વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારો પાલવ શું છૂટ્યો મા

તારો પાલવ શું છૂટ્યો મા

તારો પાલવ શું છૂટ્યો મા, કોઈ સાથ ન રહ્યું ,

વહેતા આંસુના કારણ, પૂછનાર ન રહ્યું,
મારા કરુણ ડૂસકાને, સાંભળનાર ન રહ્યું,

તકલીફ સાંભળવા કોઈ, આસપાસ ન રહ્યું ,
ધ્રુજતા મારા હાથોને, પકડનાર ન રહ્યું ,

તારો પાલવ શું છૂટ્યો મા, કોઈ સાથ ન રહ્યું ,

તારા વિરાન ઘરને , સાચવનાર ન રહ્યું,
પ્રભાતે પૂજાની ઘંટી, વગાડનાર ન રહ્યું,

"જલ્દી આવજે ઘરે", કહેનાર ન રહ્યું,
કાગડોળે બારીએ રાહ , જોનાર ન રહ્યું,

તારો પાલવ શું છૂટ્યો મા, કોઈ સાથ ન રહ્યું ,

શું જમીશ તું આજે?, પૂછનાર ન રહ્યું,
ભૂખી સુઈ જાવ તોએ, મનાવનાર ન રહ્યું,

તકલીફોમાં મારી કોઈ,  રડનાર ન રહ્યું,
આપી ઉપાય મુજને, તારનાર ન રહ્યું ,

તારો પાલવ શું છૂટ્યો મા કોઈ , સાથ ન રહ્યું ,

પડું બીમાર તો દવા કોઈ,  દેનાર ન રહ્યું,
"સારું થઈ જશે"કહી, ચુમનાર ન રહ્યું,

કરું ભૂલ તો ઠપકો કોઈ, દેનાર ન રહ્યું,
મરડી કાન, આંખો લાલ, કરનાર ન રહ્યું,

તારો પાલવ શું છૂટ્યો મા કોઈ , સાથ ન રહ્યું ,

અટકું રસોઈમાં તો કોઈ, શીખવનાર ન રહ્યું,
"શું થશે તારું?"કહી માથું, પીટનાર ન રહ્યું,

દાઝુ તો ઘર માથે કોઈ, લેનાર ન રહ્યું,
જોઈ મારું દર્દ આંસુ, વહાવનાર ન રહ્યું,

તારો પાલવ શું છૂટ્યો મા કોઈ , સાથ ન રહ્યું ,

"સુઈ જા મારી લાડલી", કહેનાર ન રહ્યું,
ઝબકીને જાગું રાત્રે તો, પોઢાડનાર ન રહ્યું,

'નિરાલી'ને સાચી રાહ, દેખાડનાર ન રહ્યું.
હાથ ફેરવી માથે આશિષ , દેનાર ન રહ્યું,

તારો પાલવ શું છૂટ્યો મા કોઈ , સાથ ન રહ્યું ,

અમી...(નિરાલી...)

ટિપ્પણીઓ

તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ