વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોણ છે.?

"રાતના બે વાગ્યા, હજી પણ રમવું છે !?" પત્તાને ભેગા કરતા નરયો બોલ્યો.


"તું સાનિમુની બાટ ને, હારી ગયા એટલે ખેલ કરવાના.."


મીંડીકોટ ની રમત જામી હતી. હોસ્ટેલનો રૂમ નંબર ૦૧૧ એ વખતે પ્રખ્યાત હતો. સામાન્યરીતે  રૂમમાં ત્રણ જણાજ રહેતા પણ એ રૂમમાં બાર વિધાર્થીઓ રહેતા..


 સાહેબ કાયદેસરની ફી ભરીને રહેતા કોઈ ગેરકાયદેસર નહોતા... પણ એ બધા સાથે રહેવાની મજા એટલે મજા હતી.


એ રાતે બે વાગ્યા સુધી રમત ચાલુ હતી. વળી આ આગળ સવારના પાંચ વાગ્યા સુધી ચાલ્યુ. એ રમતની વાત તો પછી કરીશ.. એની પહેલા મારે તમને મારા બાજુના રૂમના વિદ્યાર્થીની વાત કરવી છે.. એ હતો મી. મહેતા.. 


આ મહેતા પોતે આખા ગામ માટે સ્માર્ટ વ્યક્તિ હતો. પણ સાહેબ ભોળો પણ એટલો જ. એ રાતની રમત સવારના પાંચ વાગ્યા સુધી ચાલુ રહી. 


પાંચ વાગ્યા પછી બે જણા બાજુના ગામની ડેરીએ દૂધ લેવા ગયા અને બાકીના હોસ્ટેલની બહાર ચક્કર મારી રહ્યા હતા. સવારનો નાસ્તો એ મારા રૂમમાં જ બનતો અને અમે બધા સાથે જ ત્યાં નાસ્તો કરતા. બધા બહાર ગયા એમાં મારા રૂમનો નૈમિશ છેલ્લે રહી ગયો. રૂમ બંધ કરવા ગયો ત્યાં મહેતા એના રૂમમાંથી બહાર આવ્યો. 


"નેમલા ક્યાં જાવ છો બધા ?"


"દોડવા... આવું છે તારે..?" 


"આજે નહીં કાલે આવીશ મને જગાડી જજે." મહેતા વોશરૂમ બાજુ ચાલતો થયો. 


એને જતા જોઈ નેમલા ને મજાક કરવાનું કઈક મળી ગયું એમ મલકાયો. જોકે એ દિવસે પેલો વિચાર તો નરીયાને આવ્યો હતો. 


બીજી રાતે ત્રણ વાગ્યે મીંડીકોટ રમીને અમે નવરા થયા. એ રાતે રૂમમાં હું, નેમિશ અને નરયો ત્રણે જાગતા હતા અને નક્કી કર્યો એક પ્લાન એની સાથે મજાક કરવાનો. 


પેલા તો બહારથી એનો દરવાજોને સ્ટોપર દઈ બારણું બારથી ખખડાવ્યું.. મહેતા બારણું ખોલવા મથ્યો પણ બારણું ખુલ્યું નહીં. અને થોડીવાર પછી પાછું બારણું ખખડાવ્યું.. ચાર-પાંચ વખત બારણું ખખડાવ્યા પછી દરવાજો ખુલ્લો રાખી ફરી દરવાજાની સ્ટોપર ખખડાવી.  


મહેતા ગુસ્સા સાથે બહાર આવ્યો. અમારા રૂમની લાઈટ ચાલુ જોઈને એણે દરવાજાને જોરથી ધક્કો માર્યો. અમે ત્યાં સુધીમાં દોડવા માટે બુટ પહેરી રહ્યા હતા. 


નરયા એ મહેતાને જોઈ "હાલ ભાઈ બ્રશ કરીલે દોડવા જવું છે."


બે-ત્રણ વાર બ્રશની હા ના કરી અને પછી નૈમિશ એને બ્રશ કરવા લઈને ગયો. જેવો એ વોશરૂમમાં ગયો અમે દરવાજો બંધ કરી સુઈ ગયા. 


બપોરે અગિયાર વાગ્યે ફરી અમારા દરવાજે ટકોર થઈ મહેતા હતો. દરવાજો ખોલતાની સાથે જ બોલવા લાગ્યો..


"નરયા આવી મજાક બીજીવાર કરવામાં ધ્યાન રાખજે.." ધમકી ભર્યા ઉંચા અવાજે મહેતા બોલ્યો. 


"એક ને એક મજાક અમે બીજીવાર નથી કરતા, હાલો નીકળો હવે..." નરયો ફરી ચાદર ખેંચી સુઈ ગયો. 


બપોરે રૂમમાં નાસ્તો કરતી વખતે બધાને મહેતાની વાત કરી અને બધા પેટ પકડીને હસ્યા...


બીજી રાતે પણ ત્રણ વાગ્યા સુધી મીંડીકોટ રમ્યા અને પોતપોતાના રૂમમાં જવા નીકળી પડ્યા. એ રાતે નરયાને શુ મજાક સુજી કે સિક્યુરિટીના રૂમનો દરવાજો બંધ કઈ દીધો.


હવે બંધ તો કર્યો તો સાથ તો આપવો જ પડે. એ રાતે સિક્યુરિટીવાળાને પણ હેરાન કરી મુક્યો. હોસ્ટેલમાં બે વાગ્યા પછી માત્ર અમારુજ ગ્રૂપ જાગતું હોય એ સિક્યુરિટી વાળાને ખબર હતી અને આવ્યો ફોન....


"કોઈ એક ને મોકલ તો મારા રૂમમાં.."


"મોકલું..."


ફોન મુકવાની સાથે જ રૂમમાં બેઠેલા અમે હસી પડ્યા.. 


જેવો દરવાજો ખોલ્યો એ સિક્યુરિટી વાળો દંડો લઈ બહાર આવ્યો. 


"કેમ આ બારણું બહારથી કોણે બંધ કર્યુ ?"


"હવે એજ ગોતવાનું છે.. " અને એ સિક્યુરિટીવાળા એ કલાક સુધી એ માણસને ગોતતો રહ્યો. છેલ્લે થાકીને ફરી મારા રૂમમાં આવ્યો. 


"હાથમાં આવે એટલે મારી મારીને સુવર બનાવી દેવો છે.. આટલી મોડી રાતે હેરાન કર્યો છે. હવે તો એને છોડે ઇ બીજો.." અમારા રૂમમાં એનો ગુસ્સો જોતા ઉદયે એને સમજાવી એમના રૂમમાં મોકલ્યા.( ઉદય અમારા ગ્રૂપનો નિર્દોષ માણસ હતો. એની વાત કોઈ ટાળતું નહીં.. )


એને મોકલી અમે શાંતીથી સુઈ ગયા. 


સવારે ચા- નાસ્તો કરતી વખતે એની વાત કઈ બધા ખૂબ હસ્યા.. નાસ્તા પછી નક્કી કર્યું આવી મજાક બીજીવાર નહીં કરીશું. 


કોલેજ જવાનું હતું જેથી વેલા બાથરૂમમાં જવા નીકળ્યા. 

હું પહેલા નીકળ્યો અને પાછળ નરયો આવ્યો.  હોસ્ટેલમાં લાઈનમાં ચાર બાથરૂમ લાઇન માં હતા અને ઉપરથી થોડા ખુલ્લા જ્યાં રૂમાલ રાખતા..


નરયો બાથરૂમમાં અંદર જવા ગયો ત્યાં સાઈડ કાપી મહેતા અંદર જતો રહ્યો. નરયો રૂમમાં પાછો આવ્યો અને ફરી પાછો બાથરૂમ બાજુ આવ્યો. આવીને જે બાથરૂમમાં મહેતા ગયો હતો ત્યાં બહારથી સ્ટોપર મારી દીધી અને બાજુના બાથરૂમમાં જઈ ત્યાંથી રૂમાલ પણ લઈ લીધો. રૂમાલને બાજુની દીવાલમાં લટકાવી રૂમમાં આવી  ગયો. 


મારી બાજુના જ બાથરૂમમાં આ બધું બની ગયું. એ બાથરૂમ માંથી જ્યારે દરવાજો ખખડાવાનો અને  ખોલો... ખોલો... સંભળાવા લાગ્યું. હું નાહીને બહાર આવ્યો અનેદરવાજો ખોલ્યો. અંદરથી સિક્યુરિટી વાળા ભાઈ નીકળ્યા.. 


આવીને ગાળોનો વરસાદ ચાલુ કરી દિધો... હું રૂમમાં પહોંચ્યો ત્યાં નરયો કપડાં પહેરીને તૈયાર થઈ ગયો હતો. 


"કેમ ભાઈ નાહવા ના ગયો..?!"


"મહેતાના ચક્કરમાં બીજું કોક બાથરૂમમાં બંધ થઈ ગયું..."


આ સાંભળીને હું અને નૈમિશ પેટ પકડીને હસ્યા... 


આ કેવી રીતે થયું એ તો ખબર નહીં પણ મજા ખરી આવી.. અને આ પ્રસંગ પછી બીજાને હેરાન કરવા માટે આજ હથિયાર  વપરાવા લાગ્યું...


લી.પારસ બઢિયા...

મો.૯7૨3૮૮૪7૬3.












ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ