વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જાવું હવે મારે પેલે પાર...

નથી જોવું હવે પેલે પાર, 

જે વીતી ગયેલો મારગ છે, 

જાવું હવે મારે પેલે પાર, 

જ્યાં અનુભવનો સંગાથ છે...



દુઃખની રેલી હૈયે રાખી, 

શાને ચાપવી આગ છે, 

રસ્તો જડ્યો કાનજીનો, 

હાથે રાખવી મશાલ છે, 

કર્મ નિત્ય તું જોતો રહેજે, 

હૈયે રાખવી હામ છે, 

જાવું હવે મારે પેલે પાર, 

જ્યાં અનુભવનો સંગાથ છે...



વેદના છે ભરી ભરેલી, 

ના કોઈનો સંવાદ છે, 

શું કરવું કે ના કરવું તે, 

સંતાપ કરડે વારંવાર છે,

બળતણ જાણી ચિંતા બાળી, 

કરવો કોઈક ઉપાય છે, 

જાવું હવે મારે પેલે પાર, 

જ્યાં અનુભવનો સંગાથ છે...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ