વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અલોન

અમદાવાદ

S.G હાઈવે નું એક coffee શોપ

 

અનુજ અને ક્રીના બેઠા છે મારી સામે જોઈ ને..હું એક પ્રશ્નાર્થના રૂપમાં અને એ લોકો એક શૂન્યતા સાથે નિશબ્દા બનીને

 

ચાલો એ મુલાકાત નું કારણ પણ કહી દઉ.

 

આપણી વાત તો અહીંયા માન્યાની છે...માન્યા એક સોફ્ટ્વેર એન્જિનિયર. private company માં જોબ કરતી અને સાથે anti hacking નો couse કરી ને parttime જોબ પણ કરતી..

 

એક સાંજે એ મને મળીતી... આમ જ અચાનક એક ફોર્મલ મિટિંગ ....ઑફિસના બિલ્ડિંગના રિસેપ્શન એરિયામાં..ખુબજ હસમુખું વ્યક્તિત્વ, 30 ની અંદરની ઉંમર અને કેટલાય તડકા વેઠેલી એની આંખો..

હું ઓળખી ગઈ તરત જ અને પૂછી જ લીધું

માન્યા શું પ્રોબ્લેમ છે અને ઋણાનુબંધ ગણો કે મારી આવડત કે મારી ઉંમરનો તકાજો એ રડી પડી અને દિલનો ઉભરો આંસુરૂપે બહાર આવી જ ગયો.

 

..મને યાદ આવી ગયું imotionally fool વાળી feeling છે અને હું હસી પડી એને ખૂબ જ દુઃખ થયું પણ સમય ને અનુલક્ષીને હું ચૂપ થઈ ગઈ.એ બોલતી ગઈ હું સાંભળતી ગઈ..ignorance mode...ની વાત હતી. ઓહઃ...God.

Corona કરતા પણ ભયંકર બિમારી really..

 

બીજા દિવસે મેં ક્રીનાં ને ફોન કર્યો...સામાન્ય પરિચય પછી વાતચીત ચાલુ કરી....અનુજ પણ conference call માં જ હતો...માન્યાની વાત કરી..એ લોકો વાત સંભાળવા જ તૈયાર નહોતા...થોડા દિવસ પછી મેં બેય જણને whatsapp મેસેજ કર્યો...

 

સૌ પેહલા ક્રિનાને કર્યો મેસેજ

dear ક્રીના,

માન્યા તમારી ખૂબ જ close friend છે.જ્યારથી જીવનનું પ્રથમ ડગલું માંડ્યું ત્યારથી..????????જ્યારથી પ્રથમ એકડો માંડયો ત્યારથી...???????? college પણ સાથે કરી..જોબ પણ સાથે જ ને???

 

ચાર આંખ એક દ્રષ્ટિ હતી.. બે લોકો વચ્ચે એક થાળી હતી તો તમે આવું કેમ કર્યું???

 

તમારા parents ના મૃત્યુ પછી માન્યા તમારી સાથે દિવસ રાત રહી.. અરે તમારા ઘરને બદલે એના ઘરે જ તમારો college time પૂરો કર્યો..તો આજે એ એકલી કેમ??ક્રીના તરફથી કોઈ સંતોષકારક જવાબ નાં મળ્યો

.

અનુજ નો પણ વારો તો પડવાનો જ હતો..એને કૈક આવું કીધું.

 

Dear anuj,

 

Hope u r happy with your ego..

શુ ભૂલ હતી માન્યાની..??

 

એટલો જ કે તમારા પર વિશ્વાસ હતો..શુ વિશ્વાસ રાખવો એ આટલો મોટો ગુનો છે અનુજ??Ahmedabad માં તમે આવ્યા હતા ત્યારે તમારું કોઈ જ નહોતું ..માત્ર માન્યા જ હતી..તમને PG માં રૂમ શોધવાથી લઇ ને જોબ શોધવા સુધીની બધી જવાબદારી એની હતી..અને એણે એ નિભાવી અનુજ.

 

કેટલું ધ્યાન રાખતી એ તમારું..તમારી પાસે પણ એના જેવું બીજું રતન ક્યાં હતું અનુજ..તમે એના ઘરે જતા..એના પેરેન્ટ્સ અને ભાઈ સાથે કેટલા હળીમળી ગયા તા...એના જીવનની બે જ ભૂલ

 

અનુજ...એ તમારી આંખોમાં પ્રેમ જોઈ ગઈ..અને તમને ભવિષ્યનો ભાવિ જીવનસાથી માની બેઠી... અને બીજું એ સફળ થઈ ગઈ..એક કોર્પોરેટ ગ્રૂપમાં સારા સેલરી માં એ select થઈ ગઈ જ્યાં તમે ના થયા.... ઇન્ટરવ્યૂ તો બેય નો સાથે જ હતો .

 

એની જોબ, parttime જોબ અને તમે આ ત્રણ જ એની દુનિયા હતા... ઘણો લાંબો મેસેજ છે..પણ મારે તમને મળવું છે અનુજ.વાત કરવી છે માન્યા વિશે તમારી સાથે.

 

મેસેજ ની બ્લુ ટિક થઈ અને અનુજ નો કોલ આવ્યો..મને મળવા માંગતો હતો.

 

At coffeeshop

 

સો અનુજ વ્હોટ યુ થિંક??જોબ કેવી ચાલે છે બહુ busy છો..માન્યા ને જવાબ તો આપો.

ક્રિના તું શું વિચારે છે??

ક્યારે કરો છો લગ્ન??

(બાળપણથી જ pridiction ની ટેવ એટલે આવી વાતો અને સબંધો તો બહુ જલ્દી પકડાઈ જાય મારી સામે..)

Madam આટલા બધા સવાલ એક સાથે ના કરો.ભૂલ થઈ ગઈ અમારી..અનુજ બોલ્યો..

 

ભૂલ તારી નથી અનુજ ભૂલ માન્યાની છે.એને તારી દોસ્તીમાં પ્રેમ શોધ્યો અને પાછો જીવનસાથી તરીકે પણ તને જ ધાર્યો..

એને ખબર નથી કે તારી આંખો માં જે પ્રેમ જોયો એ ક્રિના માટે હતો...

 

ક્રિના તું તો જાણતી હતી ને કે માન્યા નહીં રહી શકે  અનુજ વગર તો તું આવો દગો કેવી રીતે કરી ગઈ..બેસ્ટ ફ્રેન્ડ બની ને તું એના જ હક પર તરાપ મારી ગઈ..એ દિવસે ઘણી બધી વાત થઈ જે અહીંયા કરવી શક્ય નથી.

 

બીજા દિવસે અનુજ નો કોલ આવ્યો

"'madam સોરી મને પણ માન્યા ખૂબ જ ગમે છે પણ એ એની career માં ખૂબ જ આગળ વધી ગઈ છે..ત્યાં સુધી પહોંચવું અત્યારે મારા માટે શક્ય નથી.તેથી હું અને ક્રિના લગ્ન કરી બીજા શહેરમાં જઈશુ.

એક પ્રેમી તરીકે એ આગળ વધશે એ ગમશે પણ પતિ તરીકે મારો ઈગો hurt થાય છે..માન્યા ગુજરાત લેવલ  પર આગળ વધી ગઈ છે..

જ્યાં હું નહીં પહોંચી શકું.સોરી....

 

હું ઘરે આવી..માન્યા ને મળવા ગઈ...એણે ખૂબ જ ઉત્સાહ થી મારી સામે જોયું...એને આ બંનેના અફેરની ખબર જ નહોતી.એને તો બસ આ ignorance નું કારણ અને અનુજ નો જવાબ એટલું જ જોઈતું હતું..

થોડીવાર હું એની એ પ્રેમભરી અને રડી રડી ને સોજી ગયેલી સંવેદનાવગરની આંખો જોઈ રહી..અને ફરીથી એક વાર હસી પડી.....એનો ફોન હાથમાં લીધો અને બને નંબર કાયમ માટે delete કર્યા.. જેથી scroll કરીયે તો પણ દેખાય નહીં...એ મારી સામે જોઇને સમજી ગઈ..રડીને થાકી ગઈ હતી તેથી હસી પડી.

 

અને અમે બેય જણે આ સફળતાની એકલતા celebrate કરી..

ખુબજ દુઃખદ પરિસ્થિતિ વચ્ચે એક સુખદ અંત આવ્યો હતો .

આજે માન્યા ખૂબ જ સારી આવક ધરાવતી single woman છે.happy છે..એકાંતમાં છે ..એકલતામાં નહીં.

એક જ પ્રશ્ન પૂછે છે કે dear મારો વાંક શુ હતો ?

કેમ અનુજ જતો રહ્યો..ક્રિના વગર કેમ જીવીશ????

અને હું મનમાં જ એનો જવાબ આપું છું "તું સફળ થઈ ગઈ".



મિત્રો વાર્તા થોડી લાંબી છે પણ પ્રતિભાવ ચોક્કસ આપશો.. એવી આશા સાથે ..

 

અસ્તુ.

.ઊર્મિ ભટ્ટ..











ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ