વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આય લવ યુ પપ્પા

"આય લવ યુ પપ્પા"


પા પા, પા પા, ચાલતી જાઉં ,
પપ્પાની આંગળી, ઝાલતી જાઉં ,


પડું તો આંસુ, સારતી જાઉં ,
પપ્પાનો રૂમાલ, ભીંજવતી જાઉં,


મમ્મીનો દુપટ્ટો, વિટતી જાઉં,
બની મમ્મી આમતેમ, ફરતી જાઉં,


મળે સોટી તો, ડરાવતી જાઉં,
બની ટીચર હું, ભણાવતી જાઉં,


વગર વાતે ક્યારેક, રૂઠી જાઉં,
ગાલ સંગ મ્હોં, ફુલાવી જાઉં,


"જોઈએ છે ઢીંગલી", કહેતી જાઉં,
પગને જીદમાં , પછાડતી જાઉં,


મમ્મીથી થોડું, બીતી જાઉં,
પપ્પાને શિકાયત, કરતી જાઉં,


આપે રમકડું તો, માની જાઉં,
મમ્મીને અંગુઠો, બતાવતી જાઉં,


નો આવડે તો એ, બોલતી જાઉં,
"આય લવ યુ પપ્પા", કહેતી જાઉં,


ગાલ પર ચૂમ્મી, કરતી જાઉં,
મમ્મીને ખૂબ, જલાવતી જાઉં,


પોતાને પ્રિન્સેસ, માનતી જાઉં,

પપ્પાને રાજા, ગણતી જાઉં.


અમી...(નિરાલી...)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ