વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લડવું જરૂરી છે..

અમદાવાદ પછીના આગળના એક નાનકડા સ્ટેશન પર ટ્રેન એના મોટા હોર્ન સાથે ધીમી પડી અને ઉભી રહી.. એક પછી એક લોકો કોઈ કામસર ઉતરવા લાગ્યા. આ સ્ટેશન પર ટ્રેન દશ મિનિટ જ ઉભી રહેતી. એટલે મોટા ભાગના લોકો બહાર ના નીકળતા પોતપોતાની જગ્યાએ જ બેસી રહ્યા.

એ ટ્રેનમાં જ એક વિન્ડો સીટ પર એક ગામડાની સીધી સાદી છોકરી બેઠી હતી. ખભા પર આગળની તરફ રાખેલો લાંબો કાળો ભમરીયાળો ચોટલો અને દેખાવમાં પૂનમના ચાંદ ને પણ શરમાવે એટલો રૂપાળો ચહેરો આંખોમાં કાજળ, કપાળમાં નાનકડી બિંદી, નાકમાં નથડી, હોઠો પર ખામોશી, અને કાનમાં ઝૂલતી બાલીઓ.. સફેદ સલાવરસુટમાં એ ઓર મનમોહક લાગતી હતી. પોતાની જગ્યાએ થોડી સંકોચાઈ એ ખોળામાં એક કાળું બેગ અને હાથમાં બે ત્રણ પુસ્તકો લઈ બેઠી હતી.

એને જોઈ લાગતું હતું કે એ થોડી બેચેન છે. તરસથી એનું ગળું સુકાતું હતું. પણ પોતે જો અહીં ઉતરી ગઈ તો પાછલી વખતની જેમ ટ્રેન મિસ થઈ જશે. એજ ડરથી એ એમ જ બેસી રહી..

આમ તો એને આ રીતે એકલું અમદાવાદથી નીકળવું જ નોહતું. પણ કોઈ સાથે ચાલવાવાળું નોહતું. એણે આ ટ્રેન અને ટ્રેનની એ દબંગ ગેંગ વિશે બહુ સાંભળેલું. લોકો કહેતા કે એ દબંગગેંગ ટ્રેનમાં સૌને હેરાન કરે, સ્ત્રીઓ ની ખુલ્લેઆમ છેડતી કરે ગમે એની સાથે મન ફાવે એમ વર્તે ડરાવે ધમકાવે છતાં કોઈ એને રોકે નહીં.. કોઈ કશું બોલે નહીં. એ લોકોનો ખોફ જ એવો હતો. એણે તો ત્યાં સુધી સાંભળેલું કે દબંગગેંગે એક પરિણીતાની ટ્રેનમાં સરેઆમ ઈજ્જત લૂંટી અને પછી એને મારી ચાલતી ટ્રેનમાં થી ફેંકી દીધી..

એ લોકોનો ખોફ જોઈને જ લોકો એ ટ્રેનમાં મુસાફરી કરતા ડરતા, સ્ત્રીઓ ને બાળકોને બાથરૂમમાં છુપાવી રાખતા, જેથી એ લોકો એનો ફાયદો ના ઉઠાવે

થોડીવાર થઈ એટલે ટ્રેન ઉપડવાનો અવાજ આવ્યો. હોર્ન વાગ્યું. અને ટ્રેનનું એન્જીન ફરી ધ્રુજવા લાગ્યું. એ સાથે ડરથી એનું હ્ર્દય કાંપી ઉઠ્યું. ટ્રેન ઉપડી એટલે અચાનક જ ડબ્બાઓ ફરી ખળભળવા લાગ્યા. ને ટ્રેન પાટા પર દોડવા લાગી. અને એ ચાલુ ટ્રને જ એ સ્ટેશન પરથી કેટલાક દબંગો ટ્રેનમાં ચડયા.

સિટીઓ વગાડતા એ લોકો ટ્રેનની ભીડને ચીરતા એક પછી એક અંદર ઘુસ્યા. એ સીટીનો આવાજ સાંભળી લોકો ધ્રુજી ઉઠ્યા. નક્કી આજે કશુંક ન બનાવનું બનશે. કહેવામાં એ લોકો વિદ્યાર્થીઓ હતા. પણ એમનો દેખાવ જોતા એ લોકો કોઈ ગુંડા મવાલીઓ થી કમ નોહતા..

રોજ એ આજ સમયે આ ટ્રેનમાં ચડતાં લોકોને ડરાવી ધમકાવી હેરાન કરતા. એમના બાળકોને રડાવતા.. અને મહિલાઓ ની છેડખાની કરતાં.. ક્યારેક ક્યારેક તો એ લોકો તમામ હદ પર કરી નાખતા, આવું અવારનવાર રોજ થતું પણ કોઈ આનો વિરોધ ના કરતા. કારણ કે એમાંનો એક ગુજરાતના પૂર્વ મંત્રીનો દિકરો હતો. એમની સામે થવું મતલબ..

એ લોકોને જોતા જ લોકોમાં એકજાતનો ડર ફેલાઈ ગયો. સૌ કોઈ એમના રસ્તામાં થી પાછળ ખસી ગયા.

લાંબી વધી ગયેલી દાઢી અને મોટા વાળ, એ લોકો પાંચ હતા. અને એ પાંચમા થી એક એનો સરદાર હતો. પૂર્વ મંત્રી ઈશ્વર પ્રસાદનો દિકરો, રાઘવ

એ એના દોસ્તો સાથે મળી એની દરેક મનમાનીઓ કરતો. કોઈ એનું કઈ ના કરી શકતું. કારણ કે પૈસા અને પાવર બન્નેને એ ખિસ્સામાં લઈ ફરતો.

ટ્રેનમાં પગ પછાડતો આવી ને એ એક જગ્યાએ ઉભો રહ્યો. એણે આસપાસ બેઠેલા એક પછી બધા જ યાત્રીઓ ના ચહેરા પર નજર દોડાવી. એની મોટી મોટી આંખો ફરતી ફરતી ખૂણામાં બારી પકડી બેઠેલી એક છોકરી પર ગઈ..

અને એણે એના દોસ્તો સામે જોયું. અને હાથનો ઈશારો કર્યો. એ છોકરી તરફ એ આગળ વધ્યો.

એને એ તરફ આવતો જોઈ ત્યાં બેઠેલા સૌ કોઈ ડરના માર્યા ઉભા થઈ ગયા, એ કેબીન આખી ખાલી થઈ ગઈ.. ડરની મારી એ છોકરી ઉભી થઈ નીકળવા ગઈ.. કે રાઘવના એક માણસે એનો હાથ પકડી એને અંદર ધકેલી. એ છોકરી એની સામે ડરની મારી ધ્રુજવા લાગી. એ લોકોમાં થી ત્રણ એ છોકરીની સામે ગોઠવાયા. અને રાઘવ અને બીજો એક માણસ એની એકદમ નજીક એની બાજુમાં જઈ બેઠા.. એક સીધી સાદી માસુમ છોકરી અને પાંચ આવારા છોકરાઓ ટ્રેનમાં ઘણા લોકો હતા. પણ કોઈએ એ લોકોને અટકાવ્યા નહીં. બસ ત્યાં ઉભા ઉભા મુક બની તમાશો જોઈ રહ્યા.

એ પાંચેય જાનવરોની ની ભૂખી નજરો એ માસુમ હરણીના જીસ્મ પર મંડાયેલી હતી. કે ક્યારે મોકો મળે અને ક્યારે એ બધા ની સામે એને નોંચી લે..

એની આંખોનો ડર જોઈ રાઘવ હસ્યો.

અરે અરે ડર નહીં... અમે તો માત્ર મસ્તી કરીએ છીએ..

એમ કહી રાઘવે જંઘા પર હાથ મુક્યો. એ છોકરી ફફડી ઉઠી..

રાઘવે સામે બેઠેલા એના દોસ્ત સામે જોયું. અને એ એનો ઈશારો સમજી ગયો. એણે ઉભા થઈ આસપાસ તમાશો જોતા એ લોકોને ત્યાંથી ભગાવ્યા. હવે એ કેબિનમાં બસ એ છોકરી અને અને પાંચ લોકો જ હતા.

એ છોકરી એની સામે રડી પડી..

એ લોકોએ એના મોઢે બોટલ લગાવી એને જબરદસ્તી દારૂ પીવડાવી..

અને પછી એનો દુપટ્ટો ખેંચી એના શરીર પર જ્યાં ત્યાં અડપલાં કરી એ લોકો ત્યાં થી બીજા શિકાર માટે નીકળી ગયા.

ટ્રેનના દરવાજે પહોંચતા જ એને ઘુરી રહેલા લોકો સામે રાઘવે મોટા અવાજે કહ્યું.

અરે નાની બાળકી છે એટલે કશું નથી કર્યું અમે.. ખાલી થોડી ડરાવી જ છે..

એમ કહી એ ધીમી પડેલી ટ્રેનમાં એક સ્ટેશન પર ઉતરી ગયા...

આંખોમાં ભરેલા આંસુ સાથે એ યુવતી એ પાંચેય લોકોને બારીએ થી જોઈ રહી..

એ પછી એક મહિલાએ એને ગળે લગાવી, એને શાંત કરી..

ડર નહીં બેટા.., આ લોકો આવા જ છે... અહીં જો જીવવું હોય ને તો જાતે જ લડતા શીખવું પડે.. એની એ વાત ને એણે મનમાં ગાંઠ બાંધી લીધી.

***

આજે એ ઘટના ને પાંચ વર્ષ વીતી ગયા. આજે એજ વિન્ડો સીટ પર બેઠેલી, એને જોતા કોઈ ના કહે કે આ એજ છોકરી છે.. આજે આટલા વર્ષો બાદ ટ્રેનમાં ફરી એ પોતાના ગામ જઈ રહી હતી. આ પાંચ વર્ષમાં એ ઘણી જ બદલાય ગયેલી. શહેરની મોર્ડન જિંદગીના રંગે રંગાયેલી બિન્દાસ મનની છોકરી, ખુલ્લા ઘૂંઘરાળા વાળ , રૂપાળો ચહેરો, આંખો પર કાળા ગોગલ્સ અને નાકમાં નાનકડી નોઝરિંગ, હોઠો પર ડાર્ક લિપસ્ટિક.. અને કાનમાં ઈયરફોન્સ,

અઠયાવીસ ની કમર પર ચડાવેલું બ્લ્યુ ડેનિમ જીન્સ અને એના પર રેડ ટોપ.. ગળામાં ઝૂલતો નેવી બ્લ્યુ સ્કાર્ફ.. અને હાથમાં આઈફોન,

પગ પર પગ ચડાવી એ એના અંગ્રેજી ગીતોની ધૂન ગુનગુનાવી રહી હતી.

નામ હતું. ગુંજન પરમાર શહેરની સૌથી મોટી રાઈટર, એણે અમદાવાદ સ્ટેશન જ્યારે પોતાની જગ્યા લીધી. ત્યારે એની આંખ સામે પાંચ વર્ષ પહેલાના એ દ્રશ્યો આવી ગયા. એક પળતો થયું કે ના.. આ સીટ પર નહીં બેસવું. પણ એણે એના મનની કરી એ એજ સીટ પર બેઠી...

જે થશે જોયું જશે..

ટ્રેન રફતારથી આગળ વધી રહી હતી. એની પાસે એની બાજુમાં એક અને સામે ત્રણ કોલેજીયન યુવતીઓ બેઠી હતી. એમની સાથે એણે ઓળખાણ કરી.. વાતો કરી..

થોડીવાર પછી એ સ્ટેશન આવ્યું. રાઘવ અને એના પાંચેય દોસ્તો રોજની જેમ ફરી એજ ટ્રેનમાં ચડ્યા. આ પાંચ વર્ષમાં એ લોકોનો ખોફ બહુ વધી ગયેલો. હવે તો એ લોકો ખુલેઆમ ગમે એને મારી નાખતા. એ લોકોને જોતા ડરના માર્યા યાત્રી લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. ટ્રેનમાં એક જાતનો ડરનો માહોલ છવાઈ ગયો.

ટ્રેનમાં ઉભેલા યાત્રીઓ ને ધક્કા મારતા એ લોકો અંદર ઘુસ્યા.. ડબ્બાઓ ની વચ્ચે થી પસાર થતા એ લોકો અંદર જતા હતા. કે ત્યાં જ એમના એક ની નજર પેલી પાંચેય છોકરીઓ પર પડી..

અને એ લોકો એ કેબીનમાં ઘૂસ્યા.

હેલ્લો મેડમ, અંદર ખસો ઇન્કવાયરી આવી છે.. એ ત્રણેય છોકરીઓ ડરની મારી હલ્લો કરવા લાગી.. એ લોકોએ એને ધમકાવી.. ગુંજન જાણી જોઈને ચૂપચાપ વિન્ડોની બહારની તરફ જોઈ રહી હતી. એને કશું જ સંભળાતું નોહતું. રાઘવ અને એક બીજો માણસ એ ત્રણેય સાઈડ અને બાકી ના ત્રણેય ગુંજન અને પેલી છોકરી સાઈડ બેઠા..,

રાઘવના એક દોસ્તે પાછળથી હજુ ખુલી વિન્ડો તરફ જોઈ રહેલી ગુંજન ના ખુલા ખભા પર હાથ મુક્યો.

કે એજ પળે ગુંજને સામે જોયું..

એનો ચહેરો જોઈ એ લોકો એને ઓળખી ગયા.

હેય રાઘલા આ તો..,

એની સામે બેઠેલા રાઘવે હોઠ પર આંગળી ફેરવતા કહ્યું.

હા યાર આ તો એજ જૂનો માલ છે.. જેને આપણે ચાખ્યા વિના છોડી દીધેલો..

ભાઈ આવા માલ ને આમ જ મૂકી દેવાય..

પેલી ત્રણેય છોકરીઓ ને કે ત્યાં આસપાસ ઉભેલા યાત્રીઓ ને કોઈને કઈ સમજાતું નોહતું.

ગુંજન એ લોકો સામે હસી.. એની બાજુમાં બેઠેલા માણસે એની તરફ હાથ આગળ વધાર્યો કે ગુંજને ખેંચી ને..

એક ઝાટકે એના બધા જ આંગળાઓ મરડી નાખ્યા. એ જોઈ એ તરફ એની બાજુમાં બેઠેલા બન્ને ડરના માર્યા ત્યાં થી ઉભા થઈ ગયા. ગુંજને જેના આંગળા તોડ્યા એને જ સાઈડમાં ફરી એની છાતીમાં લાત મારી. દૂર ફેંક્યો..

રાઘવ કે એના દોસ્તો કઈ સમજે એ પહેલા જ એણે એની બાજુમાં અને સામે બેઠેલી એ છોકરીઓ સામે આંખ મીંચકારી કે એ સાથે જ હરણીની જેમ ફફડતી છોકરીઓ શેરની બની ઉભી થઈ.. એણે હાથની મુઠીઓ વાળી અને એ લોકોના ઝડબા તોડ્યા, હાથ પગ તોડ્યા એ ચારેય મુકા લાત થી રાઘવ અને એના દોસ્તો પર તૂટી પડી.., એમના વાર થી રાઘવ અને એના દોસ્તો ઢળી પડ્યા..

ગુંજન પરમાર, અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષથી સ્ત્રીઓ ને આત્મ રક્ષા માટે માર્શલ આર્ટ શીખવે છે. એ દિવસની એ ઘટના પછી એણે માર્શલ આર્ટ શીખ્યું. એક માર્શલ આર્ટ ટ્રેનર બની પોતાની એક એકેડમી ખોલી,

એણે રાઘવ અને એના દોસ્તો ને મારી મારી અધમુવા કરી નાખ્યા. ગુંજને રાઘવની કોલર જાલી ઉભો કર્યો.

''સાંભળ, છછુંદર હશે તું કોઈ મોટા મંત્રીઓ દિકરો પણ હુંય અસલ ગુજરાતણ છું. કોઈના બાપથી નહીં ડરતી.

એ દિવસે બહુ જ રડાવી ને તમે લોકોએ મને, ત્યારે કમજોર હતી હું પણ આજે.. આજે જો હું ધારુંને તો હું તને અહીં જ પતાવી દવ.. પણ હું નથી ઇચ્છતી કે તારી માં એનો એક નો એક દિકરો ખોઈ બેસે..''

એણે એની કોલર છોડી દીધી. રાઘવ ઢળી પડ્યો. ત્યાં ટ્રેનમાં ઉભેલા સૌ કોઈએ એ છોકરીઓ માટે તાળીઓ પાડી..

પોતાનું બેગ લઈ એ પોતાની ચારેય સ્ટુડન્ટસ સાથે ત્યાંથી આગળ વધી.. દરવાજા પાસે પહોંચતા જ એ પાછળ ફરી અને મનમાં ધરબાયેલા ગુસ્સા સાથે બોલી.

તમે બધા તો એ લોકો કરતા પણ ગયા ગુઝરા છો. એ લોકો છેલ્લાં પાંચ વર્ષથી રોજ ટ્રેનમાં આ રીતે આવી લોકોને હેરાન કરે છે. ડરાવે ધમકાવે છે. સ્ત્રીઓ ની ઈજ્જત સાથે છેડખાની કરે છે એને મારી ને ફેંકી દે છે અને તમે..? તમે લોકો મુક બની આમ જ તમાશો જોઈ રહો છો.. તમે લોકો માણસ છો કે પશુ..? તમે આટલા બધા લોકો અને એ માત્ર પાંચ શુ એકતા માં તાકાત નથી.. કે પછી બધા જ સ્વાર્થી છો. બધા ને બસ પોતાની જ પડી છે.

આજથી પાંચ વર્ષ પહેલા આજ ટ્રેનમાં જે મારી સાથે ખરાબ થયું ને, એ એ પછી મારે લડતા શીખવું પડ્યું. કારણ કે તમારા જેવા ખોટો તમાશો જોતા લોકો પાસેથી તો કઈ મદદની આશા રાખી શકાય નહીં..

બધા મુક બની એના ધારદાર કટાક્ષો સાંભળી રહ્યા..

એણે આસપાસ ઉભેલી સ્ત્રીઓ ને કહ્યું.

જો તમારે આવા દબંગોથી તમારી ઈજ્જત, તમારું માન, તમારું સમ્માન બચાવવુ છે તો તમારે જાતે જ લડતા શીખવું પડશે. બાકી આ પુરુષોને કોઈ ફરક નથી પડવાનો.. એકાદ સ્ત્રીઓ ઓછી થઈ જશે તો..,

સમાપ્ત


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ