વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સવારે વહેલા ઉઠવાના ફાયદા..

જાણો  - સવારે વહેલા ઉઠવાથી કેવા ફાયદા થાય છે ? – આ રસપ્રદ લેખમાં

 

સવારે વહેલા ઉઠવાથી શરીરની અડધી સમસ્યા તો આપમેળે જ દૂર થઈ જાય છે. એક તો તમને દિવસ દરમિયાન કામ કરવાની કલાકો વધારે મળશે. વળી સવારમાં વહેલા ઉઠવા માટે રાત્રીના સમયે વહેલા સુવાની ટેવ પણ પડી જશે. એની સીધી અસર તમારી પાચનક્રિયા ઉપર થશે અને પાચનક્રિયા નિયમિત બનશે.

ગેસ અને અપચો થવા માટે રાત્રીના ઉજાગરા પણ જવાબદાર હોય છે. જો પાચનક્રિયા યોગ્ય રીતે થઈ જાય તો આ તકલીફ આપમેળે દૂર થઈ જશે.


અત્યારનો માનવી ભાગદોડવાળી જિંદગી જીવી રહ્યો છે. હૃદય રોગ, લોહીનું દબાણ (Blood Pressure), મધુ પ્રમેહ, જેવી બિમારી સામાન્ય થઈ ગઈ છે. આ બધી બીમારીઓમાં કોઈને કોઈ રીતે અનિયમિત ઊંઘ અને ભોજન લેવાની ક્રિયા જવાબદાર છે.

 

ઓફિસમાં આખો દિવસ કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવાવાળા લોકોને પણ આ તકલીફ હોઈ શકે છે. વળી, અત્યારે તો ઓફીસે લોકો બાઇક લઈને જવા લાગ્યા છે. થોડા અંતરે જવું હોય તો પણ આપણે બાઈક કે પછી કારનો ઉપયોગ કરીએ છીયે. સરવાળે આપણે પોતાના શરીર પાસેથી કામ લઈ શકતા નથી અને આમ, શરીરની કેલેરીનો વપરાશ નથી થતો અને એ ફેટ સ્વરૂપે જમા થાય છે. આ જ ફેટ મોટાપા અને ઘણી બધી બીમારી માટે જવાબદાર છે.

 

જેથી સમયસર ઉઠવું, અને યોગા અથવા વ્યાયામ માટે સમય આપવો ખૂબ જરૂરી છે. 

 

'શરીરને થોડી તકલીફ આપશો તો એ વધારે તકલીફ સહન કરી શકશે..'

 

આ જ નિયમથી કામ કરશો તો તમારું શરીર વધારે તંદુરસ્ત અને ખડતલ બની જશે. શરીર તંદુરસ્ત હશે તો કામ કરવાની ક્ષમતામાં પણ વધારો થશે અને જીવનમાં પ્રગતિ કરી શકશો.

 

યુવાનીમાં શરીરને યોગ્ય રીતે નિયમિત બનાવશો તો મોટી ઉંમરે પણ તંદુરસ્ત જીવન જીવી શકશો.


લી.પારસ બઢિયા.

મો.૯7૩3૮૮૪7૬3.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ