વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીતવાનું તારે આજ છે


હારવાથી  તો શીખાય છે ,

તો હારવાથી શાની બીક અનુભવાય છે,

હારીશ ત્યારે તો શીખીશ અને,

શીખીને તો ફરીથી જીતાય છે,

મુશ્કેલીઓ તો આવશે જ,

પણ હિંમત કદી ન હારજે,

ભૂલો ગણી થશે નવું શીખવામા,

પણ વડી ભૂલો વગર પણ કંઈ શિખાય છે?

હારવાથી ના ડરીશ તું,

મનથી મજબૂત રહીશ તું,

વાતો ગણી કરશે લોકો તારી હારની,

પણ એ સફળતા જ શું જે નિકળે ના પરીક્ષા પાર થઈ ,

હસે લોકો તો હસવા દેજે,

પણ મનથી કદી હારીશ ના,

પ્રયત્નો સદા કરતો રહેજે,

કેમ કે જીતવાનું તારે આજ છે.

_Dhanvanti jumani (Dhanni)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ