વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભાઈ, આ તો રમત ની વાત થઈ..

ભાઈ, આ તો વાત રમતની થઈ..   (૨)



એક નચાવે, બીજો નાચે, નાચે તાતા થૈ,
હાથ રમકડું લઇ દુનિયા ને રાખે માથે લઇ,
આજ પોતાનું, કાલ બીજાનું, ફરતા રહે સૌ કોઈ,
ભાઈ, આ તો વાત રમત ની થઈ...



બોલે સહુમા, સહુમાં સૌને, વાત ગજબની થઈ,
ત્યાં તો વાતની સંતકુકડી પાછી રમાઈ ગઈ,
દોડમ-દોડી રહેતી સૌને, વાત વિરામ ની ગઈ,
ભાઈ, આ તો વાત રમત ની થઈ...



બારે બારે સૌને દીધી, ખો વખતની ભાઈ,
ત્યાં તો આવી વારી પોતાની, હાથે તાળી દઈ,
ઝડપી લેજો તક પોતાની, બાજી તારી થઈ,
ભાઈ, આ તો વાત રમતની થઈ...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ