વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેટલા દિવસ ?

*કેટલા દિવસ ?*


આમ સામે કિનારે રહી,

ભરમાવીશ કેટલા દિવસ?

અનહદ કરી છે રજૂઆત,

શરમાવિસ કેટલા દિવસ?


બાગ બનાવ્યા તારા માટે,

સૂકા વન વગડા મહીં,

મારાં ખીલવેલા પુષ્પોને

કરમાવિશ કેટલા દિવસ?


સત્યથી વાકેફ નથી સૌ,

અસત્ય ના અંધકાર થકી,

સત્ય આગિયો નહિ સૂરજ છે,

છૂપાવિશ કેટલા દિવસ?


છાતીને ચિરી નીકળશે,

મુશળધાર નહિ “બિંદુ” કાફી,

અંકુર ફૂટશે જરૂર – જરૂર,

ધરતી દબાવિશ કેટલા દિવસ?


દિલેન સોલંકી “બિંદુ”

માંડવી કચ્છ

3/7/20

7:48 PM

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ