વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુરુ

ગુરુપૂર્ણિમા 

➖️➖️➖️➖️



એક શિષ્યની કલમ જયારે એના ગુરુ માટે લખે ત્યારે જીવ આ સદગુરુ માં જોડાઈ ને સમર્પિત થઈ જાય છે આજે હું એવાજ મારાં સદગુરુ શ્રી જેન્તીરામ બાપા માટે લખવા જઈ રહી છું એમને મન ધર્મ વચન કર્મ માં રાખીને આજે એવા ગુરુ માટે લખવા જઈ રહી છું. જેમના માટે લખવું મારાં સામર્થ્ય ની બહાર છે પણ એમનાજ આશીર્વાદ પણ છે કે મારી કલમ આજે એમના માટે લખી રહી છે જે જીવનનો એક સત્ય કિસ્સો છે અને ગુરુ નો મહિમા શું છે આપણા જીવનમાં એમનું હોવું કેટલું જરૂરી છે જીવનમાં એમના આવવાથી જીવન ફૂલ સમ કોમળ સુગંધિત અને ભાર વિહીન થઈ જાય છે. એવા શ્રી સદગુરુ સાહેબ માટે આજે લખી રહી છું. 






અરૂણિમા આજે ખુબજ ખુશ હોય છે અને સાથે એનો પતિ અંશુલ પણ કેમ કે એમને એમના માંબાપ બનવાના સમાચાર મળ્યા હોય છે એ ખુશી એમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી અરૂણિમા અને અંશુલ એટલા ખુશ હતા. કે આવનાર બાળક પુત્રી જ હોય એ વિચારીને મનમાં ખુશ થતા હતા. અને પુત્રીના જ સપના જોઈને એને વિચારીને બધું કામ કરતા.અરૂણિમા અને અંશુલ એમની દુનિયામાં ખુબજ ખુશ હતા. 


             એવામા અરૂણિમાની તબિયત અચાનક ખરાબ થઈ જાય છે ત્યારે એને ત્રીજો માહ ચાલતો હોય છે. અંશુલ એને લઈને હોસ્પિટલ જાય છે અને ડોક્ટર ને જણાવે છે કે અરૂણિમા ને ત્રીજો મહિનો છે અને એની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે માટે તમે કઈ કરો ડોક્ટર. ડોક્ટર અંશુલ ને આશ્વાસન આપે છે અને શાંત પાડીને એને સમજાવે છે કે ચિંતા ના કરશો હું હમણાંજ ચૅક કરીને જોઈ લઉં છું. અને ત્યાર બાદ અંશુલ બેસી જાય છે અને ઈશ્વર નું નામ સ્મરણ કરે છે. અંદર અરૂણિમાની હાલત બગડતી જાય છે. અને ડોક્ટરને ખબર નથી પડી રહી કે શું તકલીફ છે. એ લોકો અરૂણિમાને સતત ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. અને સીચવેશન ને હેન્ડલ કરી રહ્યા છે. ત્રણ કલાક ની મહેનત પછી અરૂણિમા ની તબિયત માં સુધારો દેખાય છે પણ હજુ એ બેભાન હાલત માં જ હોય છે. ડોક્ટર અંશુલ ને બહાર આવીને કહે છે કે અમે અત્યારે હેન્ડલ કરીને બધું સાચવી લીધું છે પણ આગળ કાંઈજ કહી ના શકાય માટે ખુબજ સાચવીને રહેજો. અંશુલ તો સાંભળીને સુનમુન થઈ જાય છે એને  સમજ નથી પડી રહી કે હવે શું થાશે આગળ શું કરીશું હવે આગળ. ત્યાંજ સિસ્ટર આવે છે અને કહે છે કે તમે તમારી પત્ની ને મળી શકો છો પણ હજુ એ બેભાન જ છે. અંશુલ થોડો સ્વસ્થ હોવાનો ડોળ કરીને અરૂણિમા પાસે જાય છે અને બેસે છે ત્યાં એનો હાથ હાથ માં લઈને એને જોવે છે અને માથે હાથ ફેરવે છે ત્યાંજ એની આંખમાંથી એક અશ્રુ આવીને અરૂણિમા ના હાથ પર પડે છે. ત્યાંજ સિસ્ટર અંશુલ ને બોલવા આવે છે કે ડોક્ટર સાહેબ તમને કેબીન માં બોલાવે છે તમે મળી આવો અરૂણિમા બેન નું ધ્યાન હું રાખું છું. અને અંશુલ આ સાંભળીને ડોક્ટર ને મળવા જાય છે. 







ડોક્ટરની કેબીનમાં અંશુલ જાય છે ત્યાંજ ડોક્ટર સાહેબ કહે છે અરે અંશુલ ભાઈ આવો મારે તમારી સાથે થોડી અગત્યની વાત કરવી છે તમે આવો બેસો અંશુલ થોડો ટેંશન માં આવી ગયો હોય છે અને ડોક્ટર સાહેબની સામેની ચેર માં બેસી જાય છે અને રાહ જોવે છે કે ડોક્ટર શું કહેવા માંગે છે.ડોક્ટર બધા રિપોર્ટ જોઈને વિચારે છે અને અંશુલ સામે જોવે છે અને કહે છે કે તમારી પત્ની અરૂણિમા ના પેટ માં બાળક છે એ બંને માટે રિસ્કી છે અમે એમની હાલત જોઈને એટલુંજ કહીયે કે બંનેમાં થી કોઈ એક ને જ બચાવી શકાય અને હજુ આગળ વધશો તો હજુ જીવ ને જોખમ થાશે પછી અમે બંને માં થી કોઈને બચાવી નઈ શકીયે માટે હજુ સમય છે વિચારી જોવો. આ સાંભળીને તો અંશુલ સાવ ભાંગી પડે છે. પહેલો વિચાર એ આવે છે કે શું અરૂણિમા આ સહન કરી શકશે? પછી તો બધા સપના વિચારોએ વળગી પડે છે. અંશુલ સામે તો અંધારું જ ઘેરી વળે છે. અને વિચારે છે અરૂણિમા ને કેમ બતાવીશ આ વાત?  






પણ એ થોડો સ્વસ્થ થાય છે અને વાત અને ફોર્માલિટી બંને પુરી કરીને અરૂણિમા પાસે આવે છે. હજુ એને કોઈજ નિર્ણય લીધો નથી હોતો.અરૂણિમા હજી બેભાન છે સૂતી હોય છે ત્યાંજ એ અરૂણિમા ની બહેન લિપિ સાથે વાત કરે છે અંશુલ ખુબજ ટેન્શનમાં હોય છે લિપિ બધીજ વાત સાંભળે છે અને પછી એના પતિ લક્ષવ ને કહે છે એ બંને પણ ચિંતા માં સરી પડે છે સાંભળીને કે હવે શું કરવું 





ત્યાંજ લક્ષવ ને એક વિચાર આવે છે કે એમના ગુરુજી નો અને તરતજ એ અંશુલ કુમાર ને ફોન કરે છે અને કહે છે કે મારાં ગુરુજી શ્રી જેન્તીરામ બાપા ધુનડા ગામે વિરાજે છે આપણે એમની સમક્ષ આ સમસ્યા લઈને જઈએ તો કેમ રહેશે જેમ તમને યોગ્ય લાગે એમ પછી. અંશુલ તરતજ હા પાડી દે છે કેમ કે એને તો કોઈ પણ ભોગે અરૂણિમા અને બાળક નો જીવ જોખમ માં ના આવે એ જોઈએ છે. એમની મંજૂરી મળ્યા પછી લક્ષવ કુમાર કહે છે કે હું ફોન કરીને ત્યાં બધીજ વાત જણાવું છું અને પછી આપણે કઈ નિર્ણય લઈએ ત્યાં સુધી તમે ચિંતા કર્યા વગર મોટાબેન નું ધ્યાન રાખજો બધું સારૂ થઈ જાશે. અંશુલ ને થોડી રોશની ની કિરણ દેખાય છે અને અરૂણિમા પાસે જાય છે. 





લક્ષવ બીજી બાજુ બાપાશ્રી ના આશ્રમે જાણ કરે છે અને બધી વાત કરીને માહિતી આપે છે ત્યાં એમને ગુરુજી સાથે વાત કરવાનો મોકો મળે છે અને ગુરુજી શ્રી બાપાશ્રી કહે છે કશું નઈ થાય એમને હું સાથેજ છું અને 9 મહિના એમને થવા દો પુરા અને મારી પાસે લઇ આવજો એક વાર દર્શન માટે આશ્રમમાં. લક્ષવ તો ખુબજ રાજી થઈ જાય છે અને બધીજ વાત ફોન કરીને અંશુલ કુમાર ને જણાવે છે અંશુલ પણ રાજી થઈ જાય છે અને મહિના પછી જ આશ્રમમાં જવાની ઈચ્છા ધરાવે છે અને આ બાજુ અરૂણિમાની તબિયત પણ સુધરતી જાય છે બાપાશ્રી ના આશીર્વાદથી જ્યાં દવા કામ નથી કરતી ત્યાં દુઆ કામ કરે છે એ વાત નો અનુભવ થયો બધાને. લક્ષવ કુમાર બધી તૈયારી કરી નાખે છે જવામાટે ની. અને જોત જોતામાં તો મહિનો પસાર થઈ જાય છે અને આશ્રમમાં જવાનો દિવસ નજીક આવે છે અરૂણિમા અંશુલ અને લક્ષવ અને લિપિ અને બીજા પણ થોડા બધા સાથે આશ્રમમાં જવા માટે રવાના થાય છે. 





જામનગરની ટ્રેન પકડીને એમને વાયા ધુનડા જવાનુ હોય છે ત્યાં બધાજ ટ્રેનમાં બાપાશ્રી નો સત્સંગ અને ભજનો કરતા કરતા આશ્રમે પહોંચી જાય છે. આશ્રમે પહોંચીને જાણે કે અલૌકિક શાંતિનો અનુભવ થાય છે અંશુલ અને અરૂણિમાને ત્યાં ખુબજ વિશાળ મોટો પટાંગણ છે એ ફરતે મેહમાનો માટે રૂમ બનાવેલ છે એની બાજુમાંજ મોટો હોલ છે જ્યાં બધા જ સત્સંગ માટે ભેગા થાય છે રોજ ધૂન બોલાવેછે ત્યાં અને ભજન કીર્તન થાય છે એની પાછળની બાજુમાં જ  ગુરુજી નો રૂમ આવેલ હોય છે અને એની સામેની બાજુમાં જ એમના કુટુંબના નિવાસસ્થાન હોય છે ચારે બાજુ ખેતરો હરિયાળી ઠંડક અલૌકિક દ્રશ્ય આંખે વળગી રહે છે. અરૂણિમા બધાની સાથે આગળ વધે છે અને કહે છે ખુબજ સુંદર આશ્રમ બનાવ્યો છે. અને ધરતીમાને પગે લાગીને આગળ વધે છે ચારે બાજુ નજર કરે છે બધા દેખાય છે પણ એનું મન અને આંખો તો ગુરુજીને જ શોધી રહી હોય છે અને ત્યાંજ લિપિ સમજી જાય છે અને કહે છે બેન ગુરુજી અહીંયા નથી હમણાં થોડી જ વાર માં આવશે અને સત્સંગ હોલ માં બધા સાથે સત્સંગ કરશે ત્યારેજ મળશે અરૂણિમા લિપિ ને કહે છે સારૂ તો ચાલ આપણે થોડા સ્વસ્થ થઈને પછી આવીએ. સ્ત્રી ના અલગ ઉતારા હોય છે અને પુરૂષના પણ અલગ એટલે અમે તૈયાર થઈને સત્સંગ હોલ માં ભેગા થઈએ છીએ. 




ત્યાંજ શ્રી જેન્તીરામ બાપાની આગમનની તૈયારી બતાવે છે કે ગુરુજી પધારી રહ્યા છે અંશુલ અને અરૂણિમા જેમની આતુરતા થી રાહ જોતા હોય છે એનો અંત આવે છે અને બાપા શ્રી પધારે છે અરૂણિમા તો એમને જોતીજ રહી જાય છે એમના મુખ નું તેજ એમની આંખો ની પવિત્રતા. એમની હાજરી થી પ્રસરી ગયેલી ગુલાબની મીઠી મીઠી મહેક આ બધું અરૂણિમા ના મનને પણ પવિત્ર કરતુ હતું અને એનો વિશ્વાસ વધુ વધારતો હતો. એને હવે એમના દર્શન માત્ર થી લાગી રહ્યું હતું કે મને અને મારાં બાળક ને આ દિવ્ય પુરૂષ બચાવી લેશે. સૌ એમને વંદન કરે છે પગે લાગે છે અને જય ભગવાન કરે છે. અંશુલ અરૂણિમા ની સામે જોવે છે અને જાણે અરૂણિમા અને અંશુલ ને એક જેવો અનુભવ થયો હોય એવું બંને એમની આંખોના ઈશારે પારખી જાય છે. 




ત્યાંજ થોડીવાર ગુરૂજી ધ્યાનમાં બેસીને હરિરામબાપુ ની જય બોલાવે છે અને સત્સંગ ભજન બધું થાય છે બે કલાક આ બાજુ અરૂણિમા અને અંશુલ બંનેને  તાલાવેલી લાગે છે કે ક્યારે બાપાશ્રી એમને બોલાવે અને બધી વાત એમને જણાવીને બધું કહીયે ત્યાં સભા વિખરાય છે અને બધા બાપાશ્રી ની પાછળ જાય છે ત્યાંજ અંશુલ અને અરૂણિમા પણ જાય છે અને જુલા પર ગુરૂજી બિરાજે છે ત્યાં જઈને બેસે છે.ત્યારે ગુરૂજી ની નજર અરૂણિમા અને અંશુલ પર પડે છે અને જાણે એ બધુજ એમની આંખોમાં વાંચી લીધું હોય એમ ખુબજ સુંદર મીઠી મુસ્કાન આપીને આશીર્વાદ આપે છે અરૂણિમા અને અંશુલ ના મનમાં ચાલતી બધીજ ઉથલ પાથલ શાંત થઈ જાય છે બધાજ સવાલો જે પૂછવાના હતા એ જાણે કહ્યા વગર જવાબ મળ્યાનો આનંદ અનુભવી રહ્યા હોય છે. ત્યાંજ ગુરૂજી કહે છે કે ચિંતા ના  કરીશ દીકરી હું સાથેજ છું કશું નઈ થવા દઉં તને કે તારી અંદર રહેલા જીવ ને અરૂણિમા ત્યાંજ રડી પડે છે અને બધુજ સારૂ થાય છે એ સાથે વાત પણ કરવાની કોશિશ કરે છે ત્યાંજ ગુરૂજી કહે છે હું બધું જાણું છું તારા મનમાં શું સવાલો ચાલી રહ્યા છે પણ શાંત થઈ જા કશુંજ નઈ થાય. એમ કહીને આશીર્વાદ આપે છે અને અંશુલ પણ  ત્યાં રડી પડે છે અરૂણિમા એમને પગે લાગીને એકબાજુ બેસી જાય છે ગુરૂજી બસ જોયાજ કરે છે. 


ગુરૂજી એમને નામ .સ્મરણ આપે છે અને બધા પાછા પોતાના ઘરે આવે છે જોતજોતામાં હેમ ખેમ મહિના પુરા થાય છે અને 8 માં  મહિને થોડી તકલીફ થાય છે અરૂણિમા ને હોસ્પિટલ માં દાખલ કરાવે છે અંશુલ અને બાપાશ્રી ને બધી વાત કહે છે કે હજુ વાર છે આમ કેમ થાય છે બાપાશ્રી સાંત્વના આપીને આશીર્વાદ આપે છે ત્યાંજ અરૂણિમાને એક ફૂલ જેવી દીકરી અવતરે છે એના જેવી કાર્બન કોપી એની અને બંને ની તબિયત નાજુક જણાતા બંને ની હજુ ટ્રીટમેન્ટ ચાલી રહી હોય છે દીકરીને કાચ ની પેટીમાં રાખવાનું કહે છે એને ત્યાં લઈજાય છે અને આ બાજુ અરૂણિમા ને પણ ટ્રીટમેન્ટ આપી રહ્યા હોય છે. 




આગળ અરૂણિમા ને રજા આપે છે 5 દિવસે ઘરે જાય છે પણ એની દીકરીને રજા મળતી નથી હજુ એ હોસ્પિટલમાં જ હોય છે 7 દિવસે ઘરે આવે છે અંશુલ લઈને એને જોઈને અરૂણિમા ની આંખો ભરાઈ જાય છે એનોજ પડછાયો આજે એના હાથ માં હોય છે. ખુબજ ખુશ હોય છે એ અંશુલ અને એની દીકરી સાથે. 


બાપાશ્રી ને મનોમન યાદ કરે છે નમન કરે છે એમનું નામ સ્મરણ કરે છે આભાર વ્યક્ત કરે છે કે અમારા બંનેનું જીવન ભેટ આપ્યું તમે કહીને રદી પડે છે 



પણ શું આ જીવન રહે છે જીવન બચાવ્યું એ કેટલા દિવસ માટે હશે એ નથી જાણતી અરૂણિમા કે અંશુલ 


હવે આગળ શું આ દીકરી છે??  હજુ એનું જીવન છે?? અરૂણિમા ના સપના પુરા થયા પણ કેટલા દિવસ માં તૂટશે એ નથી જાણતી એ આજે શું એ દીકરી અને માં છે હજુ??  હા છે પણ બંને માં થી એકજ છે. 



જય ભગવાન 



કૃપા શામરીયા 

અમદાવાદ 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ