જન્મેલી એથી પ્રેરાઈને ય પેન ચાલવા લાગી.


શાલિની, 

આ જમાનામાં કાગળ લખવો કદાચ વિચિત્ર કહેવાય. પણ જે કહેવું છે એ રૂબરૂ ન કહી શક્યો. કે ના ફોન પર કહી શકીશ. તું વાંચીશ કે નહીં એ પણ ખબર નથી. એક બાજુ ભૂલવા કીધેલું અને બીજી બાજુ તને મદદ કરવા કહું છું. પણ અત્યારે તો પેન અટકે એમ નથી. કાલે કદાચ મન ના થાય તો આ કાગળ પોસ્ટ ના કરું, કે પોસ્ટ કરી દીધાં પછી પસ્તાવો પણ થાય. પણ હાલ હાલત કથળી ગઈ છે. મગજ સુન્ન થઈ ગયું છે..

આટલું લખી કાગળ ફાડી દીધો. અને બે કલાક રહીને મન ના માન્યું તો આ સઘળું ફરી ઇમેઇલમાં લખ્યું. 

હાલ મેં મારી નોકરી ગુમાવી છે. આગળ શું કરવું તે વિશે કોઈ આઈડિયા નથી. ફક્ત આગામી વીસ બાવીસ દિવસ અથવા તેથી થોડાં વધુ ચાલે એટલા પૈસા છે. પ્રમાણિક બનવું ભયંકર લાગે છે. લાગણીનાં મેઘધનુષ્ય જંગલી રીતે મનને સુશોભિત કરતાં હોય છે. તે સારું છે કે ખરાબ તે સમજવા માટે હાલ હું સમર્થ નથી. તે મારા માટે હાલ સમાન છે. જેણે મને આ બધું લખવા માટે પ્રેરિત કર્યા હતા અને તે ગતિમાં ઊર્જા સમાન છે. જે આ દિવસોમાં મને રાત્રે જાગતો રાખે છે. વિચારોનો મૌખિક પોટ્રેટ દોરવાનો - લખવાનો પ્રયત્ન કર્યો છે. 

 દિમાગ અને હું જેની સાથે ઘેરાયેલું છીએ. એમાં આવું જ કંઈક દેખાય છે….

 નિષ્ક્રિય પરિવારની વચ્ચે, આખો દિવસ ભાવનાત્મક આઘાત લાગે છે. પિતા છે જે માતા અને ભાઈ વિશે ફરિયાદ કરે. માતા છે તે પિતા વિશે ફરિયાદ કરે છે.

 ● પિતા એક હાર્ડકોર હિન્દુ, મને દેશની બહાર જઇને કંઈક કામ કરવા માટે કહેતા.

 ● માતા એક યહોવાહની સાક્ષી છે, ઉપદેશ આપીને મને ખ્રિસ્તીમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

 ● ભાઈએ મેં નોકરી છોડી દીધી તે જ દિવસે તેનો અભ્યાસ બંધ કર્યો, મને દુ:ખ થયું કે હું છું છતાંય તેને માર્ગદર્શન આપવા અથવા સહાયક બનવા માટે સમર્થ નથી. તે પણ એક યહોવાહ સાક્ષી છે. આ દબાણ હેઠળ કુટુંબ સાથે રહેવામાં આરામદાયક ન હોવાની અનુભૂતિ બધી બાજુઓથી ઘેરાયેલી છે.

આટઆટલી નોકરીઓ કર્યા પછી મને એમ થયું કે મેં ક્યારેય વ્યક્તિ તરીકે કોણ છું તેની કદર કરી નથી. હું આ વિશ્વમાં કંઈ વધારે કરવા માટે સક્ષમ છું. મેં અત્યાર સુધી પસંદ કરેલી જીવનશૈલીને કારણે, હું ઠીક જ હતો. પણ અત્યારે મને ખબર નથી, મારા સપનાને બનવા માટે તે પ્રકારનું જીવન હવે વ્યવહાર્ય છે કે નહીં, જે લાખો લોકો વધુ સારા મનુષ્ય બનવા માટે મદદ કરશે. અત્યાર સુધી કોઈને પણ જીવનમાં કંઇપણ પૂછ્યું નહીં, અને મારી રીતે જે આવડ્યું તે કર્યું. મને નથી લાગતું કે હવે એવું થશે.

એન્જીનીયરીંગ બેકગ્રાઉન્ડને લીધે મને જેમાં રુચિ છે તે વિષે શોધવું ભારતમાં ખરેખર મુશ્કેલ હતું. મેં હવે રસ ગુમાવ્યો એટલે હું એક અર્થમાં ડ્રોપઆઉટ છું, તે ક્ષેત્રમાં કોઈ અનુભવ પણ નથી. મેં અન્ય ક્ષેત્રોમાં કરેલી તમામ નોકરીઓએ મને ફક્ત ટકી રહેવા માટે ચૂકવણી કરેલ, હું કોઈક રીતે વધુ માંગી પણ ન શકતો. મારા અનુભવથી ભારતમાં હજું સુધી એવું  કોઈ નથી જે દયા, કાર્ય નીતિ, અખંડિતતા, સાથી કામદારો પ્રત્યેની કરુણાનું મૂલ્ય ચૂકવે. તમે જે લોકોની સેવા કરી રહ્યાં છો તેની સંભાળ રાખવી, ગમે તેવી પરિસ્થિતિમાં નિ:સ્વાર્થતા સાથે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જે દરેક માટે વધુ મૂલ્ય ઉમેરે છે.. એ બધું જ શામેલ છે. તેથી મને લાગી આવ્યું અને હું ભાંગી પડ્યો છું. હું જાણું છું કે મારે શું અનુભવવું જોઈએ અને શું કરવું જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હાલ હું એ ડીસીઝન પર આવ્યો છું કે મારે એન્જીનીયરીંગનું ક્ષેત્ર છોડી નવાં ક્ષેત્રમાં ઝંપલાવવું જોઈએ. મને સાચા અર્થમાં એવા લોકો તરફ દોરવામાં આવે કે જેઓ હાંસિયામાં છે. બાળકો, શિક્ષણ, મન અને માનસિક સુખાકારી.. કામનાં ક્ષેત્રે હું આમાંથી કશામાં પણ મારી આવડતનો ખૂબ જ શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકું છું. હું મેન્યુઅલનું આયોજન, અમલ અને એને ચલાવવામાં સારો છું. જે તે હોદ્દાથી સંભાળવું, પ્રોત્સાહિત કરવું, ઉત્થાન કરવું, માર્ગદર્શન આપવું, નવા વિચારો સાથે આવવું, આતિથ્ય વ્યવસ્થાપન કરી શકું. નમ્ર હોવાને કારણે, હું જાતને ડિઝાઇનિંગ આપી શકું છું. વસ્તુઓ સાથે, તેનાથી વધુ મૂલ્ય મેળવવા માટે વિચારો-વસ્તુઓ-જગ્યાઓનું માળખું અને આકાર, સ્વચ્છ અને વ્યવસ્થિત, મનોવિજ્ઞાન અને ફિલસૂફી અને તે જેવી વસ્તુઓ પર લેખ લખી શકું છું. 

હું ફરી ઉપર જણાવેલ ટાઇપની નોકરી મેળવવાની શોધમાં છું, મારે ફરી મારા પરિવાર સાથે રહેવું પડશે. એ લોકોને મારા સાથની જરૂર છે. તેમને હું આમ અધવચ્ચે ન છોડી શકું. હું સ્વાર્થી બની ગયેલો. પ્લીઝ મને હેલ્પ કર. મને આશા છે કે તું બનતી મદદ કરીશ.

- રામ

 આટલું લખતાં કોમળ હૃદયીનાં આંખમાંથી બે ચાર આંસુ વહી જાય છે. પુરુષને પણ હૃદય હોય જ, ને સાથે વહેતી લાગણી પણ હોય. ભલે દ્રશ્યમાન ન હોય. 

ક્રમશઃ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ