વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શીખવા જેવુ કેટલુંક બોલીવુડ શીખવે છે મને...!

શીખવા જેવુ કેટલુંક  બોલીવુડ શીખવે છે મને...!

 

                                                                       

 

       “ઝીન્દગી બડી હોની ચાહીએ, લમ્બી નહી...”-શિખામણ  “કાબિલ બનો અય દોસ્ત...!, કામિયાબી તો જખ મારકે પીછે આયેગી..”, -સજેશન  “ જીનકે ઘર શીશેકે હોં વો દુસરોંકે ઘરપે પથ્થર નહીં ફેંકા કરતે....” -અગમચેતીભરી સુચના. કેવા સુન્દર મજાના વિચારોથી મઢેલી ફિલ્મીકથાઓ અને ‘લાર્જર ધેન લાઇફ’ શહેનશાહ, રોબિનહૂડ, મિ. ઇંડીયા, રાન્ચો કે ગબ્બર,મોગેમ્બો અને ડોન જેવા પાત્રો મને નાનપણથી આકર્ષતા રહ્યા છે.ખરેખર કહું છું, ઘણુંબધું જે મારે શીખવા જેવું હતું તે હું શાળા કે યુનિવર્સિટીમાંથી નહીં પણ ફિલ્મો જોઇને શીખી....એ સમયે મલ્ટીપ્લેક્ષ નો’તા અને ઠાસોઠસ ભરેલા થિએટરમાં કમ્પલસરી પેસિવ સ્મોકિંગ કરતાં કરતાં પાન મસાલાની ભરેલા મોઢાની કિકિઆરીઓની વચ્ચે સહનશિલતાની આડકતરી શિક્ષા પણ મળે અને કોઇ હદ વટાવે તો હો-હા પણ કરી લેતાં. Assertiveness અને Acceptance ની એ કદાચ પહેલી પ્લે-સ્કૂલ.

       એક સંસ્કારી વ્યક્તિના Basic etiquettes  થી માંડીને Attitude સુધીની યાત્રાશરુ કરીએતો એમાં બિગ B ને જ યાદ કરવા પડે.. –“જબ તક બૈઠનેકો ન કહા જાય, ચુપચાપ ખડે રહો” અને વળી આત્મવિશ્વાસથી એમ કહેતાં પણ શીખવે કે...”હમ જહાં ખડે રહ જાતે હૈ, લાઇન વહીં સે શુરુ હોતી હૈ.” કુલી, શહેનશાહ, બાગબાં,જય, લાલ બાદશાહ,એન્થની કે વિજય દિનાનાથ ચૌહાણ દરેક પાત્ર કેટલી હળવાશથી moral science જેવો ભારેખમ વિષય ભણાવી જાય છે.  બધાંજ દુન્વયી સુખોની સામે... ‘મેરે પાસ માં હૈ’   એટલુંજ કહીને જીવનમાં માતાના સ્થાનની મહાનતા કેવી સુંદર રીતે બતાવી આપી છે. ગબ્બર, રણજીત,પ્રેમ ચોપડા,ગુલશન ગ્રોવર કે મોગેમ્બો જેવા બેડમેન વગર ‘સત્યમેવ જયતે’ કે ભલાઇનો બુરાઇ પર વિજયની કલ્પના કેવી  ફિક્કી લાગે. ‘શેરખાન બેઇમાનીકા કામભી બડી ઇમાનદારી કે સાથ કરતા હૈ’ આવી ઉંચી વાતો કરતા ચરિત્ર અભિનેતા પ્રાણ ઉપરતો આખું પ્રકરણ લખી શકાય. ‘સપના તુટા હૈ તો દિલ કભી જલતા હૈ, હાં થોડા દર્દ હુઆ પર ચલતા હૈ’  એવું કહી ‘જાદુકી જપ્પી’ આપતાં મુન્નાભાઇ જીવનમાં આવતી મોટી મોટી સમસ્યાઓ,નિષ્ફળતાઓને અંતીમ સત્ય ન ગણીને હસતાં  હસતાં હળવાશથી  let go કરીને જીવવાનું શીખવે છે.

       ફિલ્મોવાળાઓએ ભણતરમાં Playway methodની શરુઆત ‘એક, દો, તીન...’ વાળા માધુરીના ન્રત્યથી કરી દીધેલી, અને વળી ફક્ત  ભણતરમાંજ નહીં પણ જીવન માં પણ સંગીત અને ન્રુત્ય નું અદ્કેરું સ્થાન છે એવું ફીલ્મોમાં જોવા મળે છે, પછી એમાં સ્ત્રી, પુરુષ કે ભગવાન રિઝવવાના હોય કે પછી ભુલાઇ ગયેલા ભુતકાળની યાદો પાછી લાવવાની હોય,.....ગીત, સંગીત અને ન્રુત્ય વડે બધુંજ થઇ શકે.....! લતા મંગેશકર, આશા ભોસલે,કિશોર કુમાર, અને મહંમદ રફી,  કે આજકાલ છવાઇ ગયેલા શ્રેયા ઘોષાલ, સુનિધિ ચૌહાણ, શાન, સોનુ નિગમ, મોહિત ચૌહાણ અને અરિજીતસિંગ ના ગીતો વગર ફિલ્મોની entertainment value કેવી  કે કેટલી હોય? અને વળી’ડોલી સજાકે રખના...., બહારો ફુલ બરસાઓ ..’ જેવા ગીતો વગર ભારતમાં લગ્નો કેવા ફિક્કા લાગે? સ્કૂલ કે કોલેજ ની પિકનિક આ ગીતો વગર થઇ શકે? જગજિતસિંગ, ગુલામ અલી, મહેંદી હસન કે આબિદા પરવીન કેટલીય ઉદાસીભરી સાંજના હમસફર બને છે...અંતાક્ષરીની રમત જ ના હોત......!

       અંતે એટલું જરુર કહીશ કે, બોલિવુડની એક્શન,ડ્રામા,ઇમોશન,અને સંગીત મઢી   ફિલ્મોએ એટલું તો જરૂર શિખવ્યું.....   The show must go on…….Come what may…!

                                                                        #####

  

By - Dr. Kashmira Mehta

 Dean, Faculty of Arts

Head,  Department of English

K. S. K. V. Kachchh University, Bhuj- Kachchh

 

 

 

 

 

 

 

 

 

                                                                                                                    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ