વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સપના...

ક્યારેક...


ક્યારેક ભૂત બની ડરાવતા હોય છે.

ક્યારેક કાંઈક શીખવાડતા હોય છે.

ક્યારેક પેટ પકડી હસાવતા હોય છે.

ક્યારેક નાજુક વાત કરી રડાવતા હોય છે.


ક્યારેક દુખીને દરિયો પાર કરાવતા હોય છે.

ક્યારેક વિધવાની વાચા બનતા હોય છે. 

ક્યારેક એકલી ડોસીના જીવનનો સહારો બનતા હોય છે. 

ક્યારેક રોગીને રોજ દિલાસો આપતા હોય છે. 

ક્યારેક અનાથની મા બની કેવુ હેતથી ખાવડાવતા હોય છે. 

ક્યારેક વૃદ્ધાશ્રમમા ઘરડાને હસાવતા પણ હોય છે. 


ખેર, આતો સપના છે....

સપનાને ક્યાં કંઈ કાંઠા હોય છે. 

એ તો એની રીતે જ તો ઘડાતા હોય છે. 

ઘડી બે ઘડી જ તો આવતા હોય છે. 

પણ કેવા હરખાવતા હોય છે. 


ડો. અંકુર બેરા 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ