વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પરમવીર ચક્ર

પાકિસ્તાન આર્મી ના બેરક બંને બાજુ હતા અને ડઝનેક પાકિસ્તાની આંતકવાદી અમારી તરફ આગળ વધી રહ્યા હતા.અમે બે જણા હું અને મારો ભેરુ.તેમને અમને જોતાજ ગોળીઓ મારવાનું શરૂ કર્યું.મારા બંને હાથે ત્રણ ત્રણ ગોળીઓ વાગી અને મારા ભેરુ ની છાતી ફાળી નાખી.તેમ છતાં મારો ભેરુ મને કવર આપી રહ્યો હતો.


     છેલ્લે જય હિંદ બોલી તે ભારત માં ને પ્યારો થઈ ગયો સાથે મે પણ મરવાનું નાટક કર્યું અને એ જોઈ પાકિસ્તાની સૈનિક દૂર જવા લાગ્યા. મારા બેગ માં રહેલો બોમ્બ મે એમની તરફ ફેંકી ડઝનેક સૈનિક ને ઠાર કર્યા.પછી મારી આંખ બંધ થઈ અને હું કોમાં માં જતો રહ્યો.


         મને જ્યારે ભાન આવ્યું ત્યારે ખબર પડી કે ભારત સરકારે મારા માટે પરમવીર ચક્ર એનાયત કર્યો છે મને વિલ ચેર માં ત્યાં લઈ જવામાં આવ્યો અને મે તે એવોર્ડ લેવા હાથ લંબાવ્યો પણ મારા બંને હાથ કોણી એથી કપાયેલા હતા!!!!

________________________


દિવ્યેશ પટેલ 'અનંત'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ