વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું જોઈએ

ક્યાં? ક્યારે? કેવી રીતે? એ ક્યારે પૂછ્યું કોઈએ, 

મિલન માટે તો બસ તારી ને મારી "હાં" જોઈએ, 


સંબંધો માટે તો અગણિત વિકલ્પો આપીએ, 

મિલન માટે તો બસ એક નાનું બહાનું જોઈએ, 


લક્ષ્ય રાખીશું ઉંચા તો જીવનમાં આગળ વધીએ, 

સફળતા માટે તો બસ અથાક પ્રયત્નો જોઈએ, 


વહાલાંના વહેણને માણવા ઝરણાં સાથે વહીએ, 

પ્રેમનાં વમળ માટે તો બસ નાની કાંકરી જોઈએ, 


જન્મ અને મૃત્યુને તો જીવનું નિશ્ચિત ચક્ર કહીએ, 

આ જિંદગીને સમજવા માટે તો બસ "તું" જોઈએ


- મિલન અંટાળા 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ