વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારામારી

હજી તો, હું રાત્રીના પોણા અગિયાર વાગ્યે નાઈટ ડયુટીમાં રવાના થવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેવામાં અચાનક બે-ત્રણ મોટર સાયકલ સીધાંજ પોલીસ સ્ટેશનમાં આવે છે. ત્રણેય મોટર સાયકલોના ચાલકો યુવાનો જણાતા હતા. તેમની પાછળ બેસીને આવેલ સ્ત્રીઓ હતી. તેમાં મોટા ભાગના લોહી લુહાણ હાલતમાં હતા.

અમે તેને કાંઈ કહીએ તે પહેલાં તેઓ એક સાથે પોત પોતાની રજુઆતો કરવા લાગ્યાં.
કે,
અમારે ઘેર કેમ રહેવું?
જુઓ અમને કેમ માર્યા?
ને હજીતો? ઘરે અમારા દાદાને મારી મારીને પાડી દીધેલ છે? તેને જલ્દી બચાવી લો! સા'બ.
આમ, પ્રશ્નોનો મારો ચાલુ હતો.
અમે તો સ્તબ્ધ બની તેને સાંભળી રહ્યાં હતાં. પરંતુ તેમાં બે વ્યક્તિને વધારે પડતી ઇજાઓ પહોંચી હોય તેવું જણાતા. અમારી પ્રથમ ફરજ તેને પ્રાથમિક સારવાર અપાવવાની હોય. તેથી તેઓને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બાકીના તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, તેની પણ પ્રાથમિક સારવાર લેવડાવવા મોકલેલ.

બાદ અમે બનાવવાળી જગ્યાએ જઇને તપાસ કરતા પ્રથમ તો આજુબાજુમાં કે, શેરીમાં કોઇને ખબરજ નહોતી. કે, અહીં મારા મારીનો બનાવ બન્યો છે. જેથી ભોગ બનનારના જણાવ્યા મુજબ સામાવાળાનું સરનામું પુછતા સરનામે જતા સત્ય હકીકતથી વાકેફ થયેલ.

ભોગ બનનાર અને સામાવાળા સગા ભાઇઓના દિકરાઓ હોય. અને ઘણા સમયથી અંદરો અંદર કજીયો કંકાસ રહેતો હોય. જેથી સામાવાળાઓને નામ જોગ બહાર બોલાવતા એક બાવીસ વર્ષનો છોકરો ચાલુ ફોને મારી પાસે આવીને કહેવા લાગ્યો.અને ફોન મારી સામે ધરતા બોલ્યો? કે, લો મારા વકીલ સાથે વાત કરો. મારે અત્યારે કોઇ વકીલ બકીલ સાથે વાત કરવાની નથી. તમે જે લોકો આ બનાવમાં સામેલ હોવ તે મારી સાથે પોલીસ સ્ટેશન ચાલો. તેમ કરેતા ફરી તેનો ફોન મારી સામે ધરીને મને કહેવા લાગ્યો. કે, હું પણ કોર્ટમાં નોકરી કરૂ છું. તમે પહેલા વકીલ સાથે વાત કરો? પછી અમે આવીએ. તેમ કહેતા મે વકીલ સાથે વાત કરેલ તો સામેથી શહેરના એક નામચિન વકીલ બોલતા હતા. અને સીંધાજ કહેવા લાગ્યા કે, તમારે મારી સાથે વાત નહોતી કરવી એમ? તમે કોને પુછીને ત્યાં ગયા છો? અને કોની મંજુરીથી. મે કહ્યું કે, પોલીસની પ્રાથમિક ફરજ શું? તમને પુછી પુછીને કામ કરવાની છે. અમારે ક્યાં જવું ન જવું તે બધું તમને પુછવાનું? મિસ્ટર તમે આ બધી અમારી ફરજમાં રૂકાવટ કરી રહ્યાં છો? એવું તમને નથી લાગતું. આમા તમારા વિરૂધ્ધ પણ ગુન્હો દાખલ થઇ શકે છે. એમ કહેતા સામેથી વકીલ ફોન કાપી મુકે છે.અને અમે અમારી કામગીરીમાં સામાવાળાના એક ભાઇને અમારી ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જઇએ છીએ.
બાદ જનરલ હોસ્પીટલથી મારામારીની M.L.C. આવતા હોસ્પીટલ ડ્યૂટીના હેડ કોન્સ્ટેબલ હોસ્પીટલ જઇ, બનાવની હકીકત જાણી. ભોગ બનનાર બેનના રૂબરૂની ફરિયાદ લઇ આવતા. જે ફરિયાદ નીચે મુજબ છે.

તા ૧૫/૦૫/૧૯

મારૂનામ મંજુબેન વા/ઓ જેન્તિભાઇ સોમાતભાઇ શિયાળ ઉંવ.-૫૫ ધંધો- મજુરી રહે- જનતા પ્લોટ નં-૧, બાળકબાગ પાસે, ........ મો.નં-૦૦૦૦૦૦૦૦૦૦


રૂબરૂમાં પુછવાથી મારી ફરિયાદ હકીકત લખાવું છું, કે હું ઉપરમા બતાવેલ સ્થળે મારા પરીવાર સાથે રહું છું. અને દોરડા વણવાની મજુરી કામ કરૂ છું. મારે સંતાનમા બે દિકરા તથા ત્રણ દિકરીઓ છે.

ગઇ કાલ સાંજના સાડા દશેક વાગ્યે હું તથા મારો દિકરો નરેશ તથા મારા સસરા સોમતભાઇ તથા મારા જેઠનો છોકરો ભરત તથા જગદીશ અમે બધા લોકો ઘરે હાજર હતા, ત્યારે મારા મોટા જેઠ નારણભાઇના મોટા દિકરા હિરેન સાથે ભરતને બોલા ચાલી થયેલ.જેથી મારા સસરા સોમાતભાઇ હિરેનને ઠપકો આપવા જતા હતા, ત્યારે દાદરા ઉપર હિરેન તથા તેનો નાનો ભાઇ ચેતન તથા તેના માસીનો દિકરો નરેશ દાદરે ઉભા રહેલ જેમા હિરેનના હાથમાં લોખંડનો પાઇપ હોઇ જે પાઇપ તેણે મારા સસરાને ખભા ઉપર એક ઘા મારતા મારા સસરા નીચે પડી જતા હું તથા મારો દીકરો નરેશ તથા મારા જેઠનો દીકરો ભરત તથા જગદીશ વચ્ચે પડતા મને હિરેને એક લોખંડનો પાઇપ મારેલ તથા ચેતનના હાથમા લાકડી હોઇ તેનો એક ઘા મારા દીકરા નરેશને માથામાં મારેલ તથા તેના માસીના દિકરા નરેશના હાથમાં પાઇપ હોઇ તેને મારા જેઠના દીકરા જગદીશ તથા ભરતને હાથમાં મારેલ જેથી અમને બધાને લોહી નીકળવા લાગતા મારા મોટા જેઠ નારણભાઇ આવી જતા અમને વધુ માર મારવાથી બચાવેલ. ત્યાર પછી હું તથા મારો દીકરો નરેશ તથા ભરત અને જગદીશ વિગેરે મો.સા. લઇને પોલીસ સ્ટેશન જતા અમોને માથામાં વધારે વાગી ગયેલ હોઇ જેથી અમને અહી સરકારી દવાખાને સારવારમા લાવેલ છે. હાલ મારી સારવાર શરૂ છે. અને મને માથાના ભાગે પાંચ ટાંકા આવેલ છે. તેમજ મારા દિકરાને માથાના ભાગે બે ટાંકા આવેલ છે. તેમજ મારા સસરા તથા મારા જેઠના દિકરા ભરત તથા જગદીશને મુંઢ ઇજાઓ થયેલ છે. મારા દિકરા નરેશને વધુ સારવાર માટે હનુમંત હોસ્પિટલ લઇ ગયા છે.

આ બનાવ બનવાનું કારણ એવું છે, કે મારા જેઠ શામજીભાઇનો દિકરો ભરત તેની મોટર સાયકલ લઇને ઘરે આવતો હતો, ત્યારે હિરેન આડો પડતા બોલાચાલી થયેલી. જેથી મારા સસરા તેને ઠપકો આપવા જતા ઉપરમા જણાવેલ ત્રણેય જણાએ એક સંપ કરી મને તથા મારા સસરા તથા મારા જેઠ શામજીભાઇના દિકરા જગદીશ તથા ભરતને લોખંડના પાઇપ તથા લાકડીથી માર મારી ઉપરોક્ત ઇજાઓ કરેલ હોય. તો આ તમામ સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે.

એટલી મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યાં મુજબની બરાબર અને ખરી હોય જે મને વાંચી સંભળાવતા આ નીચે મારા જમણા અંગુઠાનું નિશાન કરી આપેલ છે.
R.H.T. Of મંજુબેન જેન્તિભાઇ શિયાળનું છે
ભરત

રૂબરૂ
સહી અવાચ્ય
(ફરિયાદ લેનાર)
હેડ કોન્સ્ટેબલ
.........પોલીસ સ્ટેશન
કેમ્પ.જનરલ હોસ્પિ......


(અસલ પરથી ખરી નકલ)
(ફરિયાદ દાખલ કરનાર )
પોલીસ સ્ટેશન ઓફીસર
.........પોલીસ સ્ટેશન


સવિનય રવાના:
મ્હે. એડી.ચીફ જ્યુડી.મેજી.સા.ની કોર્ટ,.......

- પીયૂૂષ આર.આહીર


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ