વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જંગલની બેંક

જંગલ ની બેન્કે કાગડા પર ધર્યું છે મૌન

કોયલના માળા ! પર કાગડાએ લીધી છે લૉન !!!


મેનેજરમા મોરલાએ ન રાખ્યું છે જંગલનું માન 

કાગડા હારે ભેગા મળી ધૂળ ભેગી કરી છે સાન


કૅશિયર  કબૂતરે ખુલાસો કર્યો છે આવો

કાગડાના કરતૂકથી બેન્ક થઈ બાવો


પછી કબૂતરે સિંહને કર્યો છે ફોન

બેંક ના ઉઠામણામા જવાબદાર કો'ન?


સિંહે કીધું કે ભયંકર રોસે છે પ્રજા 

સભા બોલાવોને આપો કાગડાને સજા


શિયાળના સવાલો, ને ગધેડાએ ખુરશીઓ તોડી

વાંદરાએતો ગાયરુ દીધી, ને કાગડાની હાલત કફોડી


કાગડાએ માફી માંગી નીચું જોઈ બે પાંખ જોડી 

સિંહે માફી દીધી !! આ પ્રજા છે સાવ ભોળી...!


સભા થઈ પુરી, પછી કાગડાએ પાડી તાલી

બેંક થઈ ત્રણની, બાકી બધા ખાલી


નાણાં નાં કર્યા ભાગ, કાગડા ના ટકા ત્રીસ 

સિંહે લીધાં પચા ટકા, મોરલાના વીશ

ડો. અંકુર બેરા 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ