વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઇત્તફાક

(નોંધ: અહી કેવળ એકજ વ્યક્તિના મનનુ આંતરદન્દ્વનુ આલેખન કર્યુ છે. બે ના સમજવા...)



ઇત્તફાક..!

હાં, ઇત્તફાક..!!

પણ (શેનો અને) કેવો..?

અર્ણવ મધ્યે નાનકડી જીવનીના મિલનનો હોય એવો..!

પણ કેવો..?

સુવર્ણ અક્ષોને સૌન્દર્યાનંદનો હોય એવો...

પણ કેવો..?

બકુલને બહારનો હોય એવો....

હાં, સમજણ પડી.

અપૂર્વ લ્હાવો..!

અપૂર્વ આનંદનો લ્હાવો..!!

કેવળ નિજ ને માટે...

પ્રફુલ્લિત મન, હૃદય, સર્વસ્વ...

તો પછી આ ચરણો કેમ ભગ્ન છે..?

અરે..! અરે..!!

તને થયુ છે શું..?

કેવળ ચિતભ્રમ..?

શાયદ..?

અનાયાસ..!

ક્યારેક..!

અપરયત્ન..! બસ, અપરયત્ન..!!



તન જશ્ન મનાવન ચાહે

            મન ઉપર ઉપર મલકાવે..

શરમાય કાં' ઓ શર્વરી..?

           અક્ષ અશ્ક અશ્ક છલકાવે..


✍ પ્રકાશ પટેલ "સાત્ત્વિક"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ