વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાજરા હજૂર

પકડું કલમને કાયમ સ્મરણ તારું હાજરા હજૂર છે.

નિહાળું ચહેરો તો આઈનો બની તું હાજરા હજૂર છે.


જો હું સ્મરું ઈશ્વરને, તારી આસ્થા હાજરા હજૂર છે 

હાસ્ય આવે યાદ તો ખંજન તારા હાજરા હજૂર છે


આવે વાત વિશ્વાસની તો શ્રદ્ધા તારી હાજરા હજૂર છે 

વ્હાલ સહજે ઓછુ પડે તો આંસુ તારા હાજરા હજૂર છે


ફરકે ન કોઈ આસપાસ, સ્પર્શ તારો હાજરા હજૂર છે 

મોત પણ પાછુ વળે, યમરાજ સામે તું હાજરા હજૂર છે .


#Kavydrishy


વિજય રાવલ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ