વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અસહાય

બહું થાકી ગઈ છું,

ભાગદોડથી ,

બસ હવે આંખો બોઝલ ,

ને ,લાં,,,,બી,......ઊંઘ,


બખોલમાંથી તરડાઈને આવતા,

થોડા ચિત્ર-વિચિત્ર સૂર,

જેને હું બરાબર 

નથી સાંભળી શકતી_

કઈ ,કેટલાય ધૂંધળા ચહેરા,

થોડા ચિંતાતૂર_થોડા રડમસ,

પણ આજે હું બેબસ છું,

એમને સધિયારો આપવા..

ઘણા સંદેશાઓ પછી પણ,

કારણવશ ન આવી શકેલા,

કઈ કેટલાય સ્વજનો _મિત્રો ,

આજે ટોળે વળી આંગણે ઉભા છે..

પણ બદકીશ્મત કે હું,,,,આજે,

એમને આવ-આદર નહિ આપું....

ઘણા કોડ હતાં મને...કાયમ,

નવોઢા જેમ સજીધજી રહેવાના..

ને રહી પણ ...

આજે પણ સજાવાઈ છું...

પણ...

હું મને અરીસા માં નહિ જોઈ શકું,,,

નહિ જોઈ શકું કે મારી લાલ બિંદી

સહેજ ત્રાંસી તો નથી ને....??? 

આંખનું કાજળ તો 

સમજણી થઇ ,ત્યારથીજ 

મારો પ્રથમ શણગાર રહ્યો છે....

સહુ એમ જ કહેતા કે 


''''કાજળ ભર્યા નયનના '''''


પણ આજે એ કાજળ 

આંખમાં અંજાયું છે ,કે પાંપણે લટકે છે...

નહિ જોઉં 

ચાર ખભા હાજર છે મને સફર કરાવવા ..

ને હું પણ,,,,,,

પણ ...આ શું ?????

હું કોઈ ભર-ભલામણ વગર,

મારું ઘર રેઢું મુકીને જઈ રહી છું..

મને એવો કોઈ અવકાશ જ નથી મળ્યો 

કે હું કોઈ સૂચનો કરી શકું ...

મારી સફરમાં કઈ કેટલાય 

પડાવ આવે છે ...

પણ મારે ક્યાય રોકાવું નથી ,

મંદિર આવ્યું પણ હું આજે ત્યાંય 

દર્શન કરવા નહિ જાઉં ...

પ્યારી અંગત સખીનું 

વરંડાબંધ મકાન નજીક આવી રહ્યું છે 

પણ મારે આજે ત્યાંય નથી જવું...

ચોરો-ચબુતરો,કુવાકાંઠો 

આ બધાને વટાવીને 

હું આગળ ને આગળ ચાલી નીકળું છું 

મારો ભાર ઉંચકી, 

ચાર ખભા થાકી ગયા છે,

આખરી પડાવને નજીક જોઇને,

ચહેરે ઉદાસીનું આવરણ 

પણ હૈયે હાશ લઇ 

એ લોકો મને પહોંચાડી દે છે 

મારા આખરી ધામે 

કાષ્ટની શૈયા પર મને પોઢાડીને 

પહેલા જે જીવ બાળતા,

તે હવે મને હાડમાંસ સાથે

અગ્નિના હવાલે કરે છે ....

ક્યારેય સાથ ન છોડવાના 

વચન આપનાર મારા ખાસ થોડા સ્વજનો ,

મને એકલી મુકીને પાછા પગ કરે છે..

હા ....આશ્વાસન ખાતર 

મારા અસ્થિ સાથે લઇ જાય છે....


©️હેમશીલા માહેશ્વરી'શીલ'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ