વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મને ખબર નથી..

મને ખબર નથી તને ચાહવું સારુ છે કે ખરાબ,

પણ જ્યારે તને યાદ કરુ હોઠે સ્મિત લહેરાય જાય છે.


મને ખબર નથી તને હું પામી શકીશ કે નહીં,

છતાય સપના તારા આવેને હોઠે સ્મિત લહેરાય જાય છે.


મને ખબર નથી આપણા પ્રેમને શું કહેશે આ દુનિયા,

છતાય જીવન ભરનો તારો સાથ વિચારી હોઠે સ્મિત લહેરાય જાય છે.


મને ખબર નથી આપણી આ પ્રેમ નયા પાર ઉતરશે કે નહીં,

છતાય ભગવાન ના ભરોસે છોડી હોઠે સ્મિત લહેરાય જાય છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ