વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જિંદગી

*જિંદગી* શબ્દ નાનો છે પણ સમજતા જિંદગી નીકળી જાય. આજની એટલે હું જે જનરેશનમાં જીવું છું તેની વાત કરું તો જેમ જેમ જિંદગી ઘટે, તેમ લોકો પણ જીવવાનું ઘટાડી રહ્યા છે. પણ આ આથમતી જિંદગી સામે દુઃખી શુ કામ થવું, બીજે દિવસે જે સંધ્યા ખીલવાની જ છે તેની મજા લેને. ભૂતકાળ યાદ કરી કરીને ભવિષ્યને વેરવિખેર શુ કામ કરવું ? હા, માનું છું અમુક વાત માણસ લાઇફટાઈમ નથી ભૂલતો, પણ શું એ વાતો સાથે જીવી ન શકે. અરે આમ ભાંગી જવાને બદલે ખુદને ખુદમાં શોધો, દુનિયા જીતી લેશો. બિહારમાં છોકરાઓના દિલ તૂટવા પર upsc gpsc ક્લિયર થાય છે, અને આપણે અહીંયા, નહિ યાર મારે નથી જીવવું, હવે હું કઈ નહિ કરી શકું, જીવીને શુ કામ હવે, મને જે જોઈતું હતું એ ન મળ્યું. બસ આજ જિંદગી ? શુ આવી રીતે જ જીવવાની જિંદગી ? આને જિંદગી જીવી નહીં પસાર કરી કહેવાય. સાચી જિંદગી જો જીવવી જ હોય તો ખુદમાં કંઈક હોવું જોઈએ, પથ્થરો પણ વાગે અને કાંટા પણ ખૂંચે, કેડી અને ગુલાબ બનવા માટે સહન પણ કરવું જ પડે. ખાલી એક વખત વિચારો બધાને બધું જ મળી જતું હોત, તો આ જિંદગી જીવવાની મજા આવત ? બસ છેલ્લે એટલું જ કે જન્મ લીધો જ છે, તો કંઈક એવું જીવવું કે મરીએ ને ત્યારે ખુદને થાય, ના મેં કંઈક તો કર્યું જ છે. છેલ્લે બધા બોલવા જોઈએ, નહિ એ છોકરી તેની જિંદગી શાનથી જીવી હતી.  - અંકિતા ખોખર..


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ