વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વય મોનોઈમેજ

      (૧)


રંગબેરંગી દસ્તાવેજ જેવા 

વિતેલા વર્ષો 

ધીરે ધીરે ફિક્કા પડી 

મૂકી જાય છે 

પીળા નિશાન 

એકાંકીપણા ની સપાટી પર.. 

રોફ જમાવતો રૂઆબ 

પરિવર્તે છે 

ચીડિયાપણામાં.... 

અસહ્ય હોય છે 

ઢળતી વય ની નિષ્ક્રિયતા.. 


      (૨)

સ્નેહ નિતરતી આંખની જગ્યા 

લઈ લે કરડાકી ભર્યો ચહેરો 

અને સમયાંતરે 

બહાર પાડતો રહે 

ફરિયાદ ના પરિપત્ર 


ત્યારે સમજી જવું કે 

વધતી વય એ તમારી અંદર 

જબરદસ્તી કબજો કરી 

તમને બેઘર કરી મૂક્યા છે 


         (૩)

એમ તો એ મને રોજ 

સુંદર આકાશ નો ટુકડો , અને 

મારા હાસ્ય ને તાજી હવાની લહેરખી 

સાથે સરખાવતો 

પણ આંખેથી ડોકાતી 

ઠરેલપણાની સમજ જોઈ ગયો જ્યારથી 

હવે એને મારો ચહેરો 

વયસ્ક લાગે છે 


     (૪)


'હવે આપણે નાનાં નથી રહ્યા '

આવું કહેતા જ એના ચહેરાની 

નમણાંશ ને પાછળ ધકેલી 

વય આગળ ઊભેલી જોવા મળી 


©️હેમશીલા માહેશ્વરી'શીલ' 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ