વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કુદરત

એ કુદરત કેટલી સુંદર હશે? 


એ કેવી રાત હશે જ્યારે સૂરજને ક્ષિતિજમા ડુબાળી

ચાંદો એની ચાંદની નિખારતો હશે.

એ કેવું દ્રશ્ય હશે જ્યારે સવારનું પહેલું કિરણ

ઘોર રાતને અલવિદા કરતું હશે.


એ ફૂલોને પણ ગમતું હશે, 

જ્યારે એક પતંગિયું એને ચુંબતું હશે.

એ કાંટાળી બોરડી પણ અંદરથી રડતી હશે, 

જ્યારે એક વેલ એના તરફ વળતી હશે. 


એ પર્વત પણ હૈયેથી પીગળતો હશે, 

જ્યારે એક વાદળી એના પર વરસતી હશે. 

એ પથ્થર કેવો હરખાતો હશે, 

જ્યારે એ મૂર્તિ ના ઘાટમા ઘડાતો હશે. 


એ નદીનું નીર કેવું આતુર હશે, 

જ્યારે એ સાગરના સાથમા સમાતુ હશે. 

એ પક્ષી કેવુ પ્રસન્ન હશે, 

જ્યારે એના માળામાં કલરવ સાંભળતું હશે. 


એ સ્થિતિ કેવી હશે જ્યારે, રણની રેતીને

પવનનો સ્પર્શ પ્રેમથી પંપાળતો હશે. 

એતો કેવો પ્રેમ હશે જ્યારે, એક ઝાકળની બુંદ ને

પુષ્પની પાંખડી ઝીલતી હશે. 


જો આ ક્ષણો આટલી સુંદર હશે, 

તો એને બનાવનાર એ કુદરત... 

એ કુદરત કેટલી સુંદર હશે? 


ડો. અંકુર બેરા 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ