વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પરીક્ષાનો છેલ્લો દિવસ

એક વાત કહું?


પરીક્ષાનો છેલ્લો દિવસ



        આ કિસ્સો યાદ કરતા જ બાળપણ,ગામની નિશાળ,જૂના મિત્રો અને એવું ઘણું બધું યાદ આવી જાય છે જેનાથી હદય ભાવુક બની જાય છે. આ કિસ્સા માં એકપણ વાત જાતે બનાવેલી નથી જે વસ્તુ ઘટિત થઈ છે, તેની તેમજ લખેલી છે.


     

          હા તે દિવસે અમારુ ધોરણ દસ નું છેલ્લું પેપર હતું અને શાળામાં સાયન્સ ન હોવાથી મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ નો છેલ્લો દિવસ હતો.આથી રાત્રે અમને બધાને ભાવભીની વિદાઈ આપવાની હતી અને અમારી સાથે ધોરણ બાર ના વિદ્યાર્થીઓ ને પણ વિદાઈ આપવાની હતી અને આ કાર્યક્રમ રાત્રે રાખવામાં આવેલ હતો. અમારી શાળા કોઈ ગામ માં નહોતી તે વગડા માં અમારા ગામ થી પાંચેક કિલોમીટર દૂર હતી. (સુરેન્દ્રનગર રાજકોટ હાઇવે પર હતી)


      રાત્રે કાર્યક્રમ અગિયાર વાગે પતી ગયો અને ધોરણ બાર વાળા તો બાઇક લઈને જતા રહ્યા પણ અમારા માંથી ખાલી એક ભગીરથ પાસે જ બાઇક હતું પણ તે અમને કંપની આપવા રોકાઈ ગયો. અમે કુલ અગિયાર વિદ્યાર્થી હતા. તેમાંથી હું,દીપક, ભગીરથ,ભાવેશ,યશપાલ તથા પ્રકાશ એક ગામના જ્યારે બીજા બધા બાજુના ગામના હતા અને તેની સાથે અમારા સ્કુલ ના શિક્ષકો અને શિક્ષિકાઓ પણ ત્યાં રોકાણા હતા. અને તે રાત મા થયેલી મસ્તી અને થોડું ટેન્શન હંમેશા માટે યાદગાર બની ગયું



        હવે બન્યું એવું કે રાત ના બાર વાગી રહ્યા હતા અને અમે બધા બીજા માળે અમારા ક્લાસરૂમ માં અમારી રીતે મસ્તી કરી રહ્યા હતા. અને શિક્ષકો નીચે લોબીમાં ખુરશી પર બેસી ને વાતું કરી રહ્યા હતા અમે આ વિદાઈ પ્રસંગ માં સાડા સાત વાગ્યે જમ્યા હતા અને હવે 12 વાગ્યા સુધી ભાગા-દોડી ના લીધે કકડી ને બધાને ભૂખ લાગી રહી હતી. હવે એ અગિયારે અગિયાર ના નામ તો નથી યાદ પણ બધા પોતપોતાની રીતે વિચારી રહ્યા હતા કે જમવાની વ્યવસ્થા કઈ રીતે કરવી હવે અમારી સ્કુલ માં એક હોસ્ટેલ પણ હતી. આથી ત્યાં ભોજનાલય પણ હતું આથી અમે એકાદ આટો ત્યાં મારી આવ્યા કે કાઈ ટામેટા જેવું મળે તો ખાઈ લઈએ,પણ ત્યાં કાઈ પ્રાપ્ત નો થયું.



       અમે બધા પાછા રૂમ માં આવ્યા અને શું કરવું તે વિચારી રહ્યા હતા. એટલા માં નીચે લોબી માં બેઠેલા બધા શિક્ષકો ક્યાંક જવા માટે નીકળ્યા અને તે સ્કુલ ની બિલ્ડિંગ માંથી મેદાન માં ગયા એટલે અમે સંતાતા સંતાતા તે ક્યાં જાય છે તે જોવા ગયા તો તે લોકો પોતપોતાના વાહન પર બેસી મેદાન ના મુખ્ય દરવાજા થી બહાર નીકળી ગયા. હવે તે લોકો ક્યાં ગયા હતા એ મારા માટે તો આજ સુધી રહસ્ય જ છે પણ તે ગયા એટલે અમેં બધા તેમની ખુરશી પર બેસી ગયા અને વાતું કરવા લાગ્યા ત્યાં દીપકે કહ્યું "ભગા,તું બાઈક લઈને આવ્યો છું ને તો જાને બહાર થી કંઇક લઇ આવ ને!"


         એટલે અમને પણ થયું કે હા બધા શિક્ષકો આવે એ પહેલાં જો કોઈ જઈને અહીંથી બે કિલોમીટર દૂર સોમાસર ગામ થી નાસ્તો મળી રહે કારણકે તે ગામ હાઇવે ના કિનારે આવેલુ છે. તો ત્યાં માલપરિવન કરતા ટ્રક  આખી રાત ચાલુ હોય આથી તે ગામમાં સોડા અને નાસ્તા ની કોઈક દુકાનું રાત્રે પણ ખુલી હોય. એટલી વાર માં ભગીરથે કહ્યું "હું એકલો ન જાવ કોઈક સાથે આવો તો જાવ!"


      હવે બધાને સાથે જવા માં બીક લાગતી હતી કરણ કે ભગીરથ એક શીખતો ડ્રાઇવર અને ધોરા દિવસે પણ માંડ ચલાવી શકે છે તો રાત્રે હાઇવે પર તેની સાથે જવું તો બલી ના બકરા બનવા સમાન હતું!!! પણ ભગીરથ ટસ નો મસ ના થયો. એટલે પછી પંદર મિનિટ ની ચર્ચા પછી ભાવેશ અને પ્રકાશ ને તેની સાથે જવાનું નક્કી કર્યું. જોકે પ્રકાશ પણ તૈયાર ન થાત પણ તે અડધી ઊંઘ માં હતો એટલે અમે તેને બેસાડી દીધો.હા આ અમારી એક ભૂલ હતી કે આટલી રાત્રે અમારે આમ ન જવું જોઈએ પણ નાના હોઈએ ત્યારે આવી ભૂલો મસ્તી માં ને મસ્તી માં થઈ જતી હોય છે. તે ત્રણેય જાય છે નાસ્તો લેવા માટે  અને અમે બધા પાછા અમારું સિંઘસન એટલે કે શિક્ષકો ની ખુરશી ગ્રહણ કરીયે છીએ.થોડી વાર અમે વેકેશન માં શુ કરશું એની ચર્ચા કરી પછી અમને ત્યાં ગ્રાઉન્ડ ની મેઈન ગેટ નો અવાજ આવ્યો. ત્યાં અમને થયું કે ભગીરથ ને એ બધા નાસ્તો લઈને આવતા રહ્યા. પણ આ શું એ પહેલા બધા શિક્ષકો આવી ગયા અને અમે ફસાઈ ગયા !!!!


         એટલે તે ગ્રાઉન્ડ પાર કરી અમને જોવે એ પહેલાં અમેજ દોડી ને અમારા ક્લાસરૂમ માં જતા રહ્યા  અને બારીએ થી તે શું કરે છે તે જોવા લાગ્યા. તે ફરીથી બધા શિક્ષકો પોતાની ખુરશી પર બેસી ગયા. હવે આ તરફ અમે અને પેલી તરફ ભગીરથ અને પેલા બંને ને આવવા નો રસ્તો અને વચ્ચે શિક્ષકો. હવે સીધી વાત છે કે જો પ્રિન્સિપાલ ને ખબર પડે કે અમે રાત્રે એક વાગે આમ બહાર ગયા હતા તો તો અમારી ખેર નહોતી અને જો તે અમારા ઘરે જાણ કરે તો તો સરખી રીત ના ફસાઈ જાત.એટલા માટે અમે કંઈક રસ્તો વિચારી રહ્યા હતા કે પેલા લોકો ને આ શિક્ષકો સુઈ જાય ત્યાં સુધી બહાર રોકવાનો. અને જો તેમને ન જણાવવા માં આવે તો તે સીધા અંદર આવશે અને શિક્ષકો તેમને જોઈ જશે અને પકડાઈ જશું!!


        હવે તે વખતે જીઓ નહોતું એટલે અમારા માંથી જે બે ચાર પાસે મોબાઈલ હતા તે તેમાં પણ ભીગીરથ ને ફોન કરવાનું બેલેન્સ નહોતું. હવે થયું એવું કે ભાવેશ પોતાનો મોબાઈલ દિપક ને આપીને ગયો હતો આથી દીપકે તેમાં જોયું તો ત્રણ રૂપિયા બેલેન્સ હતું!  તે મોબાઈલ ચેક કરે છે અને તેમાંથી ભગીરથ પર ફોન કરે છે પણ તે નંબર તેના પપ્પા નો હોય છે અને દોસ્તો ની જૂની આદતો ની જેમ પિતાશ્રી ના નામ થી બોલાવે છે પણ તેના પપ્પા ઊંઘ માં હોવાથી તેમને વધારે કાઈ ખબર પડતી નથી. અને તેની સાથેજ દિપક રોંગ નંબર કહી ફોન મૂકે છે અને પછી યશપાલ તેના મોબાઈલ માંથી ભગીરથ નો પર્સનલ નંબર કાઢી ને ફોન કરે છે

       ભગીરથએ જણાવ્યું કે સર સુઈ જાય એટલે મને મિસ્કોલ કરજો.હવે અમે ચાતક નજરે અમે સર ના સુવા ની રાહ જોવા લાગ્યા અને પછી થયું એવું કે બધા શિક્ષકો ભોજનાલય માં ગયા એટલે અમને થયું કે હવે ભગીરથ ને મિસ્કોલ કરી દઈએ પણ એટલી વાર માં એનોજ ફોન આવ્યો અને એને અમને જણાવ્યું કે "ગેટ બંધ છે અંદર થી તાળું મારેલું છે!!!"


       અને પછી ગજબ નું ટેન્શન થયું એટલે પછી વધારે બેલેન્સ ન હોવાથી એને અમને ગેટ પાસે બોલાવ્યા અમે એ તરફ છુપાતા છુપાતા ગયા જેથી સર અમને જોઈ ન જાય. ત્યાં ગયા એટલે ભગીરથે તરત જ કહ્યું "હવે શુ કરવાનું શે!?"

  

      "એ બધું જવા'દે તું જે આઈસ્ક્રીમ લાવ્યો છું એ લાવ ખાઈ લઈએ ઓગળી જશે"દીપકે મજાક કરતા કહ્યું આટલું બોલતા બધા હસી પડ્યા અને ભગીરથ એકદમ ગુસ્સે થઈ ગયો.હવે સ્કુલ નો ગેટ આમતો નાનો લોખંડ નો હતો એટલે કુદી ને આરામથી આવી શકાય એમ હતું પણ બાઈક નું શુ તેને હાઇવે પર રાખવું સલામત નહોતું.કારણ કે અમારા એક ટ્રસ્ટી નું બાઈક આમજ ચોરાઈ ગયું હતું. આથી મૂંઝવણ હતી કે હવે કરવું શું?


         પછી અમે અગિયાર જણા એટલે કોઈકે મુર્ખામી ભર્યો આઈડિયા આપ્યો કે આપણે બધા થઈ ને બાઈક ને ઉંચુ કરી આ બાજુ લઈ લઈએ અને અમે આ ટ્રાય પણ કર્યું એ વિચારી મને આજ પણ હસવું આવે છે. હવે ભગીરથ ને પેલા બંને તો કુદી ને અંદર આવતા રહ્યા પણ હવે થયું એવું કે પ્રિન્સિપાલ અમને જોઈ ગયા એટલે તે અમારી તરફ આવી રહ્યા હતા એ મારી નજરે પડ્યું એટલે અમે પાછા સ્કુલ બિલ્ડીંગ તરફ ચાલવા લાગ્યા હવે મેદાનની વચ્ચે સરે અમને રોકીને કહ્યું"શુ કરતા હતા ત્યાં?"


      એટલે દીપકે કહ્યું "કાઈ નહીં સર ઊંઘ નહોતી આવતી એટલે થોડું ચક્કર મારતા હતા ગ્રાઉન્ડ માં"


       પછી તેમને કહ્યું 'કાઈ વાંધો નહીં પણ હવે સુઈ જજો બે વાગવા આવ્યા છે"


      પછી ફરીથી અમે અમારા કલાસરૂમ માં ગયા આ વખતે અમારી પાસે નાસ્તો હતો ભૂખ પણ હતી તેમ છતાં બાઈક નો કઈક નિવેડો ના આવે ત્યાં સુધી કોઈ ખાઈ શકે એમ નહોતું પછી મેં કહ્યું કે "હવે,એક જ રસ્તો છે સર ને બધું સાચું કહી દઈએ અને આજે આપડો છેલ્લો દિવસ છે એટલે ગુસ્સે તો નહીજ થાય"


         બધાને મારી વાત સાચી લાગી પણ હવે માફી માંગવા જાય કોણ? ઘણી ચર્ચા થઈ અને મને પહેલેથી ખબર હતી કે મારે જવું પડશે કારણ કે હું ક્લાસ નો એક હોશિયાર સ્ટુડન્ટ હોવા સાથે મારે પ્રિન્સિપાલ સાથે વધુ બનતું. અને સાથેજ આખા વર્ષ માં મુશ્કેલથી હું એકાદ વખત વાંક માં આવ્યો હશું. એટલે પછી મારી સાથે દિપક તૈયાર થયો અને ભગીરથ પણ સર સામે કંઈ ન બોલવાની શરતે તૈયાર થયો. અમે થોડા ડરતા પગલે સર પાસે ગયા અને થોડા અચખાતા-ખચકાતા સત્ય જણાવી દીધું.


        પછી સરે અમને કહ્યું"હા મને પહેલથીજ ખબર હતી કે તમે બહાર ગયા છો કારણ કે અહીં હું પાછો આવ્યો ત્યારે ભગીરથ નું બાઈક નહોતું પણ મારે જોવું હતું કે તમે ક્યારે સાચું બોલો છો હું ભોજનાલયની બારી માંથી તમે આ ડેલો ઠેકતા હતા એ પણ મેં જોયું!!" હવે અમારા મુખ માંથી સોરી સિવાય કંઈ ન નીકળ્યું


      પછી સરે અમને થોડું સૂચન ચાવી આપી અને અમે બાઈક અંદર લીધું. બીજા આઠેય તો સંતાઈ ને જોઈ રહ્યા હતા. હા, સરે અમને માફ તો કરી દીધા અને એમ પણ વડીલો સામે સાચું જ બોલવુ જોઈએ એવી શીખ પણ અમને મળી ગઈ અને પછી અમે ભરપેટ નાસ્તો કર્યો અને સોડા પીધી.


     આ છેલ્લી રાત હતી જ્યારે અમે બધા મિત્રોએ આટલી મસ્તી કરી હતી અને એમાંથી ઘણાય ને તો હું આટલા વર્ષ પછી પણ નથી મળી શક્યો. અને દોસ્ત તો દોસ્ત હોય છે હેરાન તો કરે જ છે સાથેજ મદદ પણ કરે છે!!!!


        મને વિશ્વાસ છે કે તમને પણ તમારા દોસ્ત તો જરૂર યાદ આવી ગયા હશે. તો મનગમતી એક કોમેન્ટ કરતા જજો.


  









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ