વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જોતો રહ્યો

સંજોગો મઢાવીને હું તો લખતો રહ્યો, 

તારા મુખેથી વાહવાહી સાંભળતો રહ્યો, 


નિતરતી સુવાસ દરેક મધુર મુલાકાતની, 

બંધ આંખે મુગ્ધ બનીને એ સુંઘતો રહ્યો, 


રૂડી લાગે લગોલગ બેઠેલ જોડી હંસલાની, 

મારા એક જમાનાને યાદ કરી મલકાતો રહ્યો, 


વ્યસ્ત હમેશાં છું કે દરેક ક્ષણો બને સોનાની,

મળી છે ક્ષણ કોરી એમાં હું જીવ પૂરતો રહ્યો, 


અભણ હું પ્રેમની ભાષામાં ને એ શોખીન મિલનની, 

સમજ્યો જ નહીં ઈસારો ને ખોટી રાહ જોતો રહ્યો,



- મિલન અંટાળા (સુરત)

@milan_poetry_lover 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ